SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ | અધ્યયન-૯/મહાચંદ્રકુમાર, ૧૮૭ | નવમું અધ્યયન મહાચંદ્રકુમાર १ णवमस्स उक्खेवो । ભાવાર્થ : નવમાં અધ્યયનનો પ્રારંભ પ્રથમ અધ્યયનની જેમ જાણવો જોઈએ. | २ चम्पा णयरी । पुण्णभद्दे उज्जाणे । पुण्णभद्दो जक्खो । दत्ते राया । रत्तवई देवी । महचंदे कुमारे जुवराया। सिरीकतापामोक्खाणं पंचसयाणं रायवरकण्णगाणं पाणिग्गहणं । तित्थयरागमणं । पुव्वभव पुच्छा । तिगिच्छिया णयरी । जियसत्तू राया । धम्मवीरिए अणगारे पडिलाभिए जाव सिद्धे । णिक्खेवो जहा पढमस्स । | નવમ કયાં સમi II. ભાવાર્થ : હે જંબૂ! ચંપા નામની નગરી હતી. ત્યાં પૂર્ણભદ્ર નામનું સુંદર ઉધાન હતું. તેમાં પૂર્ણભદ્ર યક્ષનું યક્ષાયતન હતું. ત્યાંના રાજાનું નામ દત્ત હતું અને રાણીનું નામ રક્તવતી હતું. તેમને યુવરાજપદથી અલંકૃત મહાચંદ્ર નામનો કુમાર હતો. તેનાં શ્રીકાંતા પ્રમુખ ૫૦૦ રાજકન્યાઓ સાથે લગ્ન થયાં. એક દિવસ પૂર્ણભદ્ર ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. મહાચંદ્ર તેમની પાસે શ્રાવકનાં બાર વ્રતો ગ્રહણ કર્યા. ગણધરદેવ શ્રી ગૌતમસ્વામીએ તેના પૂર્વભવ સંબંધી જિજ્ઞાસા પ્રગટ કરી. ભગવાન મહાવીર સ્વામીએ ઉત્તર આપતાં ફરમાવ્યું કે હે ગૌતમ! ચિકિત્સિકા નામની નગરી હતી. જિતશત્રુ રાજા ત્યાં રાજ્ય કરતા હતા. તેણે ધર્મવીર્ય અણગારને પ્રાસુક–નિર્દોષ આહાર-પાણીનું દાન આપ્યું. પરિણામે મનુષ્યનું આયુષ્ય બાંધીને અહીં ઉત્પન્ન થયા યાવતુ શ્રમણ્યધર્મનું(ચારિત્રનું) યથાવિધ પાલન કરીને, સર્વ કર્મોનો ક્ષય કરી તે પરમપદ મોક્ષને પામ્યા. નિક્ષેપ - અધ્યયનનો ઉપસંહાર પ્રથમ અધ્યયનની જેમ જાણવો જોઈએ. II અધ્યયન-૯ સંપૂર્ણ |
SR No.008768
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUshabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy