SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અંતગડ સૂત્ર કૂર ચક્રો ગતિમાન કર્યા. જરાસંધના આવા ક્રૂર આતંકથી સમસ્ત યાદવો ત્રાસી ગયા. કૃષ્ણની "વાસુદેવ" તરીકેની કાળલબ્ધિ ક્ષેત્ર કે સમયથી હજુ પરિપક્વ થઈ ન હતી. તેથી કૌષ્ટ્રકી નિમિત્તકના નિમિત્તજ્ઞાનના આધારે યાદવો શૌર્યપુર નગર છોડીને સૌરાષ્ટ્રના સમુદ્રતટે પહોંચ્યા, જ્યાં સત્યભામાએ જોડકા પુત્રોને જન્મ આપ્યો. નિમિત્તજ્ઞાન પ્રમાણે તે સમુદ્રતટને નગરી યોગ્ય સુરક્ષિત સ્થાન જાણી, કૃષ્ણ મહારાજે અઠ્ઠમતપ આરાધી વૈશ્રમણ કુબેરદેવને પ્રસન્ન કર્યા. કૃષ્ણ મહારાજે નવી નગરી વસાવવાનું નિવેદન કર્યું. ત્યારે ધનપતિ કુબેરે આભિયોગિક દેવોની મદદથી અત્યંત શીવ્રતાપૂર્વક દિવ્ય દેવબુદ્ધિ દ્વારા(દેવ યોજનાનુસાર) નૂતન નગરીનું નિર્માણ કર્યું. આ દ્વારકા નગરીને સૂત્રકારે અજાપુરા સાસ અર્થાત્ અલકાપુરી સમાન કહી છે. "અલકાપુરી" વૈશ્રમણ કુબેરની નગરીનું નામ છે. તે દેવ નગરી હોવાથી અત્યંત અદ્વિતીય સૌંદર્યયુક્ત છે. કુબેરે પોતાની નગરીની તમામ વિશેષતાઓ દ્વારકા નગરીમાં ઉતારી હતી. એની બનાવટ–સજાવટમાં ક્યાંય ખામી રાખી નહોતી. તેથી જ દ્વારકાને કુબેરની નગરી સાથે સરખાવી કે ઉપમિત કરી છે તે ઉચિત જ છે. પાસાવા આદિ ચાર વિશેષણોનો અર્થ આ પ્રમાણે કર્યો છે. (૧) પાતાલીયા- હૃદયમાં આનંદ-પ્રમોદ-પ્રસન્નતા ઉત્પન્ન કરે એવી નગરી. (૨) રિધિજે નગરીને જોયા પછી આંખો થાકે નહીં તથા જેને નિરંતર જોવાની ઈચ્છા થયા કરે એવી નગરી. (૩) હવા- જે નગરીની દીવાલો ઉપર રાજહંસ, ચક્રવાક, સારસ, હાથી, મહિષ, મૃગાદિ તથા જળમાં વિચરતાં મગરમચ્છાદિ જલીય પ્રાણીઓના સુંદર ચિત્રો ચિત્રિત કર્યા હોય એવી નગરી. (૪) પડિવાજે નગરીને જ્યારે જ્યારે જુઓ ત્યારે તેમાં જોનારને કંઈકને કંઈક નવીનતા પ્રતિભાસિત થાય એવી નગરી. શ્રી કૃષ્ણ વાસુદેવની રાજસંપદા :|६ तत्थ णं बारवईए णयरीए कण्हे णामं वासुदेवे राया परिवसइ । से णं तत्थ समुद्दविजयपामोक्खाणं दसण्हं दसाराणं बलदेवपामोक्खाणं पंचण्हं महावीराणं, पज्जुण्णपामोक्खाणं अधुट्ठाणं कुमारकोडीणं, संबपामोक्खाणं सट्ठीए दुइंतसाहस्सीणं, महासेणपामोक्खाणं छप्पण्णाए बलवग्गसाहस्सीणं वीरसेणपामोक्खाणं एगवीसाए वीरसाहस्सीणं । उग्गसेणपामोक्खाणं सोलसण्हं रायसाहस्सीणं, रुप्पिणी पामोक्खाणं सोलसण्हं देविसाहस्सीणं अणंगसेणा- पामोक्खाणं अणेगाणं गणिया साहस्सीणं, अण्णेसिं च बहूणं, ईसर तलवर माडबिय- कोडुबिय इब्भ-सेट्ठिसेणावइ सत्थवाहाणं बारवईए णयरीए अद्धभरहस्स य समंतस्स आहेवच्चं पोरेवच्चं
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy