SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ | અધ્યયન-૧/મૃગાપુત્ર ૧૯ શિરોવસ્તિ(માથા પર તેલ આદિથી સિદ્ધ કરેલો ચર્મનો પાટો બાંધીને), તર્પણ (શરીરને સ્નિગ્ધ પદાર્થોથી તરબતર કરીને), પુટપાક(અમુક રસના પુટ દઈને સિદ્ધ કરેલ ઔષધોપચાર કરીને), છલ્લી (છાલ), મૂળ, કંદ(જડીબુટ્ટી), ફળ, બીજથી, શિલિકા(કરીઆતું વગેરે ઔષધ), ગુટિકા(અનેક દ્રવ્યોને વાટીને ઔષધના રસની ભાવના આદિથી બનાવેલ ગોળીઓ), ઔષધ (એક દ્રવ્યથી બનાવેલ દવા) અને ભેષજ્ય(અનેક દ્રવ્ય સંયોજિત દવા) આદિ દ્વારા સોળ રોગની શાંતિ માટે પ્રયોગો કર્યા, પરંતુ આ પૂર્વોક્ત નાનાવિધ ઉપચારોથી તેઓ જ્યારે તે સોળ રોગોમાંથી એક પણ રોગને ઉપશાંત કરવામાં સમર્થ ન થયા, ત્યારે તે વૈદ્ય, વૈદ્યપુત્રો, જ્ઞાયક, જ્ઞાયકપુત્રો, ચિકિત્સક અને ચિકિત્સકપુત્રો શ્રાંત(શારીરિક ખેદ), તાંત(માનસિક ખેદ) તથા પરિતાંત(શારીરિક અને માનસિક ખેદ)થી નિરાશ થઈને જ્યાંથી આવ્યા હતા, ત્યાં ચાલ્યા ગયા અર્થાતુ પાછા ફર્યા. ઈકાઈ રાઠોડનું મૃત્યુ : મૃગાપુત્રનો વર્તમાન ભવ :२४ तए णं इक्काई रट्ठकूडे वेज्ज-पडियाइक्खिए परियारगपरिच्चत्ते णिव्विण्णोसह भेसज्जे सोलसरोगायंकेहिं अभिभूए समाणे रज्जे य रटे य जाव अंतेउरे य मुच्छिए जाव अज्झोववण्णे रज्ज च रटुं च जाव अंतेउरं च आसाएमाणे पत्थेमाणे पीहेमाणे अभिलसमाणे अट्टदुहट्टवसट्टे अड्डाइज्जाई वाससयाई परमाउयं पालइत्ता कालमासे कालं किच्चा इमीसे रयणप्पभाए पुढवीए उक्कोसेणं सागरोवम ट्ठिइएसु णेरइएसु णेरइयत्ताए उववण्णे । से णं तओ अणंतरं उवट्टित्ता इहेव मियग्गामे णयरे विजयस्स खत्तियस्स मियाए देवीए कुच्छिसि पुत्तत्ताए उववण्णे । ભાવાર્થ :- ત્યાર બાદ તે ઈકાઈ રાઠોડને વૈદ્યો આદિએ આ રોગોનો પ્રતિકાર અને ઉપચાર અમારાથી નહીં થાય, એમ કહી દીધું તથા સેવકો દ્વારા પરિત્યક્ત થયો ત્યારે ઔષધ અને ભેષજથી તે ઉદાસીન થઈ ગયો. સોળ રોગાતકોથી ઘેરાયેલો રાજ્ય, રાષ્ટ્ર યાવત્ અંતઃપુરમાં આસક્ત યાવત્ રાજ્યનું, રાષ્ટ્રનું યાવત અંતઃપુરનું આસ્વાદન, પ્રાર્થના, ઈચ્છા અને અભિલાષા કરતો તે ઈકાઈ રાઠોડ મનોવ્યથાથી વ્યથિત, શારીરિક પીડાથી પીડિત અને ઈન્દ્રિયોને વશ હોવાથી પરતંત્ર-સ્વાધીનતા રહિત થઈને જીવન વ્યતીત કરતાં ૨૫૦ વર્ષના પૂર્ણ આયુષ્યને ભોગવીને મૃત્યુના સમયે કાળ કરીને આ રત્નપ્રભા નામની પ્રથમ નરકમાં ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિએ નારકરૂપે ઉત્પન્ન થયો. ત્યાર બાદ તે ઈકાઈ રાઠોડનો જીવ ભવસ્થિતિ પૂર્ણ થતાં નરકમાંથી નીકળી આ મૃગગ્રામ નગરમાં વિજયક્ષત્રિયની મૃગાવતી નામની દેવીની કુક્ષિમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. | २५ तए णं तीसे मियादेवीए सरीरे वेयणा पाउब्भूया, उज्जला जाव दुरहियासा । जप्पभिई च णं मियापुत्ते दारए मियाए देवीए कुच्छिसि गब्भत्ताए
SR No.008768
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUshabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy