SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૮: શ્રમણોપાસક મહાશતક ૧૫૯ ] सोहम्मेकप्पे जाणइ पासइ, अहे इमीसे रयणप्पभाए पुढवीए लोलुयच्चुयं [लोलुयं] णरयं चउरासीइ-वाससहस्सट्ठिइयं जाणइ पासइ । શબ્દાર્થ :- નોવા સાહસિકં = હજાર યોજન પત્ત = ક્ષેત્રને રાખડુ પાક્ = જાણું-જોયું. ભાવાર્થ :- ત્યાર પછી શ્રમણોપાસક મહાશતકને શુભ અધ્યવસાય, શુભ પરિણામથી, વિશુદ્ધ થતી લેશ્યાઓથી અને અવધિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તેના પરિણામે તે પૂર્વ પશ્ચિમ તથા દક્ષિણ દિશામાં એક એક હજાર યોજન સુધીના લવણ સમુદ્રનું ક્ષેત્ર, ઉત્તરદિશામાં ચુલહિમવંત વર્ષધર પર્વત સુધી ઊર્ધ્વદિશામાં સૌધર્મ દેવલોક સુધી તથા અધો દિશામાં પ્રથમ નરક રત્નપ્રભામાં ચોરાશી હજાર વર્ષની સ્થિતિવાળા લોલુપાચ્યુંત લોલુપ નામના નરકાવાસ સુધીના ક્ષેત્રને જાણવા અને જોવા લાગ્યા. વિવેચનઃ શ્રમણોપાસક મહાશતકે કષાયોને મંદ કરીને સંલેખના કરી. તપસ્યાથી શરીર કશ થઈ ગયું હતું. છતાં તે પોતાની અંતિમ આરાધનામાં લીન હતા. સાધક જેમ જેમ સ્વમાં સ્થિર થતાં જાય છે તેમ તેમ કર્મનાં પડળો દૂર થતાં જાય છે. મહાશતકને પણ અવધિજ્ઞાનાવરણીય કર્મનું આવરણ દૂર થયું અને અવધિજ્ઞાન પ્રગટ થયું જેના માધ્યમથી મર્યાદિત ક્ષેત્રમાં રહેલા રૂપી પદાર્થને જાણવા અને જોવા લાગ્યા. રેવતી દ્વારા પુનઃ પ્રયત્ન:२४ तए णं सा रेवई गाहावइणी अण्णया कयाई मत्ता लुलिया, विइण्णकेसी उत्तरिज्जय विकढमाणी विकडमाणी जेणेव महासयए समणोवासए जेणेव पोसहसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता महासययं तहेव भणइ जाव दोच्चपि तच्चपि एवं वयासी- हं भो तहेव । ભાવાર્થ :- ત્યાર પછી એક દિવસ મહાશતક ગાથાપતિની પત્ની રેવતી દારૂના નશામાં ઉન્મત્ત લથડિયાં ખાતી, વિખરાયેલા વાળવાળી, વારંવાર પોતાના ઉત્તરીય વસ્ત્રને ઉલાળતી, પૌષધશાળામાં જયાં શ્રમણોપાસક મહાશતક હતા ત્યાં આવી, આવીને મહાશતકને પૂર્વવત્ કથન કર્યું. (તમે મારી સાથે મનુષ્ય જીવનના વિષયસુખ કેમ ભોગવતાં નથી. દેવાનુપ્રિય ! તમને ધર્મ, પુષ્ય, સ્વર્ગ તથા મોક્ષથી શું મળશે ?) તેણે બીજીવાર, ત્રીજીવાર ફરીથી તે જ પ્રમાણે કહ્યું. મહાશતક દ્વારા રેવતીનું ભાવિ કથન:२५ तए णं से महासयए समणोवासए रेवईए गाहावइणीए दोच्चंपि, तच्चपि एवं वुत्ते समाणे आसुरत्ते जाव ओहिं पउंजइ, पउंजित्ता ओहिणा आभोएइ, आभोइत्ता रेवई गाहावइणिं एवं वयासी- हं भो रेवई ! अपत्थिय-पत्थिए जाव एवं खलु तुमं अंतो सत्त-रत्तस्स अलसएणं वाहिणा अभिभूया समाणी अट्ट-दुहट्ट-वसट्टा असमाहिपत्ता कालमासे कालं किच्चा अहे इसीसे रयणप्पभाए पुढवीए लोलुयच्चुए [लोलुए] णरए चउरासीइ-वाससहस्सट्ठिइएसु णेरइएसु णेरइयत्ताए उववज्जिहिसि ।
SR No.008764
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages262
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy