SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ | Al/अध्य.८ | ५१ । णिरुत्ते, जोइसामयणे, अण्णेसु य बहूसु बंभणएसु परिवायएसुणयेसु सुपरिणिट्ठिए यावि होत्था । तस्स सोमिल माहणस्स सोमसिरी णाम माहणी होत्था, वण्णओ । तस्स णं सोमिलस्स धूया सोमसिरीए माहणीए अत्तया सोमा णाम दारिया होत्था । सुकुमालपाणिपाया जाव सुरूवा । रूवेणं जोव्वणेणं लावण्णेणं उक्किट्ठा उक्किट्ठसरीरा यावि होत्था । तए णं सा सोमा दारिया अण्णया कयाइ ण्हाया जाव विभूसिया, बहूहिं खुज्जाहिं जाव महत्तरविंद परिक्खित्ता सयाओ गिहाओ पडिणिक्खमइ पडिणिक्ख-मित्ता जेणेव रायमग्गे तेणेव उवागच्छइ, उवागच्छित्ता रायमग्गसि कणगतिंदूसएणं कीलमाणी चिट्ठइ । ભાવાર્થ:- તે દ્વારકા નગરીમાં સોમિલ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે ઋદ્ધિસંપન્ન યાવતું અપરિભૂત હતો. ઋગવેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ તેમજ પાંચમો ઈતિહાસ (મહાભારત) તથા છઠ્ઠું નિઘંટુ ગ્રંથનો જાણકાર હતો. ચાર વેદના અંગોપાંગ સહિત રહસ્યનો જ્ઞાતા હતો. વેદાદિ શાસ્ત્રને કંઠસ્થ કરાવનાર તે સારક 'સ્મારક' હતો. અશુદ્ધ ઉચ્ચારણ કરનારાઓને શુદ્ધ ઉચ્ચારણ શીખવનાર 'વારક' હતો. તે વેદાદિને ધારણ કરનાર ધારક' હતો, વેદાદિમાં પારંગત હતો, છએ અંગોનો જ્ઞાતા હતો, ષષ્ઠિતંત્ર-કાપિલીય શાસ્ત્રમાં વિશારદ હતો, ગણિતશાસ્ત્ર, શિક્ષાશાસ્ત્ર, આચારશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, છંદશાસ્ત્ર, વ્યુત્પત્તિશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, બ્રાહ્મણ (વિભાગ) અને પારિવ્રાજકને લગતા શાસ્ત્રોમાં પણ ઘણો જ નિપુણ હતો. તે સોમિલ બ્રાહ્મણને સોમશ્રી નામની પત્ની હતી. તેનું વર્ણન ઉવવાઈ સૂત્રથી જાણવું. તે સોમિલ બ્રાહ્મણની પુત્રી સોમશ્રી બ્રાહ્મણીની આત્મજા સોમા નામની કન્યા હતી. તે સોમા સુકમાલ હાથપગાદિ અંગોપાંગવાળી યાવત્ સુરુપ હતી. તે રૂપથી, યૌવનથી અને લાવણ્યથી ઉત્તમ અને સર્વોત્કૃષ્ટ હતી. તે સોમા કન્યા કોઈ દિવસે સ્નાન કરી વાવ, સુંદર વસ્ત્રાલંકારથી સજ્જ થઈ. તે ઘણી કુન્જા થાવત્ મહત્તરિકા દાસી સમૂહથી વીંટળાયેલી ઘર બહાર નીકળી, નીકળીને જ્યાં રાજમાર્ગ હતો ત્યાં રાજમાર્ગ પર આવી. આવીને સુંદર સોનાના દડાથી રમવા લાગી. सोमानो मंत:पुरमा प्रवेश :|१७ तेणं कालेणं तेणं समएणं अरहा अरिढणेमि समोसढे । परिसा णिग्गया। तए णं से कण्हे वासुदेवे इमीसे कहाए लद्धढे समाणे हाए जाव विभूसिए गयसुकुमालेणं कुमारेणं सद्धिं हत्थिखंधवरगए सकोरंटमल्लदामेणं छत्तेणं धरिज्जमाणेणं सेयवरचामराहिं उद्धुव्वमाणीहिं उद्धुव्वमाणीहिं बारवईए
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy