SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨૬ | શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર अंडय पोयय-जराउय-रसय-संसेइम सम्मुच्छिम-उब्भियउववाइएसुय, णरयतिरियदेव माणुसेसु, जरामरणरोगसोगबहुले, पलिओवमसागरोवमाइंअणाईयं अणवदग्गंदीहमद्धं चाउरत संसार-कतारं अणुपरियट्टति जीवा मोहवससण्णिविट्ठा ।। ભાવાર્થ :- (૧) સીતા, (૨) દ્રૌપદી, (૩) રુક્મણિ, (૪) પદ્માવતી, (૫) તારા, (૬) કંચના, (૭) રક્તસુભદ્રા, (૮) અહલ્યા, (૯) સુવર્ણગુલિકા, (૧૦) કિન્નરી, (૧૧) સુરૂપ વિધુમ્મતિ (૧૨) રોહિણીને માટે પૂર્વકાલમાં મનુષ્યોનો સંહાર કરનારા, વિભિન્ન ગ્રંથોમાં વર્ણિત જે યુદ્ધ થયેલા સાંભળવામાં આવે છે, તેનું મૂળ કારણ મૈથુન જ હતું. મૈથુનસંબંધી વાસનાને કારણે આ સર્વ મહાયુદ્ધો થયા છે. તેના સિવાય અન્ય પણ અનેક સ્ત્રીઓના નિમિત્તથી ઈન્દ્રિય વિષયમૂલક અન્ય યુદ્ધો પણ થયા છે. અબ્રહ્મનું સેવન કરનાર આ લોકમાં તો નષ્ટ થાય જ છે, તે પરલોકમાં પણ નષ્ટ થાય છે. મોહ વશીભૂત પ્રાણી ત્રસ અને સ્થાવર; સૂક્ષ્મ અને બાદર; પર્યાપ્ત અને અપર્યાપ્ત; સાધારણ અને પ્રત્યેક શરીરી જીવોમાં અંડજ–ઈડાથી ઉત્પન્ન થનાર, પોતજ, જરાયુજ, રસજ, સંસ્વેદિમ, ઉભિજ્જ અને ઔપપાતિક જીવોમાં આ પ્રકારે નરક, તિર્યંચ, દેવ અને મનુષ્યગતિના જીવોમાં જરા, મરણ, રોગ અને શોકની પ્રધાનતાવાળા મોહરૂપી અંધકારથી વ્યાપ્ત અને ઘોર, દારૂણ પરલોકમાં અનેક પલ્યોપમ અને સાગરોપમ જેટલા સુદીર્ઘ સમય સુધી નષ્ટ-વિનિષ્ટ થતા રહે છે. તેઓ દારુણ દશા ભોગવે છે તથા અનાદિ અને અનંત દીર્ઘ માર્ગયુક્ત અને ચાર ગતિરૂપ સંસારકાંતારમાં વારંવાર પરિભ્રમણ કરતા રહે છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં પ્રાચીન કાળમાં સ્ત્રીઓના નિમિત્તે થયેલ સંગ્રામોનો ઉલ્લેખ કરતાં સીતા, દ્રૌપદી આદિ નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ તે સિવાય સેંકડો અન્ય ઉદાહરણ ઈતિહાસમાં વિદ્યમાન છે. પરસ્ત્રી લંપટતાને કારણે થતા અત્યાચારો આજે પણ જોઈ શકાય છે. અબ્રહ્મચર્યનું સેવન અનેક અનર્થોનું સર્જન કરે છે, તેમાં પણ પરસ્ત્રીગમન અત્યંત અનર્થકારી છે. તે આત્મા કલુષિત બને છે. અબ્રહ્મનું એક પાપ સેવન અન્ય અનેક પાપપ્રવૃત્તિમાં પ્રેરક બને છે. તેથી જ તેને અધર્મનું મૂળ કહ્યું છે. તેની પાપ પ્રવૃત્તિ અનેક જીવોના જીવનનો નાશ કરે છે. તેનો આ લોક અને પરલોક દુઃખપૂર્ણ બની જાય છે. તે જીવ ચારગતિ રૂપ સંસારમાં અનંતકાલ સુધી પરિભ્રમણ કરી જન્મ, જરા, મરણ, રોગ, શોક આદિ અનંત દુઃખોને ભોગવે છે. સૂત્રકારે સંસારી જીવોના ભેદ-પ્રભેદ વિવિધ અપેક્ષાએ કર્યા છે. (૧) ત્ર-સ્થાવર (૨) સૂક્ષ્મબાદર (૩) પર્યાપ્તા, અપર્યાપ્તા (૪) પ્રત્યેક અને સાધારણશરીરી (૫) અંડજ, પોતજ, ગર્ભજ, રસજ, ઉભિજ્જ, સંમૂર્છાિમ અને ઓપપાતિક જીવોમાં (૬) નરક, તિર્યચ, દેવ અને મનુષ્ય ગતિમાં સંસારી જીવો જન્મ મરણ કરે છે. જીવના ભેદ પ્રભેદના વિશેષ સ્પષ્ટીકરણ માટે જૂઓ પ્રજ્ઞાપનાસૂત્ર. પ્રત્યેક
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy