SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ર | શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર દુર્ગતિ–પતનમાં વૃદ્ધિ કરનાર, ભવ, પુનર્ભવ, વારંવાર જન્મ, મરણ કરાવનાર, ચિરકાળથી પરિચિત, આત્માની સાથે લાગેલું, જીવોને અનુગત–અનુસરનાર અને પરિણામમાં દારુણ અને અંતે દુઃખદાયી છે. આ ત્રીજું અધર્મદ્વાર–અદત્તાદાન છે. વિવેચન : આશ્રવ દ્વારના કથનમાં અદત્તાદાનનું ત્રીજું સ્થાન છે. મૃષાવાદ અને અદત્તાદાનને ઘનિષ્ઠ સંબંધ છે. અદત્તાદાન લેનાર પ્રાયઃ અસત્ય ભાષણ કરે છે. શાસ્ત્રકારે આ સૂત્રમાં અદત્તાદાનનું સ્વરૂપ અને તેનાથી થતા અનર્થોનું દર્શન કરાવ્યું છે. અદત્તાદાન :- જે વસ્તુ વાસ્તવમાં આપણી નથી, પરાયી છે, તેને તેના માલિકની સ્વીકૃતિ અથવા અનુમતિ વિના લેવી, તે અદત્તાદાન કહેવાય છે. અદત્તાદાનના પ્રકાર :- આચાર્ય શ્રી અભયદેવ સૂરીએ ટીકામાં ચાર પ્રકારના અદત્તનું કથન કર્યું છે. સાનનીવાત્ત તિત્થરેખ તહેવ ય મુદં ા અદત્તાદાનના ચાર પ્રકાર છે. (૧) સ્વામી અદત્ત - સ્વામી-માલિકની આજ્ઞા વિના વસ્તુ લેવી તે. (૨) જીવ અદત્ત - જીવની આજ્ઞા વિના તેના પ્રાણોનું હરણ કરવું અથોતું તેની હિંસા કરવી. (૩) તીર્થંકર અદા :- તીર્થંકરની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું. (૪) ગુરુ અદત્ત - ગુરુની આજ્ઞાનો ભંગ કરવો. ગુરુને પૂછ્યા વિના કાર્ય કરવું તે. શ્રી ભગવતી સૂત્ર શતક–૧૬, ઉ.૨ માં પાંચ પ્રકારના અવગ્રહનું કથન છે. દેવ, ગુરુ, રાજા, ગાથાપતિ અને સાધર્મિક અવગ્રહ. આ પાંચ પ્રકારના અવગ્રહનું ઉલ્લંઘન કરવું તેને ચોરી કહે છે. આ અપેક્ષાએ અદત્તાદાનના પાંચ પ્રકાર થાય છે. જે વસ્તુને ગ્રહણ કરવી લોકમાં ચોરી કહેવાય, રાજ્ય શાસન તરફથી દંડ મળે તેવી વસ્તુના ગ્રહણને સ્થૂલ અદત્તાદાન કહે છે. મહાવ્રતી સાધુ સર્વ પ્રકારના અદત્તના ત્યાગી હોય છે. તે તુચ્છ વસ્તુ પણ આજ્ઞા વિના ગ્રહણ કરતા નથી જ્યારે ગૃહસ્થ-શ્રાવકો સ્થૂલ અદત્તાદાનનો ત્યાગ કરે છે. અદત્તાદાનથી થતા અનર્થો – અદત્તાદાન તે અનાર્યકર્મ છે, સત્ પુરુષો દ્વારા નિંદિત છે, મિત્રોમાં શત્રુતા ઉત્પન્ન કરે છે. અનેક પ્રકારના વેર-ઝેર અશાંતિ ઉત્પન્ન કરે છે. તેના પરિણામે જીવ અધોગતિનો યાત્રી બને છે. અદત્તાદાનના ૩૦ નામ : २ तस्स य णामाणि गोण्णाणि होति तीसं, तं जहा- चोरिक्कं, परहडं, अदत्तं, कूरिकडं, परलाभो, असंजमो, परधणम्मि गेही, लोलिक्कं, तक्करत्तणं त्ति य, अवहारो, हत्थलहुत्तणं, पावकम्मकरणं, तेणिक्कं, हरणविप्पणासो, आदियणा, लुंपणा धणाणं, अपच्चओ, अवीलो, अक्खेवो, खेवो, विक्खेवो, कूडया, कुलमसी
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy