SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ગ ૬ |અધ્ય. ૩ ૧૧૭ વિવેચન : આ અધ્યયનનું મુખ્યપાત્ર અર્જુનમાળી છે. તેના જીવનમાં બે વ્યક્તિ મુખ્ય ભાગ ભજવે છે. (૧) તેમાં એક અર્જુનમાળીના શાંત, સ્થિર અને સુખમય જીવનમાં તોફાન ખડું કરી દે છે, તેનું નામ છે અર્જુન માળીનો આરાધ્ય દેવ મુદ્ગરપાણિ યક્ષ અને (૨) બીજા, તોફાને ચઢેલી તેની જીવન નાવડી શાંત કરી એક સુદઢ કિનારે પહોંચાડવાનું કામ કરે છે શ્રમણોપાસક સુદર્શન શ્રેષ્ઠી. અર્જુનના બાહ્માભ્યાંતર જીવન પરિવર્તનનું મુખ્ય નિમિત્ત મુદ્ગરપાણિ યક્ષ હોવાથી આ અધ્યયનનું નામ મોન્ગરપાણિ રાખવામાં આવ્યું છે. આ એક રહસ્યમય વિરલ ઘટના છે. યક્ષના "પાણિ" એટલે હાથમાં એક હજાર પલનું ભારે મુદ્ગર(શસ્ત્ર વિશેષ) હોવાથી તે મંદિર મુદ્ગરપાણિયક્ષ તરીકે જ ઓળખાતું. પત્ત્તસહસંખિળ આ મુદ્ગરનું વજન છે. એટલે કે જેનું નિર્માણ એક હજાર પલ ભાર લોખંડથી કરવામાં આવ્યું હતું. 'પલ'ના અહીં વિવિધ અર્થો મળે છે. (૧) એક પલ = બે કર્ષ પ્રમાણ(એક કર્ષ દશ માસાનો હોય છે) વૈષમ્યા પણં પ્રોક્ત્ત: સ્વાશમાજ: (શાદ્ાધર સંહિતા) આ પ્રમાણે ૨૦ માસાનો એક પલ થાય છે. (૨) ચાર તોલાનો એક પલ થાય છે. (પ્રાકૃત શબ્દમહાર્ણવ) અસ્તુ, ચાર તોલાનો એક પલ માનીએ તો યક્ષના હાથમાં ૧ મણ, ૧૦ શેરનું વિશાળ મુદ્ગર હતું. (૩) અન્ય પ્રકારે એની વ્યાખ્યા છે– આજના પાંચ રૂપિયાના ભાર બરાબર એક પલ થાય છે. ૧૬ પલનો એક શેર થાય. આ ગણત્રીએ એક હજાર પલના સાડા બાસઠ શેર થાય છે. તદ્નુસાર લગભગ ૫૭ (સત્તાવન) કિલો થાય. અર્જુનમાળીનો દૈનિક ક્રમ : २ तए णं से अज्जुणए मालागारे बालप्पभिरं चेव मोग्गरपाणि जक्खभत्ते यावि होत्था । कल्लाकल्लि पच्छियपिडगाई गेण्हइ गेण्हित्ता रायगिहाओ णयराओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव पुप्फारामे तेणेव उवागच्छइ, उवागच्छित्ता पुप्फुच्चयं करेइ, करेत्ता अग्गा वराइं पुप्फाइं गहाय, जेणेव मोग्गरपाणिस्स जक्खस्स जक्खाययणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता मोग्गरपाणिस्स जक्खस्स महरिहं पुप्फच्चणं करेइ, करेत्ता जाणुपायपडिए पणामं करेइ, तओ पच्छा रायमग्गंसि वित्तिं कप्पेमाणे विहरइ । ભાવાર્થ:અર્જુનમાળી બચપણથી મુદ્ગરપાણિ યક્ષનો ઉપાસક હતો. હંમેશાં વાંસની છાબડી લઈ રાજગૃહીથી નીકળી પોતાના બગીચે જતો અને ફૂલોને ચૂંટી ચૂંટીને એકત્રિત કરતો હતો. ત્યાર પછી તે ચૂંટેલા ફૂલોમાંથી ઉત્તમ-ઉત્તમ ફૂલો લઈ મુગરપાણિ યક્ષના મંદિરે જતો અને મુદ્ગરપાણિ યક્ષની ઉત્તમ ફૂલો દ્વારા પૂજા અર્ચના કરી, ભૂમિ પર બંને ગોઠણ ટેકવીને પ્રણામ કરતો હતો. ત્યાર પછી રાજમાર્ગના
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy