SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૧s | શ્રી પ્રશ્નવ્યાકરણ 2 તેમના ચારિત્ર અને પરિણતિ-સબળતા રહિત, મલિનતા રહિત, સંક્લેશ રહિત, અક્ષત–નિરતિચારઅખંડિત હોય છે તે સંયમશીલ અને અહિંસક સુસાધુ હોય છે. તે મોક્ષ સાધક હોય છે. ૫. આદાનનિક્ષેપણ સમિતિ :१२ पंचम- आयाणणिक्खेवणसमिई- पीढ फलग-सिज्जा-संथारग वत्थ- पत्त कंबल-दंडग रयहरण-चोलपट्टग-मुहपोत्तिय-पायपुंछणाई, एयं पि संजमस्स उवबूहणट्ठयाए वायातव समसग सीयपरिरक्खणट्ठायाए उवगरणं रागदोसरहियं परिहरियव्वं संजमेण णिच्चं पडिलेहण-पप्फोडण-पमज्जणयाए अहो य राओ य अप्पमत्तेण होइ सययं णिक्खियव्वं च गिहियव्वं च भायणभंडोवहिउवगरणं ।। एवं आयाणभंडणिक्खेवणासमिइजोगेण भाविओ भवइ अंतरप्पा असबलम संकिलिट्ठणिव्वणचरित्तभावणाए अहिंसए संजए सुसाहू । ભાવાર્થ :- અહિંસા મહાવ્રતની પાંચમી ભાવના આદાન-નિક્ષેપણ સમિતિ છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે. સંયમના ઉપકરણ પાટ–પીઢ , ફલક, શય્યા સસ્તારક ઘાસની પથારી, વસ્ત્ર, પાત્ર, કંબલ, દંડ, રજોહરણ, ચોલપટ્ટક, મુખવસ્ત્રિકા, પ્રાદપ્રીંછન-પગલૂછણિયું, (વસ્ત્રખંડ) અથવા તે સિવાયના ઉપકરણ, સંયમની રક્ષા અથવા વૃદ્ધિના ઉદેશથી તથા પવન, આતાપ, ડાંસ, મચ્છર, શીત આદિથી શરીરની રક્ષા માટે ધારણ કરે અથવા ગ્રહણ કરે. (શોભાની વૃદ્ધિ આદિ અન્ય કોઈ પ્રયોજનથી નહીં) સાધુ હંમેશાં આ ઉપકરણોનું પ્રતિલેખન, પ્રસ્ફોટન એટલે ખંખેરીને જોવા અને પ્રમાર્જન કરવામાં, દિવસ અને રાત્રે સતત અપ્રમત રહે તથા ભાજન, પાત્ર, માટીના વાસણ, ઉપધિ, વસ્ત્ર તથા અન્ય ઉપકરણોને યતના પૂર્વક રાખે અથવા ગ્રહણ કરે. આ પ્રકારે આદાન નિક્ષેપણ સમિતિની પ્રવૃત્તિથી જેનો અંતરાત્મા ભાવિત થાય છે, તેમના ચારિત્ર અને પરિણતિ-સબળતા રહિત, મલિનતા રહિત, સંક્લેશ રહિત, અક્ષત-નિરતિચાર–અખંડિત હોય છે તે સંયમશીલ અને અહિંસક સુસાધુ હોય છે. તે મોક્ષ સાધક હોય છે. વિવેચન : અહિંસક આચાર વિધિ માટે ભિક્ષા વિધિના નિરૂપણ પછી શાસ્ત્રકારે પ્રથમ મહાવ્રતની પુષ્ટિ માટે ક્રમશઃ પાંચ ભાવનાનું કથન કર્યું છે. (૧) ઈર્ષા સમિતિ - આત્મશુદ્ધિ માટે પ્રયત્નશીલ સાધક યથા શક્ય કાયાને સ્થિર રાખે. પરંતુ અનિવાર્ય કારણે ગમનાગમન કરવું પડે તો અહિંસા મહાવ્રતને લક્ષ્યમાં રાખીને ગમન કરે. સાધકની ગમનાગમનની વિધિ તે ઇર્ષા સમિતિ છે. સાધક ઘૂસર પ્રમાણ-સાડાત્રણ હાથ ભૂમિને જોઈને ચાલે, છકાય જીવોની
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy