SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૧/અધ્યયન-૩ _ ૭૧ | ત્રીજું અધ્યયન . અદત્તાદાના અદત્તાદાનનું સ્વરૂપ :3 નંબૂ તફર ઇિUIકાળ દર-બ-રમિય-વસ્તુ-તાલ-પર-તિअभेज्ज-लोभ-मूलं कालविसमसंसियं अहोऽच्छिण्ण तण्हपत्थाण-पत्थो- इमइयं अकित्तिकरणं अण्णज्ज छिद्दमंतर-विहुर-वसण-मग्गण-उस्सव मत्तप्पमत्त पसुत्त-वंचणक्खिवण-घायणपरं अणिहुयपरिणामंतक्कर- जणबहुमयं अकलुणं रायपुरिस-रक्खियं सया साहु-गरहणिज्जं पियजण-मित्तजण-भेय-विप्पिइकारगं रागदोसबहुलं पुणो य उप्पूरसमरसंगामडमर-कलिकलहवेहकरणं दुग्गइविणिवा य वड्डणं भवपुणब्भवकर चिरपरिचिय मणुगयं दुरतं । तइयं अहम्मदारं । ભાવાર્થ -શ્રી સુધર્માસ્વામીએ પોતાના શિષ્ય જેબૂસ્વામીને કહ્યું- હે જંબૂ!ત્રીજું અધર્મદ્વાર અદત્તાદાન છે. આ અદત્તાદાન બીજાના પદાર્થના હરણરૂપ છે. હૃદયને બાળનારું છે. મરણ અને ભયરૂપ અથવા મરણના ભયરૂપ છે. પાપમય હોવાથી કલુષિત અને ત્રાસજનક છે. બીજાના ધન આદિમાં આસક્તિ અને લોભ જ તેનું મૂળ છે. વિષમકાળ = અર્ધરાત અને વિષમસ્થાન–પર્વત, સઘન વન આદિ સ્થાનોને આશ્રિત છે અર્થાત્ ચોરી કરનારા વિષમકાળ અને વિષમદેશની શોધમાં રહે છે. જેની વિષયવાસના નષ્ટ થઈ નથી એવા લોકો જ અધોગતિમાં લઈ જનારી બુદ્ધિ દ્વારા આ અદત્તાદાનમાં પ્રવૃત્ત થાય છે. અદત્તાદાન અપયશનું કારણ છે, અનાર્ય પુરુષો દ્વારા આચરિત છે. વિપત્તિને શોધનાર તે ચોર છિદ્ર—ઘરનું પ્રવેશદ્વાર, અંતર–ચોરીને અનુકુળ સમય, વિધુર–ચોરીથી થતા કષ્ટની પ્રાપ્તિરૂપ આપત્તિ, વ્યસન-રાજાદિ દ્વારા કરાયેલ ઉપદ્રવોની માર્ગણા–શોધને માટે તૈયાર રહે છે. ઉત્સવોના અવસરે મદિરા આદિના નશામાં બેભાન, અસાવધાન તથા સૂતેલા મનુષ્યને ઠગવા માટે, આક્ષેપણ–મંત્ર, ઔષધિ દ્વારા ચિત્તમાં વ્યાકુળતા ઉત્પન્ન કરવા માટે અને ઘાત કરવા માટે તત્પર રહે છે. આ ચૌર્યકર્મ અશાંત પરિણામવાળા ચોરો દ્વારા બહુમત–અત્યંત માન્ય છે. આ કરુણાહીન કૃત્ય નિર્દયતાથી પરિપૂર્ણ છે. ચૌર્યકર્મ રાજપુરુષો દ્વારા રોકવામાં આવે છે. તે હંમેશાં પુરુષો દ્વારા નિંદિત છે. પ્રિયજનો તથા મિત્રજનોમાં(પરસ્પર) ફૂટ તથા અપ્રીતિ ઉત્પન્ન કરનાર છે. રાગ અને દ્વેષની બહુલતાવાળું છે. તે બહુલતાથી મનુષ્યોનો નાશ કરનાર સંગ્રામો, ડમરો-સ્વચક્ર પરચક્ર સંબંધી વિપ્લવો, લડાઈ-ઝગડાં, તકરારો અને પશ્ચાત્તાપનું કારણ છે.
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy