SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૧] | શ્રી ઉપાસક દશાંગ સૂત્ર અશોકવાટિકામાં સાધના:| ३ तए णं से कुण्डकोलिए समणोवासए अण्णया कयाई पुव्वावरण्ह-कालसमयंसि जेणेव असोगवणिया, जेणेव पुढवि-सिला-पट्टए, तेणेव उवागच्छइ, उवागच्छित्ता णाममुद्दगं च उत्तरिज्जगं च पुढविसिला-पट्टए ठवेइ, ठवेत्ता समणस्स भगवओ महावीरस्स [अंतियं] धम्मपण्णत्तिं उवसंपज्जित्ताणं विहरइ । શબ્દાર્થ :- પુવક પૃથ્વી સરિઝ = દુપટ્ટો, ઉપરનું વસ્ત્ર ૬ = મૂક્યું. ભાવાર્થ :- એક દિવસ શ્રમણોપાસક કંડકૌલિક બપોરના સમયે અશોકવાટિકામાં ગયા. જ્યાં પૃથ્વીશિલાપટ્ટક હતો, ત્યાં પહોંચ્યા. પહોંચીને પોતાના નામથી અંકિત અંગૂઠી અને દુપટ્ટો શિલાપટ્ટક પર રાખ્યાં. રાખીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની ધર્મપ્રજ્ઞપ્તિ-ધર્મ ઉપાસના સ્વીકાર કરી તેમાં લીન બન્યા.(અર્થાત્ સામાયિક કે સંવર સ્વીકારીને આત્મ સાધના, સ્વાધ્યાય ધ્યાન કરવા લાગ્યા). વિવેચનઃપુષ્પાવરબ્દ વાત :- ઉપરોક્ત સૂત્રમાં સમયસૂચક આ શબ્દ પ્રયોગ થયો છે. તેનો અર્થ બપોરનો સમય થાય છે. તેમજ ક્યાંક સમય સૂચક પુષ્યરત્તાવ૨૨ત્તાને શબ્દ પ્રયોગ થાય છે. આ શબ્દ પ્રયોગ જો આત્મચિંતનનું કે ધર્મજાગરણનું સૂચન કરતો હોય તો રાત્રિના નિદ્રા પહેલાંના અને પ્રાતઃકાલે જાગૃત થયા પછીના કાલનું સૂચન કરે છે અને દેવકૃત ઉપસર્ગનું સૂચન કરતો પુષ્યરત્તાવાર સમર્યાલિ શબ્દ હોય તો તે મધ્યરાત્રિનો સમય હોય છે. ઉત્તરીય વસ્ત્ર :- કંડકૌલિક શ્રમણોપાસક અશોકવાટિકામાં ઉપાસના અર્થે ગયા. ત્યાં તેઓએ સ્વનામાંકિત મુદ્રિકા અને ઉત્તરીય વસ્ત્ર ઉતારીને પૃથ્વીશિલાપટ્ટ પર રાખ્યાં, તેવો પાઠ છે. આ પાઠ તે સમયના લોકોના પહેરવેશ તરફ પ્રકાશ પાડે છે. લોકો સામાન્ય રીતે હાલમાં પ્રચલિત ખમીસ, ઝભ્ભો, બુશર્ટ વગેરે પ્રકારના વેશ ધારણ ન કરતાં દુપટ્ટા જેવું વસ્ત્ર જ ઉપર ધારણ કરતાં હશે. આનંદશ્રાવકે પણ વસ્ત્ર વિધિની મર્યાદામાં ઉત્તરીય વસ્ત્ર અને એક નીચેનું વસ્ત્ર તેમ બે વસ્ત્રની જ છૂટ રાખી હતી અથવા આગમ માં અંતરિક અને ૩ત્તરિના આ બે શબ્દોથી જ તે વખતનાં વપરાતાં બધાં વસ્ત્રોનું ગ્રહણ થઈ જાય છે. સામાયિક આદિ સાધના કરતી વખતે શ્રાવકો બહુધા ખમીસ વગેરે કાઢીને દુપટ્ટા જેવું વસ્ત્ર ધારણ કરે છે તેને ઉત્તરીય વસ્ત્ર કહે છે. તેમ જ તે સમયે શ્રાવકો પોતાનાં અલંકારો પણ કાઢીને સામાયિકાદિ કરતા હતા. બહુમૂલ્ય વસ્તુ ઉતારીને રાખવાથી ઘણા લોકોના ચિત્તમાં ચંચળતા થવાની શક્યતા ને કારણે હાલમાં આભૂષણો કાઢવાની પ્રથા નથી. દેવનું પ્રગટીકરણ:|४ तए णं तस्स कुंडकोलियस्स समणोवासयस्स अंतिए एगे देवे पाउब्भवित्था । ભાવાર્થ :- શ્રમણોપાસક કુંડકૌલિકની સામે એક દેવ પ્રગટ થયો. નિયતિવાદની પ્રરૂપણા - ५ तए णं से देवे णाममुद्दगं च उत्तरिज्जगं च पुढविसिला-पट्टयाओ गेण्हइ,
SR No.008764
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages262
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy