SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૧/અધ્યયન–૩ _ ભોગ-ઉપભોગના અન્ય સાધનોમાં સંતોષ ન થવો અને પરકીય વસ્તુઓમાં આસક્તિ રહેવી તે અદત્તાદાનના આચરણનું મૂળ કારણ છે. અસંતોષ અને તૃષ્ણાની આગ જેના હૃદયમાં પ્રજ્જવલિત છે તે વિપુલ સામગ્રી, ઐશ્વર્ય તેમજ ધનાદિ વિદ્યમાન હોવા છતાં પણ શાંતિનો અનુભવ કરી શકતા નથી. જેમ આગ લાકડાથી શાંત થતી નથી તેમ અસંતોષ અને તૃષ્ણાની આગ વસ્તુની પ્રાપ્તિ થવા છતાં શાંત થતી નથી પરંતુ વધતી જાય છે. નર તારો ત તો, તારા નોટો પવા જ્યાં લાભ થાય, ત્યાં લોભ થાય છે. લાભથી લોભની વૃદ્ધિ થાય છે. સર્વ પ્રકારે સાધન સંપન્ન રાજા પણ તેમાં અપવાદ નથી. તે અન્યના ધનની આસક્તિ અને તૃષ્ણાના કારણે, લોભાંધ બનીને મહાયુદ્ધ કરે છે. તેથી અદત્તાદાનનો ત્યાગ કરનારાઓએ પ્રાપ્ત સાધન સામગ્રીમાં સંતોષ રાખવો જોઈએ. યુદ્ધને માટે શસ્ત્રસજજ :| ५ | अवरे रणसीसलद्धलक्खा संगामंसि अइवयंति सण्णद्धबद्धपरियर-उप्पीलियचिधपट्ट गहियाउह-पहरणा माढिवर-वम्मगुडिया, आविद्धजालिया कवयकंकडइया उरसिरमुहबद्ध कंठतोणमाइयवरफलगरचियपहकर-सरहसखरचाव करकरंछिय-सुणिसिय-सरवरिसचडकरगमुयंत-घणचंडवेगधारा णिवायमग्गे अणेगधणुमंडलग्गसंधित-उच्छलियसत्तिकणग वामकरगहिय-खेडग णिम्मल णिक्किट्ठखग्ग पहरंत-कोत तोमर चक्क गया परसु मूसल-लंगल सूल लउल भिंडमालसब्बल पट्टिस चम्मेट्ठ दुघण मोट्ठिय मोग्गर वरफलिह जंत पत्थर दुहण तोण कुवेणी पीढकलिए ईलीपहरण मिलिमिलिमिलतखिप्पंत-विज्जुज्जल-विरचिय समप्पह णभतले फुडपहरणे महारणसंखभेरि-वरतूर-पउरपडुपडहाहयणिणायगंभीरणदिय पक्खुभिय विउलघोसे, हय गय रह जोह तुरिय पसरिय-रउद्धततमंधकार बहुले कायर णर णयण हिययवाउलकरे । ભાવાર્થ :- અન્ય કેટલાક રાજા યુદ્ધભૂમિમાં અગ્રિમ પંક્તિમાં લડીને વિજય પ્રાપ્ત કરનાર, કમર કસેલા, બખ્તર ધારણ કરેલા, અને વિશેષ પ્રકારના પરિચય સૂચક બિલ્લા મસ્તક પર બાંધેલા, અસ્ત્ર શસ્ત્રોને ધારણ કરેલા, પ્રતિપક્ષના પ્રહારથી બચવાને માટે ઢાલથી અને ઉત્તમ કવચથી શરીરને વેખિત કરેલા, લોખંડનું બખતર પહેરેલા, કવચ પર લોઢાના કાંટા લગાડેલા, વક્ષસ્થળની સાથે ઉર્ધ્વમુખી બાણોની થેલી કંઠમાં બાંધેલા, હાથમાં શસ્ત્ર અને ઢાલ લીધેલા, સૈન્ય દળની રણોચિત રચના કરેલા, કઠોર ધનુષને હાથમાં પકડેલા રાજાઓ યુદ્ધમાં ઉતરે છે. હર્ષયુક્ત હાથથી બાણોને ખેંચીને પ્રચંડ વેગથી છોડવામાં આવેલા બાણોના મૂશળધાર વરસાદથી માર્ગ રોકાઈ ગયેલ છે એવા યુદ્ધમાં અનેક ધનુષ્યો, બે ધારી તલવારો, ફેંકવાને માટે કાઢેલા ત્રિશૂલો, બાણો, ડાબા હાથમાં પકડેલ ઢાલો, મ્યાનથી કાઢેલી ચમકતી તલવારો, પ્રહાર કરતા ભાલાઓ, તોમર નામના શસ્ત્રો, ચક્ર, ગદાઓ, કુહાડીઓ, મૂસલો, હળો, શૂળો,
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy