SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ | Al/अध्य.८ ७१ । લાગ્યા- હે નંદ! તમારું કલ્યાણ થાઓ. હે આનંદદાયક ! અખંડિત ઉત્તમ જ્ઞાન, દર્શન અને ચારિત્ર દ્વારા નહિ જીતાયેલી ઈન્દ્રિયોને જીતો અને શ્રમણધર્મનું પાલન કરો. ધૈર્યરૂપી મજબૂત કવચ પહેરી સર્વ વિઘ્નોને જીતો. ઈન્દ્રિયોને વશમાં કરી પરીષહ રૂપી સેના પર વિજય પ્રાપ્ત કરો. તપ દ્વારા રાગદ્વેષ રૂપી મલ્લો પર વિજય પ્રાપ્ત કરો અને ઉત્તમ શુક્લધ્યાન દ્વારા અષ્ટ કર્મરૂપી શત્રુઓનું મર્દન કરો. હે ધીર! ત્રણ લોકરૂપી વિશ્વના માંડવડે આપ આરાધનારૂપી પતાકા લઈ અપ્રમત્તતા પૂર્વક વિચરણ કરો. નિર્મળ, વિશુદ્ધ, અનુત્તર કેવળજ્ઞાન પ્રાપ્ત કરો. જિનવરોપદિષ્ટ(જિનેશ્વરો દ્વારા બતાવેલા)સરળ સિદ્ધિમાર્ગ દ્વારા પરમપદ મોક્ષને પ્રાપ્ત કરો. આપનો ધર્મમાર્ગ નિર્વિઘ્ન હો. આ રીતે લોકો અભિનંદન અને સ્તુતિ કરવા લાગ્યા. શિષ્યરૂપ ભિક્ષાનું દાન :|३० तए णं से गयसुकुमाले कुमारे बारवईए णयरीए मज्झं-मज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव सहस्संबवणे उज्जाणे तेणेव उवागच्छइ उवागच्छित्ता छत्ताईए तित्थगराइसेए पासइ, पासित्ता पुरिससहस्सवाहिणि सीयं ठवेइ, पुरिससहस्स वाहिणीओ सीयाओ पच्चोरुहइ । तए णं तं गयसुकुमालं कुमारं अम्मापियरो पुरओ काउं जेणेव अरहा अरिट्ठणेमि तेणेव उवागच्छंति, उवागच्छित्ता अरहं अरिट्ठणेमिं तिक्खुत्तो जाव णमंसित्ता एवं वयासी- एवं खलु भंते ! गयसुकुमाले कुमारे जाव अम्हं एगे पत्ते इट्रे कंते जाव किमंग ! पूण पासणयाए,से जहाणामए उप्पलेइ वा, पउमेइ वा जाव सहस्सपत्तेइ वा पंके जाए जले संवुड्डे णोवलिप्पइ पंकरएणं, णोवलिप्पइ जलरएणं, ए वामेव गयसु- कुमाल कुमारे कामेहिं जाए, भोगेहिं संवुड्ढे णोवलिप्पइ कामरएणं णोवलिप्पइ भोगरएणं णोवलिप्पइ मित्तणाइ णियग- सयण-संबंधि परिजणेणं । एस णं देवाणुप्पिया ! संसारभयुव्विग्गे भीए जम्मण-मरणेणं; देवाणुप्पियाणं अतिए मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वएइ; तं एयं णं देवाणुप्पियाणं अम्हे सीसभिक्खं दलयामो, पडिच्छंतु णं देवाणुप्पिया ! सीसभिक्खं । ભાવાર્થ:- ત્યારે ગજસુકમાલકુમાર દ્વારકા નગરીના મધ્યથી નીકળ્યા, નીકળીને નગરી બહાર સહસામ્રવન ઉદ્યાનમાં આવ્યા. તીર્થકર ભગવંતના છત્ર આદિ અતિશયોને જોતા જ સહસ પુરુષવાહિની શિબિકાથી નીચે ઊતર્યા.ત્યાર પછી માતાપિતા ગજસુકમાલને આગળ કરીને અરિહંત અરિષ્ટનેમિ ભગવાનની સેવામાં ઉપસ્થિત થયા. ભગવાનને ત્રણવાર પ્રદક્ષિણા કરી, આ પ્રમાણે બોલ્યા- હે ભગવન્! આ ગજસુકુમાલકુમાર અમારો પ્રિય અને ઈષ્ટ પુત્ર છે. એનું નામ સાંભળવું પણ દુર્લભ છે, તો દર્શનનું તો કહેવું જ શું? જેવી રીતે કીચડમાં(કાદવમાં) ઉત્પન્ન અને પાણીમાં મોટું થવા છતાં કમળ, કાદવ
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy