SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ગ ૬/અધ્ય. ૩ અર્જુનમાળીએ એક હજાર પલ લોખંડનો મુદ્ગર લઈ બંધુમતી સહિત તે છ એ ગોષ્ઠિક પુરુષોને મારી નાંખ્યા. આ પ્રમાણે મુદ્ગરપાણિ યક્ષથી આવિષ્ટ અર્જુનમાળી રાજગૃહ નગરની બહારની સીમા આસપાસ ચારે તરફ છ પુરુષ અને એક સ્ત્રીની કુલ સાત જીવોની પ્રતિદિન ઘાત કરતો ફરવા લાગ્યો. શ્રેણિક મહારાજની ઘોષણા : ૧૨૧ ६ तए णं रायगिहे णयरे सिंघाडग तिग- चउक्क - चच्चर - चउम्मुह महापहपहेसु बहुजणो अण्णमण्णस्स एवमाइक्खइ एवं भासेइ एवं पण्णवेइ ए वं परूवेइ- एवं खलु देवाणुप्पिया ! अज्जुणए मालागारे मोग्गरपाणिणा अण्णाइट्ठे समाणे रायगिहे णयरे बहिया इत्थिसत्तमे छ पुरिसे घाएमाणे घाए माणे विहरइ | तए णं से सेणिए राया इमीसे कहाए लद्धट्ठे समाणे कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी - एवं खलु देवाणुप्पिया ! अज्जुणए मालागारे जाव घाएमाणे घाएमाणे विहरइ । तं मा णं तुब्भे केइ कट्ठस्स वा तणस्स वा पाणियस्स वा पुप्फफलाणं वा अट्ठाए सइरं णिग्गछह । मा णं तस्स सरीरयस्स वावत्ती भविस्सइ त्ति कट्टु दोच्चं पि तच्चं पि घोसणयं घोसेह, घोसेत्ता खिप्पामेव ममेयं आणत्तियं पच्चप्पिणह । तए णं से कोडुंबियपुरिसा जाव पच्चप्पिणंति । ભાવાર્થ:- તે સમયે રાજગૃહ નગરના શ્રૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચઉમુખ રાજમાર્ગાદિ સર્વ સ્થળે લોકો પરસ્પર એક બીજાને આ પ્રમાણે કહેવા લાગ્યા– હે દેવાનુપ્રિય ! અર્જુનમાળી મુદ્ગરપાણિ યક્ષથી આવિષ્ટ થઈ રાજગૃહી નગરીની બહાર હંમેશાં છ પુરુષો અને એક સ્ત્રી આમ સાત વ્યક્તિઓની ઘાત કરતો ફરી રહ્યો છે. આ સમાચાર શ્રેણિક રાજાને મળવા ૫૨ તેઓએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિયો ! અર્જુનમાળી હંમેશાં સાત વ્યક્તિઓની ઘાત કરી રહ્યો છે. તેથી તમે મારી આજ્ઞાને આખા નગરમાં ઘોષણા કરી જાહેર કરો કે કોઈ પણ ઘાસ, લાકડા, પાણી કે ફળફૂલ અદિ માટે રાજગૃહ નગરની બહાર ન નીકળે. રખેને અર્જુનમાળીના હાથે મૃત્યુ પામે. હે દેવાનુપ્રિયો ! મારી આ આજ્ઞાને બે વાર ત્રણવાર ઘોષિત કરી મને પુનઃ સૂચના આપો. કૌટુંબિક પુરુષોએ રાજાજ્ઞા પ્રમાણે આખા રાજગૃહ નગરમાં ઘોષણા કરી, રાજાજ્ઞા રાજાને પાછી સોંપી. શ્રાવકરત્ન સુદર્શન શ્રેષ્ઠી : ७ तत्थ णं रायगिहे णयरे सुदंसणे णामं सेट्ठी परिवसइ-अड्ढे जाव
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy