SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨ ] શ્રી પ્રશ્નવ્યાકરણ 2 હિંસ્ય જલચર જીવ : ५ पाठीण-तिमि-तिमिंगल-अणेगझस-विविहजाइमंडुक्क-दुविहकच्छभणक्क-मगर दुविहगाह-दिलिवेढय-मंडुय-सीमागार-पुलुय-सुंसुमारबहुप्पगारा जलयरविहाणा कते य एवमाई । ભાવાર્થ :- પાઠીન–એક વિશેષ પ્રકારની માછલી, તિમિ- મોટા માછલાં, તિમિંધલ-મહામસ્ય, અનેક પ્રકારની ઝસ-માછલીઓ, અનેક પ્રકારનાં દેડકાં, બે પ્રકારના કાચબા-અસ્થિકાચબો અને માંસ કાચબો, બે પ્રકારના મગર–સુંડામગર અને મત્સ્યમગર, ગુંડાગાર અને અશુંડાગાર એમ બે પ્રકારના ગ્રાહ(એક વિશિષ્ટ જલચર જીવ), દિલિવેષ્ટ–પૂંછડાથી લપેટનારા જળજંતુ, મંડુક, સીમાકાર, પુલક, સુસુમાર ઈત્યાદિ અનેકાનેક પ્રકારના જલચર જીવોની ઘાત કરે છે. વિવેચન : પાપી, કરુણાહીન પુરુષો પોતાના સુખ માટે અન્ય અનેક પ્રાણીઓની હિંસા કરે છે. તેમાં ઉપરોક્ત સૂત્રમાં કેટલાક જલચર જીવોનો નામોલ્લેખ છે. જે મૂળપાઠથી જ સ્પષ્ટ છે. સ્થળચર ચતુષ્પદ જીવ :૬ જુ-સ સર-વર-સંગર-૩ર૭મ–સસ-પ--રહિય-હાંય-હર–ર–ર૯-વાપર-વાવ- વિલિયાન–ોત-મજ્જાર–ોનસુખસિરિયલત-બાવર શોતિય-નો -મિય-મહિલ-વિયઘ-છત્ત-લીવિય-સાઈतरच्छ-अच्छ-भल्ल-सदूल-सीह-चिल्लला-चउप्पयविहाणाकए य एवमाई। ભાવાર્થ :- કુરંગ–હરણ, રુરુ–મૃગનો એક પ્રકાર, સરભ-અષ્ટાપદ, ચમર–નીલગાય, સંબરસાબર, ઉરભ્ર–ઘંટા, સસગ–સસલા, પસય-પ્રલય(વન્યપશુ વિશેષ),ગોણ–બળદ, રોહિય- પશુવિશેષ, ઘોડા, હાથી, ગધેડા, કરમ—ઊંટ, ખગ્ર–ગેંડા, વાનર, ગવય-રોઝ, વૃક–વરુ, શિયાળ, કોલ–ડુક્કર, બિલાડો, કોલશુનક- મોટાશુવર, શ્રીકંદલક અને આર્વત નામક ખરીવાળા પશુ, લીમડી, ગોકર્ણ(પશુ વિશેષ), મૃગ, ભેંસ, વાઘ, બકરા, દીપિક(માંસાહારી શિકારી પશુ), સાણ-જંગલી કૂતરા, તરક્ષ, જરખ, રીંછ, શાર્દૂલસિંહ– કેસરીસિંહ, ચિત્તા–નખવાળા એક વિશિષ્ટ પશુ ઈત્યાદિ ચતુષ્પદ પ્રાણીની હિંસા કરે છે. વિવેચન : સૂત્રોક્ત સ્થલચર જીવોના નામ બહુધા પ્રસિદ્ધ છે અને કેટલાક અપ્રસિદ્ધ નામો છે. પરમ :- મોટા શરીરવાળું વન્ય પ્રાણી છે. જે પોતાની પીઠ પર હાથીને પણ ઉપાડી લે છે. તેને પરાસર
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy