SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ | શ્રી અંતગડ સૂત્ર | કિનારે બજારમાં બેસી આજીવિકા માટે ફૂલ વેચતો હતો અને આ રીતે પોતાનું જીવન સુખપૂર્વક વીતાવતો હતો. વિવેચન : આ સૂત્રમાં અર્જુનમાળીની ભક્તિ તથા દિનચર્યાનું વર્ણન છે. અનાદિનું આ લોકમાનસ અને આર્યસંસ્કૃતિ છે કે પોતાની વસ્તુમાંથી ઉત્તમમાં ઉત્તમ વસ્તુ ધર્મતત્ત્વના ચરણે ધરવી પછી તે દેવ હોય કે ગુરુ. પછિપારું પછિ અને પિટલ્ટ આ બે સમાનાર્થી શબ્દનો પ્રયોગ બહુવચન માટે છે. પચ્છિ એ દેશીય ભાષાનો શબ્દ છે. જેનો અર્થ નાની છાબડી થાય છે અને પિટક શબ્દ પણ પટારીનો બોધક છે. આમ બંને ભેગા કરો તો અનેક નાની છાબડીઓ એવો અર્થ થાય છે. લલિતા ટોળી :| ३ तत्थ णं रायगिहे णयरे ललिया णामं गोट्ठी परिवसइ-अड्डा जाव अपरिभूया जं कयसुकया यावि होत्था । तए णं रायगिहे णयरे अण्णया कयाइ पमोदे घुढे यावि होत्था । तए णं से अज्जुणए मालागारे कल्लं पभूयतराएहिं पुप्फेहिं कज्ज इति कटु पच्चूसकालसमयंसि बंधुमईए भारियाए सद्धिं पच्छिपिडयाइं गेण्हइ, गेण्हित्ता सयाओ गिहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता रायगिह णयरं मज्झमझेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव पुप्फारामे तेणेव उवागच्छइ, उवागच्छित्ता बंधुमईए भारियाए सद्धिं पुप्फच्चयं करेइ । तए णं तीसे ललियाए गोट्ठीए छ गोटिल्ला पुरिसा जेणेव मोग्गरपाणिस्स जक्खस्स जक्खाययणे तेणेव उवागया अभिरममाणा चिट्ठति । ભાવાર્થ:- તે રાજગૃહ નગરમાં "લલિતા" નામની સમૃદ્ધ અને અપરાભૂત મિત્રમંડળી હતી. રાજાનું કોઈ એક ઈચ્છિત કાર્ય કરી આપવાના કારણે રાજા તરફથી અભયદાન મેળવેલી આ મંડળી સ્વચ્છંદી બની ગઈ હતી. તેના કાર્યને કોઈ રોકનાર ન હતું. એક દિવસ રાજગૃહમાં સાર્વજનિક ઉત્સવની ઘોષણા થઈ. અર્જુન માળીએ વિચાર્યું કે આવતી કાલે ઉત્સવમાં પુષ્પ વિક્રય અધિક થશે. તેથી તે સવારે વહેલો ઊઠ્યો અને પોતાની પત્ની બંધુમતીની સાથે અનેક છાબડીઓ લઈને નીકળ્યો. રાજગૃહ નગરમાં પસાર થતો તે પોતાની પુષ્પવાડી(પુષ્પારામ–ઉધાન)માં આવ્યો. આવીને બંધુમતી સાથે ફૂલો ચૂંટવા લાગ્યો. તે સમયે પૂર્વોક્ત "લલિતાટોળી"ના છ મિત્રો અગરપાણિ યક્ષના મંદિરમાં આવી આમોદ પ્રમોદ કરવા લાગ્યા. વિવેચન : લલિતાટોળીનું આ સૂત્રમાં કથન છે. લલિતાટોળીનો અર્થ છે ઉશ્રુંખલ યુવાનોની ટોળી. સમૃદ્ધ
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy