SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૦] શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ભાવાર્થ :- મજ્જન-સ્નાન, પાન–પીણા, ભોજન, વસ્ત્ર ધોવા તેમજ શૌચ-શરીર, ઘર આદિની શુદ્ધિ, ઈત્યાદિ કારણોથી જલકાયિક જીવોની હિંસા કરે છે. તેઉકાયની હિંસાનું કારણ :१५ पयण-पयावण-जलावण-विदसणेहिं अगणिं । ભાવાર્થ :- ભોજન આદિ બનાવવા, બનાવરાવવા, અગ્નિ પ્રગટાવવા તથા પ્રકાશ કરવા માટે અગ્નિકાયના જીવોની હિંસા કરવામાં આવે છે. વાઉકાયની હિંસાનું કારણ :१६ सुप्प-वियण-तालयंट-पेहुण-मुह-करयल-सागपत्त-वत्थमाईएहिं अणिलं हिंसंति । ભાવાર્થ :- સૂપડું– ધાન્ય આદિ ઝાટકવા, સાફ કરવાના ઉપકરણ, વિજન–પંખા, તાલવૃત્ત-તાડનો પંખો, મયૂરપંખ આદિથી વીંઝવાથી, મુખથી ફૂંક મારવાથી, હાથતાળી વગાડવાથી, પવન નાખવાથી, સાગ આદિના પત્રથી પવન નાંખવાથી અથવા શાકના પાંદડા ઝાટકવાથી તથા વસ્ત્રખંડ આદિ વીંઝવાથી વાયુકાયના જીવોની હિંસા થાય છે. વનસ્પતિકાય ની હિંસાનું કારણ :१७ अगार-परियार-भक्ख-भोयण-सयणासण-फलक-मूसल-उक्खल-ततविતતાતો-વા-વા-મેઉવવિવિ-ભવ-તોર-વિડ-દેવજુન-કાયद्धचंद-णिज्जूहग-चंदसालिय-वेतिय-णिस्सेणि-दोणी चंगेरी-खील-मंडव-सभापवाव-सहागंध-मल्लाणुलेवणं-अंबर-जुहणंगल-मइय-कुलिय-संदणસીયાર-સહ-નાગ-નો સટ્ટT-ચર-વાર-નોકર-પત્તિ-બંતसूलिय-लउड-मुसंढि-सयग्घी-बहुपहरणा-वरणुवक्खराणकए-अण्णेहिं य एवमाइएहिं बहूहि कारणसएहिं हिंसइ ते तरुगणे भणियाभणिए य एवमाई । ભાવાર્થ :- અગાર-ગૃહ, પરિચાર–તલવારના માનાદિ, ભક્ષ્ય–મોદક આદિ, ભોજન, શયન, આસન, ફલક–પાટ–પાટિયા, મૂસલ-સાંબેલું, ઓખલી–ખાંડણીયો, તત–વીણા આદિ, વિતત–ઢોલ આદિ આતો-વાદ્ય વિશેષ, વહન–નૌકા આદિ, વાહન-રથ–ગાડી આદિ, મંડપ, અનેક પ્રકારના ભવન, તોરણ, વિટંક-કબૂતરોને બેસવાનું સ્થાન અથવા છજું, દેવકુલ, જાલક-ઝરૂખા, અર્ધ ચન્દ્રના આકારની બારી અથવા સોપાન, નિસ્પૃહક– દ્વારશાખા, ચન્દ્રશાળા-અટારી, વેદી, નિસરણી, દ્રોણી-નાની નૌકા,
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy