SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિપાક સૂત્ર હે પ્રભો ! આપની આજ્ઞાથી હું ભિક્ષા માટે વાણિજ્યગ્રામ નગરમાં ગયો વગેરે સર્વ હકીકત કહીને પૂછ્યું– હે ભગવન્ ! તે પુરુષ પૂર્વભવમાં કોણ હતો ? યાવત્ કયા કારણથી આવી નરક સમાન વેદનાનો અનુભવ કરી રહ્યો છે ? पूर्वभव- विवरण : ३४ ८ एवं खलु गोयमा ! तेणं कालेणं तेणं समएणं इहेव जंबुद्दीवे दीवे भारहे वासे हत्थिणाउरे णामं णयरे होत्था । वण्णओ । तत्थ णं हत्थिणाउरे णयरे सुणंदे णामं राया होत्था । महया हिमवंत जाव रज्जं पसासेमाणे विहरइ । तत्थ णं हत्थिणाउरे णयरे बहुमज्झदेसभाए महं एगे गोमंडवे होत्था । अणेगखम्भसयसंणिविट्ठे, पासाईए दरिसणिज्जे अभिरूवे पडिरूवे । तत्थ बहवे णगरगोरूवाणं सणाहा य अणाहा य णगरगावीओ य णगरबलीवद्दा य नगरपड्डियाओ य णगर महिसीओ य णगरवसभा य पउरतणपाणिया ब्भिया णिरुव्विग्गा सुहंसुहेणं परिवसंति । ભાવાર્થ :– હે ગૌતમ ! તે પુરુષના પૂર્વભવનો વૃત્તાંત આ પ્રમાણે છે— તે કાળે અને સમયે આ જંબુદ્રીપ નામના દ્વીપમાં આ ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામનું એક સમૃદ્ધિશાળી નગર હતું. અહીં નગરનું વિસ્તૃત વર્ણન જાણવું. તે નગરમાં સુનંદ નામનો રાજા હતો. તે હિમાલય પર્વત સમાન મહાન યાવત્ રાજ્યનું સંચાલન સારી રીતે કરતો હતો. તે હસ્તિનાપુર નગરના લગભગ મધ્યપ્રદેશમાં સેંકડો સ્તંભોથી બનાવેલ સુંદર, મનોહર, મનને પ્રસન્ન કરનારી એક વિશાળ ગોશાળા હતી. તેમાં નગરનાં સનાથ અને અનાથ પશુઓ, નગરની ગાયો, બળદો, નગરની નાની નાની વાછરડીઓ તેમજ ભેંસો, સાંઢો વગેરે પ્રચુર પ્રાણીઓ ભય અને ત્રાસથી રહિત થઈને સુખપૂર્વક રહેતાં હતાં અથવા તેમને ત્યાં ઘાસ અને પાણી પર્યાપ્ત રૂપમાં મળતું હતું. ९ तत्थ णं हत्थिणाउरे णयरे भीमे णामं कूडग्गाहे होत्था, अहम्मिए जाव दुप्पडियाणंदे । तस्स णं भीमस्स कूडग्गाहस्स उप्पला णामं भारिया होत्था । अहीणपडिपुण्णपंचिंदियसरीरा वण्णओ । तए णं सा उप्पला कूडग्गाहिणी अण्णया कयाइ आवण्णसत्ता जाया यावि होत्था । तएणं णं तीसे उप्पलाए कूडग्गाहिणीए तिण्हं मासाणं बहुपडिपुण्णाणं अयमेवारूवे दोहले पाउब्भूए ભાવાર્થ :- તે હસ્તિનાપુર નગરમાં ભીમ નામનો એક કૂટગ્રાહ(કોટવાળ) રહેતો હતો. તે સ્વભાવથી જ અધર્મી યાવત્ મહામહેનતે પ્રસન્ન થનાર હતો. તે ભીમ ફૂટગ્રાહની ઉત્પલા નામની સ્ત્રી હતી. તે સંપૂર્ણ પાંચ ઈન્દ્રિય યુક્ત હતી વગેરે સ્ત્રીનું સંપૂર્ણ વર્ણન જાણવું. એકદા તે ઉત્પલા ગર્ભવતી થઈ. તે
SR No.008768
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUshabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy