SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ શ્રી અંતગડ સૂત્ર बारसमे अममे णामं अरहा भविस्ससि । तत्थ तुमं बहूइं वासाइं केवलिपरियागं पाउणेत्ता सिज्झिहिसि बुज्झिहिसि मुच्चिहिसि परिणिव्वाहिसि सव्वदुक्खाणं अंतं काहिसि । तए णं से कण्हे वासुदेवे अरहओ अरिट्ठणेमिस्स अंतिए एयमट्ठे सोच्चा णिसम्म हट्ठतुट्ठे जाव अप्फोडेइ, अप्फोडेत्ता वग्गइ, वग्गित्ता तिवई छिंदइ, छिंदित्ता सीहणायं करेइ, करेत्ता अरहं अरिट्ठणेमिं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता तमेव आभिसेक्कं हत्थि दुरूहइ, दुरूहित्ता जेणेव बारवई णयरी, जेणेव सए गिहे तेणेव उवागए । आभिसेयहत्थिरयणाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला जेणेव सए सीहासणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सीहासणवरंसि पुरत्थाभिमुहे णिसीयइ, णिसीइत्ता कोडुंबियपुरिसे सद्दावेइ सद्दावित्ता एवं वयासी ભાવાર્થ:- અરિહંત અરિષ્ટનેમિના શ્રીમુખેથી પોતાનું ભવિષ્ય સાંભળ્યા પછી શ્રીકૃષ્ણ વાસુદેવ ખિન્ન મન થઈ આર્તધ્યાન કરવા લાગ્યા. ત્યારે અર્હત્ અરિષ્ટનેમિ પ્રભુ આશ્વાસન આપતા પુનઃ આ પ્રમાણે બોલ્યા– હે દેવાનુપ્રિય ! તમે આર્તધ્યાન નહીં કરો. નિશ્ચયથી હે દેવાનુપ્રિય ! કાલાંતરમાં તમે ત્રીજી પૃથ્વીથી(નરકથી) નીકળીને આ જ જંબુદ્રીપના ભરતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીકાળમાં પુંડ્ર જનપદના શતદ્વાર નામના નગરમાં "અમમ" નામના બારમા તીર્થંકર થશો. ત્યાં ઘણા વર્ષો સુધી કેવળી પર્યાયનું પાલન કરી સિદ્ધ—બુદ્ધ–મુક્ત થશો. અરિહંત પ્રભુના મુખારવિંદથી પોતાના ભવિષ્યનું આ વૃત્તાંત સાંભળી કૃષ્ણ વાસુદેવ ખૂબ જ પ્રસન્ન એવં સંતુષ્ટ થયા યાવત્ પોતાની ભુજા અફળાવા લાગ્યા. અત્યંત આનંદમાં આવી જઈ જયનાદ કરતા સમવસરણમાં સ્ફૂર્તિથી ત્રણ પગલા પાછા ગયા. પાછા જઈને જોરથી સિંહનાદ કર્યો, કરીને અર્હત્ અરિષ્ટનેમિને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરી આભિષેક્ય હસ્તિરત્ન ઉપર બેઠા, બેસીને દ્વારિકા નગરીના મધ્યમાં થતાં જ્યાં પોતાનું ભવન હતું ત્યાં આવ્યા. આભિષેક્ય હસ્તિરત્ન પરથી નીચે ઉતર્યા, ઊતરીને જ્યાં ઉપસ્થાનશાળા(કચેરી, બેઠક) હતી, જ્યાં તેમનું સિંહાસન હતું, ત્યાં ગયા અને પૂર્વાભિમુખે થઈ સિંહાસન ઉપર બેસીને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને તેઓને આ પ્રમાણે કહ્યું– વિવેચન : આ સૂત્રમાં સૂત્રકારે એક બાજુ કૃષ્ણ વાસુદેવને નરકગામી બતાવ્યા છે, તો બીજી તરફ તીર્થંકર પદવી અને અનંતર મોક્ષગામી બતાવી પરમ સૌભાગ્ય પણ પ્રદાન કર્યું છે. ૩સ્સપ્લિળીર્ :- અર્થાત્ ઉત્સર્પિણીકાળમાં. જે કાળમાં આયુ, સંહનન, સંસ્થાન, બળ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિ ક્રમશઃ વૃદ્ધિ પામે તથા શુભ થતા જાય, શુભભાવ વધે અને અશુભભાવ ઘટતા જાય, આ
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy