SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ | વર્ગ ૧ /અધ્ય.૧. ભાવાર્થ :- હે ભંતે ! મોક્ષ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આઠમા અંગ અંતગડદશાના પ્રથમ વર્ગના દસ અધ્યયન ફરમાવ્યા છે. તો પ્રથમ વર્ગના પ્રથમ અધ્યયનનો ભગવાને શું ભાવ (અર્થ) ફરમાવ્યો છે? જેબ ! તે કાલે, તે સમયે દ્વારકા નામની નગરી હતી. તે બાર યોજન લાંબી, ૯ યોજન પહોળી, ધનપતિ વૈશ્રમણ દેવ કુબેરની બુદ્ધિ કૌશલ્યથી નિર્મિત (બનાવાયેલી), સુવર્ણ કોટથી યુક્ત, પંચવર્ણા અનેકવિધ મણિઓ જડિત, કાંગરાઓથી સુશોભિત હતી અને કુબેરની નગરી અલકાપુરી જેવી, આમોદ, પ્રમોદ અને ક્રીડાના સ્થાનરૂપ, સાક્ષાત્ દેવલોક સમાન ચિત્તને પ્રસન્ન કરનારી, દર્શનીય, અભિરૂ૫. પ્રતિરૂપ હતી. તે દ્વારકા નગરીની બહાર ઉત્તરપૂર્વ (ઈશાન) ખુણામાં રૈવતક નામનો પર્વત હતો. તે પર્વત પર નંદનવન નામનું ઉદ્યાન હતું. તેનું વર્ણન ઔપપાતિક સૂત્રવત્ જાણવું. તે ઉદ્યાન અનેકવિધ વૃક્ષોના સમુદાયથી યુક્ત હતું. જેની મધ્યમાં એક સુંદર અશોકવૃક્ષ હતું, આ પ્રકારના વનખંડથી ઘેરાયેલું, અતિ પ્રાચીન સૂરપ્રિય નામના યક્ષનું યક્ષાયતન હતું. વિવેચન : પ્રથમના ચાર સૂત્રો ભૂમિકારૂપે હતા. હવે પાંચમાં સૂત્રથી અંતગડ સૂત્રના કથાવિષયનો પ્રારંભ થાય છે. સૌ પ્રથમ અંતગડ સૂત્રના ચરિત્રનાયક ગૌતમકુમાર છે. અહીં દ્વારકા નગરી માટે વારંવ સંસ્કૃત રૂપ તારવતી શબ્દનો પ્રયોગ થયો છે. બારવઈ– દ્વારવતી કે દ્વારકા ત્રણે એક જ નગરીના બોધક છે. વાવ– આ નગરીના દરવાજા અતિશય મોટા-વિશાળ હોવાના કારણે તેનું નામ 'બારવઈ' રાખવામાં આવ્યું તથા બારવઈ એટલે જે નગરીના બાર પતિ હતા. (દશ દશાઈ તથા બળદેવ અને કૃષ્ણ વાસુદેવ). તેથી પણ તેનું નામ બારવઈ પડ્યું. સમય જતા તે જ બારવઈ "દ્વારકા"ના નામે પ્રસિદ્ધ થઈ. યુવાનનો યાયામ- દ્વારકા નગરી બાર યોજન લાંબી અને નવ યોજન પહોળી હતી. અહીં યોજનનું માપ "આત્માંગુલથી" સમજવું. દરેક કાળના મનુષ્યોના પોતાના અંગુલને "આત્માંગુલ" કહે છે. અંગુલનું વર્ણન અનુયોગદ્વાર સૂત્રથી સમજવું. ૯૬ અંગુલનો એક ધનુષ થાય. બે હજાર ધનુષનો એક ગાઉ અને ચાર ગાઉનો એક યોજન થાય. ૧૨ યોજન = ૪૮ ગાઉ (૧૪૪ કિ.મી.) લાંબી તથા ૯ યોજન = ૩૬ ગાઉ (૧૦૮ કિ.મી.) પહોળી થાય. ધવ-મ-ળાવ :- દેવ દ્વારા નગરીનું નિર્માણ- જૈન દર્શનમાં ૨૩ ઉત્તમ પદવીમાં બે પદવી પ્રતિવાસુદેવ અને વાસુદેવની પણ છે. તે સમયે જરાસંધ પ્રતિવાસુદેવ હતા અને કૃષ્ણ મહારાજ વાસુદેવ હતા. જરાસંધને નિમિત્તક દ્વારા ખબર પડી કે પોતાનું મૃત્યુ કૃષ્ણના હાથે છે ત્યારે મૃત્યુની મહાસત્તાને જીતવા ત્રિખંડાધિપતિ જરાસંધે કૃષ્ણને મારી નાખવા તથા સમસ્ત યાદવ વંશનો નાશ કરવા સત્તાના અનેક
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy