SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ | શ્રુતસ્કંધ-૧/અધ્યયન-૧ | ૧૯] તેના પ્રત્યે કરુણા ભાવ જાગૃત કર્યો છે. ત્યાર પછી જીવોની વિવિધતા પ્રદર્શિત કરી છે. જે જીવ પૃથ્વીને પોતાનું શરીર બનાવીને રહે છે અર્થાતુ પૃથ્વી જ જેનું શરીર છે તે પૃથ્વીકાય અથવા પૃથ્વીકાયિક કહેવાય છે. આ પ્રમાણે જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ જ જેનું શરીર છે, તે ક્રમશઃ જલકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક કહેવાય છે. જ્યારે કોઈ મનુષ્ય પૃથ્વીકાય આદિની હિંસા કરે છે ત્યારે તે ફક્ત પૃથ્વીકાયની જ હિંસા કરતો નથી પરંતુ તેના આશ્રયે રહેલા અનેકવિધ અન્ય સ્થાવર અને ત્રસકાયિક જીવોની પણ હિંસા કરે છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુમાં અસંખ્યાત જીવ છે. વનસ્પતિમાં અનંત જીવ છે. તેને આશ્રયે અસંખ્યાત ત્રસ જીવ રહે છે. પાણીના એક બિંદુમાં વૈજ્ઞાનિકો ૩૬000 જીવો કહ્યા છે, તે જલકાયિક નથી, જલને આશ્રિત રહેલા ત્રસ જીવ છે. અપકાયના જીવો તો અસંખ્યાત છે, જેને વૈજ્ઞાનિકો જાણી કે જોઈ શકતા નથી. પૃથ્વીકાયની હિંસાનું કારણ :[૧૨]વિ તે ? રિસન પોવરિના-વાવ-વળ-જૂર્વ-સરતના-વિવેલિ વાદ્યઆરામ-વિહાર-ધૂમ-પાર-વાર-૩રસટ્ટાનો-વરિયા-સેડસંવરમ- પાપાય-વિવ-ભવન-પર-સરખ- -આવન-વે- દેવહુનचित्तसभा- पवा- आयतणा-वसह-भूमिघर-मंडवाण कए भायणभंडोवगरणस्स य विविहस्स य अट्ठाए ભાવાર્થ :- પથ્વીકાયિક જીવોની હિંસાના કારણ કયા છે? કૃષિ, પુષ્કરિણી (કમળોથી યુક્ત વાવ), વાવડી, ક્યારી, કૂવો, સરોવર, તળાવ, ભીંત, વેદિકા, ખાઈ, આરામ(બગીચો), વિહાર, સૂપ,પ્રાકાર, દ્વાર, ગોપુર(નગરદ્વાર), અટારી, ચરિકા, (નગર અને પ્રાકારની વચ્ચેનો આઠ હાથ પ્રમાણ માગ), સેતુ, પુલ, સંક્રમ (ઊંચી-નીચી ભૂમિને પાર કરવાનો માર્ગ), પ્રાસાદ–મહેલ, વિકલ્પ–એક વિશેષ પ્રકારનો પ્રાસાદ, ભવન, ગૃહ, સરણ-ઝૂંપડી, લયન-(પવર્ત ખોદીને બનાવવામાં આવેલ સ્થાન વિશેષ), દુકાન, ચૈત્ય, (ચિતા પર બનાવવામાં આવેલ ચબૂતરો, છતરી અથવા સ્મારક), દેવકુળ–શિખરિયુક્ત દેવાલય, ચિત્રસભા, પરબ, આયતન-લાંબા માર્ગમાં વિશ્રામ સ્થાન, દેવસ્થાન, આવસથ-તાપસોનું સ્થાન, ભૂમિગૃહ–ભોંયરા, મંડપ આદિને માટે તથા અનેક પ્રકારના ભાજન–પાત્ર-વાસણ આદિ ઉપકરણોને માટે મંદબુદ્ધિજન પૃથ્વીકાયની હિંસા કરે છે. અપકાય જીવોની હિંસાનું કારણ :|१४ जलं च मज्जण-पाण-भोयण-वत्थधोवण-सोयमाइएहिं ।
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy