SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન–૬ : શ્રમણોપાસક કુંડકૌલિક છઠ્ઠું અધ્યયન શ્રમણોપાસક કુંડકૌલિક ૧૧૫ કુંડકૌલિક ગાથાપતિઃ १ छट्ठस्स उक्खेवओ । एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं कंपिल्लपुरे णयरे सहस्संबवणे उज्जाणे । जियसत्तू राया । कुंडकोलिए गाहावई । पूसा भारिया । छ हिरण्णकोडीओ णिहाणपडत्ताओ, छ वुड्डिपडत्ताओ, छ पवित्थरपउत्ताओ, छ वया, दस गोसाहस्सिएणं वएणं । ભાવાર્થ: છઠ્ઠા અધ્યયનનું પ્રારંભ વાક્ય પ્રથમ અધ્યયનની સમાન સમજવું જોઈએ. આર્યસુધર્મા સ્વામીએ કહ્યું– હે જંબૂ ! તે કાલે—વર્તમાન અવસર્પિણીના ચોથા આરાના અંતે, તે સમયે—જ્યારે ભગવાન મહાવીર સદેહે બિરાજમાન હતા ત્યારે કાંપિલ્યપુર નામનું નગર હતું, ત્યાં સહસ્રામ્રવન નામનું ઉદ્યાન હતું. જિતશત્રુ નામના રાજા હતા. તે નગરમાં કુંડકૌલિક નામના ગાથાપતિ રહેતા હતા. તેની પત્નીનું નામ પૂષા હતું. તેમણે છ કરોડ સોનામહોર. સુરક્ષિત ખજાનામાં, છ કરોડ સોનામહોર વ્યાપાર વાણિજ્યમાં, છ કરોડ સોનામહોર ઘરના વૈભવ અને સાધન સામગ્રીમાં રોકી હતી. તેને છ ગોકુળ હતાં. પ્રત્યેક ગોકુળમાં દસ-દસ હજાર ગાયો હતી. ભગવાનનું પદાર્પણ : २ सामी समोसढे । जहा कामदेवो तहा सावयधम्मं पडिवज्जइ । सा चेव वत्तव्वया जाव पडिलाभेमाणे विहरइ । શબ્દાર્થ : પહિલા મેમાળે વિહરફ = આહાર પાણી શ્રમણોને આપતા રહ્યા, પ્રતિલાભિત કરતા રહ્યા. ભાવાર્થ -- ભગવાન મહાવીર સ્વામી પધાર્યા, સમોવસરણ થયું. કામદેવની જેમ કુંડકૌલિકે પણ શ્રાવક ધર્મ સ્વીકાર્યોયાવત્ શ્રમણ નિગ્રંથોને શુદ્ધ આહાર પાણી વગેરે વહોરાવતાં ધર્મ આરાધનામાં લીન રહ્યા. વિવેચનઃ કાંપિલ્યપુર ભારતવર્ષનું એક પ્રાચીન નગર હતું. મહાભારત વગેરે માં કાંપિલ્યનો ઉલ્લેખ છે. તે દ્રુપદ રાજાની રાજધાની હતી. દ્રૌપદીનો સ્વયંવર ત્યાં જ થયો હતો. –[શાતા. અ. ૧૬] તે સમયે બદાયું અને ફરૂખાબાદની વચ્ચે બૂઢી ગંગાના કિનારે કપિલ નામના ગામરૂપે અવસ્થિત હતું. કોઈક સમયે આ જૈનધર્મનું પ્રમુખ કેન્દ્ર રહ્યું હતું. આગમોમાં પ્રાપ્ત સંકેતોથી પ્રગટ થાય છે કે ભગવાન મહાવીરના સમયમાં આ નગર ઘણું જ સમૃદ્ધ હતું. આનંદ શ્રમણોપાસકની જેમ કુંડકૌલિકે પણ શ્રાવકનાં બાર વ્રતો આદર્યાં હતાં.
SR No.008764
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages262
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy