SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૬૦] શ્રી ઉપાસક દશાગ સૂત્ર શબ્દાર્થ :- હિં = અવધિજ્ઞાન પનર = પ્રયોગ કર્યો આપ = ઉપયોગ મૂક્યો પશ્ચિમ = છેલ્લા (અંતિમ) સત્તરdટ્સ = સાત રાતમાં તસM = અલસકરોગ, લકવો વાદિપ = રોગ. ભાવાર્થ :- રેવતીએ બીજીવાર, ત્રીજીવાર આ પ્રમાણે કહ્યું, ત્યારે શ્રમણોપાસક મહાશતક ક્રોધિત થયા. તેણે અવધિજ્ઞાનમાં ઉપયોગ મૂકયો અને જોયું, જોઈને-જાણીને પોતાની પત્ની રેવતીને કહ્યું- હે મોતની ચાહક રેવતી ! તું સાત રાત્રિની અંદર અલસક(લકવો) નામના રોગથી પીડિત થઈને વ્યથિત, દુઃખિત તથા વિવશ થતી આયુ પૂર્ણ કરીને, અશાંતિપૂર્વક મરીને અધોલોકમાં, પ્રથમ રત્નપ્રભામાં નરક લોલુપાચ્યત [લોલુપ નામના નરકાવાસમાં, ચોરાશી હજાર વર્ષની સ્થિતિયુકત નારકીપણે ઉત્પન્ન થઈશ. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં અલસક રોગનો ઉલ્લેખ થયો છે, જેનાથી પીડિત થઈને અત્યંત કષ્ટ સાથે રેવતીનું મરણ થયું. આચારાંગ સૂત્ર શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૨, ઉદ્દેશક–૧ માં અનસ રોગમાં શરીરનું શૂન્ય થઈ જવું, લકવો થઈ જવો, તેવો અર્થ કર્યો છે. તેનો બીજો અર્થ સોજો ચડવો તેમ પણ કર્યો છે. ત્યાં મૂલ પાઠમાં અતફા શબ્દ પણ મળે છે અને સાથે જ વિવિ શબ્દ પણ છે, તેથી અલસકનો અર્થ ટીકાકારે જે કર્યો છે, તે આગમ સંમત છે. ભ્રમથી આ શબ્દને અલસકની જગ્યાએ અલસર માનીને પેટનો રોગ કહેવામાં આવે છે. જે અહીં પ્રસંગ સંગત નથી. ટીકાકારનો કરેલો અર્થ પ્રાસંગિક છે. રેવતીનો દુઃખદ અંત - |२६ तए णं सा रेवई गाहावइणी महासयएणं समणोवासएणं एवं वुत्ता समाणीरुटे णं मम महासयए समणोवासए, हीणे णं मम महासयए समणोवासए, अवज्झाया णं अहं महासयएणं समणोवासएणं, ण णज्जइ णं अहं केण वि कुमारेणं मारिज्जिस्सामि त्ति कटु भीया, तत्था, तसिया, उव्विग्गा, संजायभया सणिय-सणियं पच्चोसक्कइ, पच्चोसक्कित्ता जेणेव सए गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता ओहय-मण-संकप्पा, चिंता-सोग-सागर-संपविट्ठा, करयल-पल्हत्थमुहा, अट्टज्झाणोवगया, भूमिगय-दिट्ठिया શિયા I શબ્દાર્થ :- ઇ ઇન્ક i= ન જાણે કે નિિાસમિ= મારી નાંખશે જરાન-પત્તહ©મુer = હથેળી પર મોટું રાખ્યું “નિરાય ક્રિયા = ભૂમિ પર દષ્ટિ રાખી ૩ષ્ય = ઉદ્વિગ્ન સંગાથમથ = બીતી બીતી, ભય પામેલી. ભાવાર્થ - શ્રમણોપાસક મહાશતકે આ પ્રમાણે કહ્યું, ત્યારે રેવતીને થયું કે– શ્રમણોપાસક મહાશતક મારા પર રુષ્ટ થયા છે. મારા પ્રતિ તેને દુર્ભાવના ઉત્પન્ન થઈ છે. તે મારું ખરાબ ઇચ્છે છે. ન જાણે તે મને કેવા કમોતે મરાવી નાખશે. આમ વિચારી તે ભયભીત, ત્રસ્ત, વ્યથિત, ઉદ્વિગ્ન થઈને ભયભીત થતી, ધીરે-ધીરે ત્યાંથી નીકળી, ઘેર આવી. તેના મનમાં ઉદાસીનતા આવી ગઈ હતી. તે ચિંતા અને શોક સાગરમાં ડૂબી ગઈ, હથેળી પર મોટું રાખ્યું, આર્તધ્યાનમાં ખોવાયેલી ભૂમિ પર દષ્ટિ રાખી વ્યાકુળ થઈને વિચારમાં પડી ગઈ.
SR No.008764
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages262
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy