SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૪ ] શ્રી પ્રશ્નવ્યાકરણ 2 વિવેચન : આ સૂત્રમાં ચોરી કરનારા કેવી શ્રેણિના હોય છે તે કેવી કેવી રીતે ચોરી કરે છે, તેનું નિરૂપણ કર્યું છે. કોઈ છુપાઈને ચોરી કરે છે તો કોઈ સામેથી પ્રહાર કરીને આક્રમણ કરે છે; કોઈ વશીકરણ મંત્ર આદિનો પ્રયોગ કરીને બીજાઓને લૂંટે છે તો કોઈ ગાય, ભેંસ, બળદ, ઊંટ, ઘોડા આદિ પશુઓનું હરણ કરે છે. ઉપરાંત સ્ત્રીઓ અને પુરુષોનું પણ અપહરણ કરે છે. કોઈ પથિકોને લૂંટે છે, તો કોઈ રાજ્યના ખજાનાને લૂંટે છે. આધુનિક કાળમાં બેંક આદિને પણ શસ્ત્રોના બળથી લૂંટી લે છે. તાત્પર્ય એ છે કે પ્રાચીન કાળમાં પ્રચલિત શાસ્ત્રોક્ત ચોરી, લૂંટ, અપહરણ આદિ અધતન કાળમાં પણ પ્રચલિત છે, લોક પ્રસિદ્ધ છે તેની વ્યાખ્યા કરવી આવશ્યક નથી. લંડરવર :- ચોર, લુંટારા વગેરેના પાઠની વચ્ચે આ શબ્દ છે. આ સૂત્રમાં વિવિધ પ્રકારના ચોરોના જ નામ કહ્યા છે. તેની વચ્ચે આ હડક૭ શબ્દ છે. તેનો કોઈ પ્રાસંગિક અર્થ થાય તેમ નથી. માટે ક્યારેક લિપિદોષથી તે શબ્દનો આ સૂત્રમાં પ્રવેશ થયો હોય એવી સંભાવના થાય છે. પરંતુ ટીકાકાર શ્રી અભયદેવ સૂરીએ આ શબ્દને રાખીને કોટવાલ અર્થ કર્યો છે તેનું અનુસરણ કરી પ્રસ્તુત સંસ્કરણમાં મૂળપાઠ અને અર્થ કર્યો છે. અદત્તાદાનનું મૂળ - અસંતોષ :| ४ विउलबलपरिग्गहा य बहवे रायाणो परधणम्मि गिद्धा सए व दव्वे असंतुट्ठा परविसए अभिहणंति ते लुद्धा परधणस्स कज्जे चउरंगविभत्त-बलसमग्गा णिच्छिय वर-जोहजुद्धसद्धिय अहमहमितिदप्पिएहिं सेण्णेहिं संपरिवुडा पउम-सगड सूइ चक्क-सागर-गरुलवूहाइएहिं अणिएहिं उत्थरता अभिभूय हरंति परधणाई। ભાવાર્થ - વિપુલબલ સેના અને પરિગ્રહ-ધનાદિ સંપતિ અથવા પરિવાર સંપન્ન અનેક રાજા પોતાના દ્રવ્યથી સંતોષ ન પામતા, બીજાના ધનમાં આસક્ત બની બીજા રાજાઓના દેશ, પ્રદેશ પર આક્રમણ કરે છે. તે લોભીરાજા બીજાના ધનાદિને હડપ કરવાના ઉદ્દેશથી રથસેના, ગજસેના, અશ્વસેના અને પાયદલસેના આ પ્રકારે ચતુરંગિણી સેનાની સાથે અભિયાન કરે છે. તે દઢ નિશ્ચયવાળા, શ્રેષ્ઠ યોદ્ધાઓથી તથા "હું પહેલા લડીશ" તેવા અભિમાની સૈનિકોથી ઘેરાયેલા હોય છે, તે કમલપત્રના આકારના પદ્મપત્ર વ્યુહ, બળદગાડીના આકારના શકટટ્યૂહ, સોયના આકારના શૂચીલૂહ, ચક્રના આકારના ચક્રવ્યુહ, સમુદ્રના આકારના સાગર ઘૂહ, ગરુડ આકારના ગરુડબૃહ, આવી વિવિધ પ્રકારની વ્યુહરચનાવાળી સેના દ્વારા વિરોધી રાજાની સેનાને ઘેરી લે છે અર્થાતુ પોતાની વિશાળ સેનાથી વિપક્ષી સેનાને ઘેરી લઈ, તેને પરાજિત કરી ધન સંપતિનું હરણ કરી લે છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં અદત્તાદાનનું મૂળ કારણ અસંતોષ છે, તે સ્પષ્ટ કર્યુ છે. પ્રાપ્ત ધન સંપતિ તથા
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy