SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૩ ] શ્રી અંતગડ સૂત્ર અને પાણીથી નિર્લિપ્ત રહે છે. એવી જ રીતે ગજસુકમાલ પણ કામથી ઉત્પન્ન થયો છે અને ભોગથી મોટો થયો છે.(અર્થાત્ ભોગોમાં એનો ઉછેર થયો છે), પરંતુ કામભોગમાં જરા માત્ર પણ આસક્ત નથી. મિત્ર, જ્ઞાતિ, સ્વજન, સંબંધી અને પરિજનોથી અલિપ્ત છે. ભગવન્! ગજસુકુમાલ સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છે. જન્મ મરણના ભયથી ભયભીત થયો છે. તે આપની પાસે મુંડિત થઈને અણગાર ધર્મ સ્વીકાર કરવા ઈચ્છે છે. તેથી હે ભગવાન! અમે આપને શિષ્યરૂપી ભિક્ષા અર્પણ કરીએ છીએ. આપ તેનો સ્વીકાર કરો. વિવેચન : સૂત્રકારે સૂત્રમાં પિતા વસુદેવ દ્વારા ઉજવાતા મહાભિનિષ્ક્રમણ પ્રસંગથી લઈને પુત્રને પ્રભુના શરણે ભિક્ષારૂપે સમર્પિત કરવા સુધીનો, વિધિવત્ આબેહુબ ભવ્ય ભાગવતી દીક્ષા સમારોહનો આદર્શ નમૂનો ક્રમશઃ પ્રસ્તુત કર્યો છે. સૂત્રમાં શિબિકાનું તથા શિબિકા વાહકોનું વર્ણન છે. એક હજાર સમાન ત્વચા, વસ્ત્રાલંકાર પહેરેલા સમવયસ્ક યુવાનો વહન કરી શકે એવી તથા ગજસુકુમાલ આદિની યથાસ્થાનઆસન સહિત બેસવાની ઉત્તમ વ્યવસ્થાવાળી શિબિકા કેટલી વિશાળ અને ભવ્ય લાગતી હશે? સૂત્રમાં દીક્ષાર્થીની માનવ મહેરામણ ઉભરાયેલી શોભાયાત્રાનું વર્ણન છે. તેમાં પણ વિધિ છે કે કોણ કેવી રીતે અને ક્યાં ક્યાં ચાલે? સૂત્રમાં લોકોની ભાવનાનું પ્રતિબિંબ નજરે પડે છે. સહુ સમસ્વરે દીક્ષાની અનુમોદના કરી સાચા અર્થમાં જયનાદ–અભિનંદન કરી વાતાવરણને ગુંજિત કરી દે છે અને અંતે ગજસુકુમાલની યોગ્યતાનું વર્ણન છે. આમ તો દરેક માવતરને પોતાના સંતાન ઈષ્ટ અને પ્રિય જ હોય છે. પરંતુ ગજસુકુમાલ માટે વિશેષતા એ છે કે કામભોગથી જ ઉત્પન્ન–પાલિત હોવા છતાં કામભોગો એને રમાડી શક્યા નહીં અને તેઓ કામભોગોથી લિપ્ત થયા નહીં અર્થાત્ કામભોગો વચ્ચે હોવા છતાં કામભોગોમાં સમભાવી = આગ્રહમુક્ત-યથાતથ્ય દષ્ટા બની ગયા. માત્ર સામગ્રી ત્યાગ જ નહીં પરંતુ વૃત્તિઓનું ઊર્ધ્વીકરણ કરી લીધું છે. પાંચ ઈન્દ્રિયના વિષયોને કામભોગ કહે છે. આંખ કાનના વિષય- શબ્દ અને રૂપને કામ કહેવાય છે અને ઘાણ-જીવા-સ્પર્શના વિષય- ગંધ, રસ અને સ્પર્શને ભોગ કહ્યા છે. દેવકીમાતાના હૃદયોદ્ગાર :| ३१ तए णं अरहा अरिट्ठणेमि गयसुकुमाल कुमार एवं वयासी- अहासुहं देवाणुप्पिया ! मा पडिबंधं । तए णं से गयसुकुमाले कुमारे अरहया अरिट्ठणेमिणा एवं वुत्ते समाणे हट्ठतुढे अरहं अरिट्ठणेमिं तिक्खुत्तो जाव णमंसित्ता उत्तर-पुरत्थिमं दिसिभागं अवक्कमइ, अवक्कमित्ता सयमेव आभरणमल्लालंकारं ओमुयइ । तए णं सा गयसुकुमाल-कुमारस्स माया हंसलक्खणेणं पडसाडएणं आभरणमल्लालंकारं पडिच्छइ पडिच्छित्ता हार-वारि जाव विणिम्मुयमाणी विणिम्मुयमाणी गयसुकुमालं कुमारं एवं
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy