SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ગ ૫ /અધ્ય. ૧ ૧૦૫ ભાવાર્થ:ત્યાર પછી મહારાણી પદ્માવતીને ભગવાન અરિષ્ટનેમિનો ધર્મોપદેશ સાંભળી વૈરાગ્ય જાગ્યો. પ્રભુના વચનને સાંભળી, હૃદયમાં ધારણ કરી, હર્ષિત એવં સંતુષ્ટ થઈ, અર્હત્ અરિષ્ટનેમિ પ્રભુને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યાં– હે ભગવન્ ! નિગ્રંથ પ્રવચન ઉપર હું શ્રદ્ધા કરું છું. આપ જે કહો છો તે યથાર્થ જ છે, સત્ય છે. હે ભગવન્ ! હું કૃષ્ણ વાસુદેવની આજ્ઞા લઈ આપ દેવાનુપ્રિય ! સમીપે મુંડિત થઈ પ્રવ્રુજિત થવા ઈચ્છું છું. હે દેવાનુપ્રિયે ! જેમ સુખ ઉપજે તેમ કરો, ધર્મકાર્યમાં વિલંબ ન કરો, આ પ્રમાણે ભગવાન અરિષ્ટનેમિ બોલ્યા. ત્યાર પછી પદ્માવતી દેવી ધર્મરથ પર આરૂઢ થયાં, આરૂઢ થઈ દ્વારિકા નગરીના મધ્યમાં થઈ પોતાના મહેલે આવ્યાં. ધર્મરથ પરથી નીચે ઊતર્યાં, ઊતરીને જ્યાં કૃષ્ણ વાસુદેવ હતા ત્યાં આવ્યાં. આવીને બે હાથ જોડીને વિનયપૂર્વક કૃષ્ણ વાસુદેવ સમક્ષ આ પ્રમાણે બોલ્યાં– હે દેવાનુપ્રિય ! આપની આજ્ઞા હોય તો હું અર્હત્ અરિષ્ટનેમિ પ્રભુના સાન્નિધ્યે દીક્ષા ગ્રહણ કરવા ઈચ્છું છું. કૃષ્ણ વાસુદેવે કહ્યું– હે દેવાનુપ્રિયા ! જેમ સુખ ઉપજે તેમ કરો, ધર્મ કાર્યમાં વિલંબ ન કરો. પદ્માવતી દેવીની દઢ ભાવના જોઈ કૃષ્ણ વાસુદેવે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને મહારાણી પદ્માવતીને યોગ્ય મહાભિનિષ્ક્રમણના ઉત્સવની તૈયારી કરવાનો આદેશ આપ્યો. કૌટુંબિક પુરુષોએ આજ્ઞાનું પાલન કરી અર્થાત્ ધામધૂમથી સંયમ મહોત્સવની તૈયારી કરી કૃષ્ણ મહારાજને આજ્ઞા પાછી સોંપી. મહારાણી પદ્માવતીનું મહાભિનિષ્ક્રમણ : ९ त णं से कहे वासुदेवे पउमावई देवि पट्टयं दुरुहेइ, अट्ठसएणं सोवण्ण कलसाणं जाव महाणिक्खमणाभिसेएणं अभिसिंचइ, अभिसिंचित्ता सव्वालंकार विभूसियं करेइ, करेत्ता पुरिससहस्सवाहिणि सिबियं दुरुहावेइ, दुरुहावेत्ता बारवईए णयरीए मज्झमज्झेणं णिगच्छइ, णिग्गच्छित्ता जेणेव रेवयए पव्वए, जेणेव सहसंबवणे उज्जाणे तेणेव उवागच्छित्ता सीयं ठवेइ "पउमावई देविं" सीयाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता जेणेव अरहा अरिट्ठणेमी तेणेव उवागच्छइ, उवागच्छित्ता अरह अरिट्ठणेमिं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करेत्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी एस णं भंते ! मम अग्गमहिसी पउमावई णामं देवी इट्ठा कंता पिया मणुण्णा मणाभिरामा जीवियऊसासा हिययाणंदजणिया, उंबरपुप्फं पिव दुल्लहा सवणयाए किमंग पुण पासणयाए ? तण्णं अहं देवाणुप्पिया !
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy