SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ—૧/અધ્યયન-૪ _ | ૧૨૫ ] પકડાઈ જતાં વધ બંધન આદિ ઈહલૌકિક યાતનાઓને ભોગવે છે અને મૃત્યુ પામતા પરલોકમાં યાવત (ત્રીજા અધ્યયનની જેમ)અધોગતિને પ્રાપ્ત કરે છે. વિવેચન : આ સૂત્રમાં સામાન્યતયા મૈથુનસંજ્ઞાથી ઉત્પન્ન થનાર અનેક અનર્થોનો ઉલ્લેખ કર્યો છે અને વિશેષરૂપે પરસ્ત્રીગમનના દુષ્પરિણામ પ્રગટ કર્યા છે. માનવના મનમાં જ્યારે મૈથુનસંજ્ઞા તીવ્ર બને છે ત્યારે તેની મતિ વિપરીત થઈ જાય છે અને તેનો વિવેક, કર્તવ્ય-અકર્તવ્યનો બોધ નષ્ટ થઈ જાય છે. તે પોતાના હિતાહિતનો, ભવિષ્યમાં થનાર ભયાનક પરિણામોનો સમ્યક વિચાર કરવામાં અસમર્થ બની જાય છે. આ જ કારણથી તેને વિષયાંધ કહેલ છે. તે સમયે તેને પોતાના યશ, કુળ, શીલ આદિનો અંશમાત્ર પણ વિચાર હોતો નથી કહ્યું છે કે धर्म-शीलं कुलाचार, शौर्यं स्नेहं च मानवाः तावदेव ह्यपेक्षन्ते, यावन्न स्त्रीवशो भवेत् ॥ અર્થાત્ મનુષ્ય પોતાના ધર્મની, પોતાના શીલની, શૌર્ય અને સ્નેહની ત્યાં સુધી પરવાહ કરે છે જ્યાં સુધી તે સ્ત્રીને વશીભૂત થતા નથી. સૂત્રમાં વિલય વિસસ ૩જીપ"કહીને સ્ત્રીઓને વિષયરૂપી વિષની ઉદીરણા કરનાર કહેલ છે. આ કથન પુરુષવર્ગ પર પણ સમાન રૂપે લાગુ પડે છે અર્થાત્ પુરુષ સ્ત્રીજનોમાં વિષય-વિષની ઉદીરણા કરાવનાર હોય છે. આ કથનનો અભિપ્રાય એ છે કે જેમાં સ્ત્રીના દર્શન, સાનિધ્ય, સંસ્પર્શ, આદિ પુરુષની કામવાસનાના ઉદયમાં નિમિત્ત બને છે. તેમ પુરુષના દર્શન, સાનિધ્ય, સંસ્પર્શ આદિ સ્ત્રીઓની વાસનાની ઉદીરણામાં નિમિત્ત બને છે. સ્ત્રી અને પુરુષ બન્ને એક-બીજાની વાસના વૃદ્ધિમાં બાહ્ય નિમિત્ત કારણ બની શકે છે. ઉપાદાન કારણ પુરુષનો અથવા સ્ત્રીનો આત્મા સ્વયં જ છે. અંતરંગ કારણ વેદમોહનીય આદિનો ઉદય છે તથા બહિરંગ કારણ સ્ત્રી-પુરુષનું શરીર આદિ છે. બાહ્ય નિમિત્ત પ્રાપ્ત થતાં વેદમોહનીયની ઉદીરણા થાય છે. અબ્રહ્મચર્યનું ભયાનક ફળ :१४ मेहुणमूलं य सुव्वए तत्थ तत्थ वुत्तपुव्वा संगामा बहुजणक्खयकरा सीयाए दोवईए कए, रुप्पिणीए, पउमावईए, ताराए, कंचणाए, रत्तसुभदाए, अहिल्लियाए, सुवण्णगुलियाए, किण्णरीए, सुरूवविज्जुमईए, रोहिणीए य, अण्णेसु य एवमाइएसु बहवे महिलाकएसु सुव्वति अइक्कता संगामा गामधम्ममूला। अबभसेविणो इहलोए ताव गट्ठा, परलोए वि य णट्ठा महया मोहतिमिसंधयारे घोरे तसथावरसुहुमबायरेसु पज्जत्तमपज्जत्त-साहारणसरीरपत्तेयसरीरेसु य
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy