SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન–૨ : શ્રમણોપાસક કામદેવ ૭૭ અવવલિય = ફાડીને સરહ = કાકીડો, કાંચીડો, કાકીડી, કાંચીડી ૐવર = ઊંદર ખત્ત = નોળિયો સવ્વ = સાપ ગયળ = આંખ લે છે = વીંટાયેલા ભીમ = ભયંકર તોમેäિ = વાળ, રુવાંચવા-ગુલિય = ભેંસના શીંગડાં ઘુરધાર = તીક્ષ્ણ ધારવાળી આસુરત્તે = ક્રોધિત ચંઽિવિણ્ = તીવ્ર ક્રોધાયમાન મિલિમિસિયમાળે - દાંત કચકચાવતો અસ્થિયપસ્થિવા= મરણની ઇચ્છા કરતો પંત વાળા = અશુભ લક્ષણના ધારક તુરંત = દુઃખદ અંત થાય તેવા ર્િ = લજ્જા લિરિ = શોભા વડાલજુિં = ટુકડે ટુકડા વ્હાલે = અસમયમાં ાિત્તણ્ = છોડવા માટે વવોવિજ્ઞપ્તિ = મરી જશો. ભાવાર્થ:- તે રાક્ષસના ઘૂંટણ બેડોળપણે લટકી રહ્યા હતા. તેની પાંપણ વિકૃત, ખંડિત, કુટિલ અથવા વાંકી હતી. તેણે પોતાનું મુખ ગુફાની જેમ ફાડીને રાખ્યું હતું, જીભ બહાર કાઢી રાખી હતી. તેણે સરડા– કાંચીડાની માળા મસ્તક પર પહેરી હતી. ઊંદરની માળા પણ ધારણ કરી હતી. જે તેની ઓળખાણ હતી. તેના કાનમાં કુંડળના સ્થાને નોળિયા લટકી રહ્યા હતા. તેણે સાપને દુપટ્ટાની જેમ લપેટીને પોતાના વક્ષઃસ્થળને શણગાર્યું હતું. તે પોતાના હાથને ભુજાઓ ઉપર મારતો-મારતો ભયંકર અટ્ટહાસ્ય કરી રહ્યો હતો. તેનું શરીર પાંચ રંગોના કેશથી વ્યાપ્ત હતું. તે રાક્ષસ નીલ-કમળ, ભેંસનાં શીંગડાં તથા અળસીનાં ફૂલ જેવી શ્યામ, તીક્ષ્ણ ધારવાળી તલવાર લઈ જ્યાં પૌષધશાળા હતી, શ્રમણોપાસક કામદેવ હતા ત્યાં આવ્યો. આવીને અત્યંત ક્રુદ્ધ, રુષ્ટ, કુપિત તથા વિકરાળ રૂપ ધારણ કરતાં, તીવ્ર શ્વાસોશ્વાસ છોડતાં, તેણે શ્રમણોપાસક કામદેવને કહ્યું– જેને કોઈ ઇચ્છતું નથી એવા મૃત્યુની ઇચ્છા રાખતાં, અશુભ લક્ષણના ધારક, દુ:ખદ અંત થાય તેવા હીન, કાળી ચૌદશને દિવસે જન્મેલા હે પુણ્યહીન, લજ્જા, શોભા, ધીરજ તથા કીર્તિથી હીન, ધર્મની, પુણ્યની, સ્વર્ગની, મોક્ષની, કામના કરનાર ! ધર્મની, પુણ્યની, સ્વર્ગની,મોક્ષની ઇચ્છા અને ઉત્કંઠા રાખનાર, હે દેવાનુપ્રિય ! શીલ વ્રત, વિરમણ વ્રત, પ્રત્યાખ્યાન તથા પૌષધોપવાસથી વિચલિત થવું, ક્ષુબ્ધ થવું, તેને ખંડિત કરવું, ભગ્ન કરવું, તેનો ત્યાગ કરવો, સંપૂર્ણ ત્યાગ કરવો તમને કલ્પે નહીં. તેનું પાલન કરવામાં તમે કૃત પ્રતિજ્ઞ છો પરંતુ જો તમે આજે શીલ( વ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન) અને પૌષધોપવાસનો ત્યાગ નહીં કરો, તેને ભગ્ન નહીં કરો તો હું નીલ- કમળ, ભેંસનાં શીંગડાં તથા અળસીના ફૂલ જેવી, તીક્ષ્ણ ધારવાળી આ તલવારથી તમારા ટુકડે ટુકડા કરી નાંખીશ. હે દેવાનુપ્રિય ! તેનાથી તમે આર્તધ્યાન અને વિકટ દુઃખથી પીડિત થઈને કસમયે જ જીવનથી પૃથક્ થઈ જશો (મરી જશો). ६ तए णं से कामदेवे समणोवासए तेणं देवेणं पिसाय-रूवेणं एवं वुत्ते समाणे, अभीए, अतत्थे, अणुव्विग्गे, अक्खुभिए, अचलिए, असंभंते, तुसिणीए धम्मज्झाणोवगए विहरइ | શબ્દાર્થ:- અમીપ્ = નિર્ભય અતસ્થે = અત્રસ્ત અણુનેિ = અનુદ્વિગ્ન તુસિળીર્ = મૂંગાં, ચુપચાપ થમ્મજ્ઞાળોવાણ = ધર્મધ્યાનમાં અસંભંતે = ભ્રાંતિરહિત. ભાવાર્થ:- તે રાક્ષસે આ પ્રમાણે કહ્યું ત્યારે શ્રમણોપાસક કામદેવ નિર્ભય, અત્રસ્ત, અનુઢિગ્ન, અક્ષુભિત, અચલ, અસંભ્રાંત રહ્યા અને ચૂપચાપ શાંત ભાવથી, ધર્મધ્યાનમાં સ્થિર રહ્યા. ७ तए णं से देवे पिसायरूवे कामदेवं समणोवासयं अभीयं, जाव पासइ, पासित्ता दोच्चपि तच्चं पि कामदेवं एवं वयासी जाव जीवियाओ ववरोविज्जसि ।
SR No.008764
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages262
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy