SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ | શ્રુતસ્કંધ-૧/અધ્યયન–૧. ૧૧ | (૧૮) કુફMવા :- (દુર્ગતિપ્રપાત) નરકાદિ દુર્ગતિમાં પાડનાર હોવાથી તેને દુર્ગતિપ્રપાત કહે છે. (૧૯) વિક્ટોવો :- (પાપ કોપ)હિંસા પાપરૂપ છે કારણ કે તેના આદિ મધ્ય અને અંત અશુભ છે. આવેગમય સંસ્કારોનો ઉદય તે કષાયરૂપ છે. કષાયવિના હિંસાનો સંભવ નથી, માટે હિંસાને પાપકોપ કહે છે. (૨૦) પવનોમો :- (પાપલોભ) હિંસા પાપ પ્રત્યે લોભ, આકર્ષણ, પ્રીતિ વધારનાર છે, તેથી તેને પાપલોભ કહે છે. (૨૧) વછેરો :- (છવિચ્છેદ) હિંસા દ્વારા વિદ્યમાન શરીરનું છેદન થવાથી તેને છવિચ્છેદ કહે છે. (૨૨) નાવિયંતરો :- (જીવિતાંતકરણ) જીવનનો અંત કરનાર હોવાથી જીવિયતકરણરૂપ છે. (૨૩) ભયંજરો :- (ભયંકર) ભયને ઉત્પન્ન કરનાર હોવાથી ભયંકર છે. (૨૪) ગજરો :- (ઋણકર) હિંસા કરવી તે કરજ-ત્રઋણ કરવા તુલ્ય છે. ભવિષ્યમાં જેને ભોગવીને ઘોર કષ્ટ સહન કરવું પડે છે તેથી તેને ઋણકર કહે છે. (૨૫) નો :- (વજ–વજ્ય) હિંસા જીવને વજની જેમ ભારે બનાવી અધોગતિમાં લઈ જાય છે તેથી વજ કહે છે અને આર્યપુરુષો દ્વારા ત્યાજ્ય હોવાથી વર્ક્સ કહે છે. (૨૬) વાવ-અટ્ટો :- (પરિતાપન-આસવ) પ્રાણીઓને પરિતાપના પહોંચાડે છે અને તેના કૂર પરિણામ કર્મના આશ્રવનું કારણ છે તેથી તેને પરિતાપન આશ્રવ કહે છે. (૨૭) વિગતો :- (વિનાશ) પ્રાણોનો વિનાશ થતો હોવાથી તેને વિનાશ કહે છે. (૨૮) ઝિવણT :- (નિર્યાપના) પ્રાણોની સમાપ્તિનું કારણ હોવાથી તેને નિયંપના કહે છે. (૨૯) જુપણT :- (લમ્પના) પ્રાણોનો લોપ થતો હોવાથી તેને લેપના કહે છે. (૩૦) ગુણાનું નિરાહા :- (ગુણોની વિરાધના) હિંસા, મરનાર અને મારનાર બન્નેના સગુણોને વિનષ્ટ કરે છે, માટે તેને ગુણ વિરાધના કહે છે. હિંસક જીવો :| ४ तं च पुण करेंति केइ पावा असंजया अविरया अणिहुयपरिणामदुप्पयोगा पाणवहं भयंकरं बहुविहं बहुप्पगारं परदुक्खुप्पायणसत्ता इमेहिं तसथावरेहिं जीवहिं पडिणिविट्ठा । किं ते ? ભાવાર્થ - કેટલાક પાપી, અસંયમી, અવિરતિ, તપશ્ચર્યાના અનુષ્ઠાનથી રહિત, અનુપશાંત પરિણામ વાળા, મન-વચન-કાયાના દુષ્ટ વ્યાપારવાળા, બીજા પ્રાણીઓને પીડા પહોંચાડવામાં આસક્ત, ત્રસ અને સ્થાવર જીવો પ્રતિ ષી જીવો અનેક પ્રકારે, જુદા-જુદા ભેદ-પ્રભેદોથી ભયંકર પ્રાણવધ–હિંસા કર્યા કરે છે. તે કયા જીવોની હિંસા કરે છે? (સૂત્રકારે તેનો ઉત્તર પછીના સૂત્રો દ્વારા આપ્યો છે.)
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy