SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧રર | શ્રી અંતગડ સૂત્ર अपरिभूए । तए णं से सुदंसणे समणोवासए यावि होत्था-अभिगयजीवाजीवे ૩વન- પુખપાવે, સારંવ-સંવર_ fxર-વિરિયાદિકરા-વંધमोक्खकुसले , असहेज्जदेवा-सुर-णाग-सुवण्ण-जक्ख-रक्खस किण्णर-किंपुरिस- गरुल-गंधव्व-महोरगाइएहिं देवगणेहिं णिग्गंथाओ पावयणाओ अणइक्क- मणिज्जे, णिग्गंथे पावयणे णिस्सकिए णिक्कंखिए णिव्वितिगिच्छे, लद्धडे, गहियढे, पुच्छियढे, अहिगयढे, विणिच्छियढे, अट्ठिमिंज पेमाणुरागरत्ते । अयमाउसो ! णिग्गंथे पावयणे अटे, अयं परमटे, सेसे अणटे, उसियफलिहे अवंगुयदुवारे, चियत्तंतेउर परघरदारप्पवेसे, बहुहिं सीलव्वय-गुणवेरमण- पच्चक्खाण- पोसहोप-वासेहिं चाउद्दस्सट्ठमुद्दिट्ठपुण्णमासिणीसु पडिपुण्णं पोसह सम्म अणुपालेमाणे समणे णिग्गंथे फासुए सणिज्जेणं असण पाण-खाइम-साइमेणं वत्थ-पडिग्गह-कंबल- पायपुंछणेणं पीढ-फलग- सिज्जा-संथारएणं ओसह- भेसज्जेण य पडिलाभेमाणे अहापरिग्गहि- एहिं तवोकम्मेहिं अप्पाणं भावेमाणे विहरइ । ભાવાર્થ:- તે રાજગૃહ નગરમાં સુદર્શન નામના ઋદ્ધિસંપન્ન યાવતું આત્મનિર્ભર શ્રેષ્ઠી રહેતા હતા. તેઓ શ્રમણોપાસક હતા, તે જીવાજીવાદિ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, કર્મબંધનની કારણભૂત પચ્ચીસ ક્રિયાઓ, અધિકરણ (કર્મબંધના સાધનો), બંધ તથા મોક્ષાદિ નવ તત્ત્વોના જ્ઞાતા, નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધાથી દેવ, અસુર, સુપર્ણ, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંપુરુષ, ગરુડ, ગંધર્વ, મહોરગાદિ દેવો દ્વારા પણ અવિચલિત, નિગ્રંથ પ્રવચનમાં દઢ શ્રદ્ધાવાન, શંકા, કંખા, વિતિગિચ્છા(કરણીના ફળમાં સંદેહ) આદિ રહિત હતા. તેઓએ શાસ્ત્રના પરમાર્થને સમજી લીધો હતો. રહસ્યો આદિની ધારણા કરેલા, સંદેહજનક સ્થાનોનું પૂછીને સમાધાન કરેલા, જ્ઞાનપ્રાપ્ત, વિશેષ નિર્ણય પ્રાપ્ત, સુદર્શન શ્રાવકના હાડ અને મજ્જા સર્વજ્ઞ દેવના અનુરાગથી અનુરંજિત હતા. તેઓ દઢતાપૂર્વક માનતા કે નિગ્રંથ પ્રવચન જ સત્ય છે, પરમાર્થ છે, પરમ સત્ય છે. તે સિવાયનું બધું અનર્થ(અસત્યરૂ૫) છે. તેમની ઉદારતા એવી હતી કે હંમેશાં તેમના ભવનના દરવાજા સર્વના માટે ખુલ્લા જ રહેતા. તેમનો કોઈ પણ ઘર કે અંતઃપુરનો પ્રવેશ પ્રિયકારી, પ્રીતિકારી હતો. શીલવ્રત, ગુણવ્રત, વિરમણ વ્રત, પ્રત્યાખ્યાન, પૌષધ, ઉપવાસ આદિનું પાલન કરતા. ચતુર્દશી, અષ્ટમી, અમાવસ્યા અને પૂર્ણિમાના દિને પરિપૂર્ણ પૌષધના કરનારા, શ્રમણોને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર આદિ ૧૪ પ્રકારના દાનથી પ્રતિલાભિત કરતા, તપસ્યાથી આત્માને ભાવિત કરતા, અનેક ગુણોથી યુક્ત આદર્શ શ્રમણોપાસક(શ્રાવક–ગૃહસ્થોનું જીવન જીવતા હતા. વિવેચન : આદર્શ ગૃહસ્થ જીવનના સુંદરતમ પાસાઓનું વર્ણન આ સુત્રમાં છે. આચારની ઈમારતનો પાયો જ્ઞાન છે અને જ્ઞાનના પાયા પર ચણાયેલી આચારની ઈમારત ગમે તેવા વાવાઝોડામાં અડિખમ ઊભી
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy