SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૪ ] શ્રી ઉપાસક દશાંગ સૂત્ર બહાર નીકળેલું હતું, ભ્રમર-પાંપણ નોળિયાની પૂંછડીની જેમ વિખરાયેલી હતી, દેખાવમાં ઘણી વિકૃત અને બીભત્સ, ધૃણા ઉત્પન્ન કરે તેવી હતી. તેની આંખો માટલા જેવી ગોળ–મટોળ ઘડી(નાના ઘડા)માંથી બહાર નીકળેલી દેખાવમાં વિકૃત અને ભયાનક હતી, કાન તૂટેલા સૂપડાની જેમ મોટા અને બેડોળ દેખાતા હતા. નાક-ઘેટાનાં નાક જેવું ચપટું હતું, તેમાં ખાડા જેવા છેદ હતા. નાકના બે નસકોરાં જોડેલા બે ચૂલા જેવા લાગતા હતા, તેની પૂંછડી ઘોડાની પૂંછડી જેવી ભૂરી, વિકૃત અને દુર્દર્શનીય હતી, હોઠ ઊંટના હોઠની જેમ લાંબા હતા. દાંત હળના લોઢાના ફળા જેવા અણીદાર હતા, જીભ સૂપડાના ટુકડા જેવી જોવામાં વિકૃત તથા બીભત્સ હતી, દાઢી હળના અગ્રભાગની જેમ બહાર નીકળેલી હતી, ગાલ કડાઈની જેમ ઊંડા અને ફાટેલા ભૂરા રંગના કઠોર તથા વિકરાળ હતા, સ્કંધ મૃદંગ જેવા હતા, વક્ષ:સ્થળ-છાતી નગરના દરવાજાની જેવી પહોળી હતી, બંને ભુજાઓ, લોઢું વગેરે ધાતુ ગાળવામાં કામ આવતી માટીની કોઠીની સમાન હતી, બંને હથેળીઓ ઘંટીના પથ્થરની જેમ જાડી હતી, હાથોની આંગળીઓ શિલાપુત્રક-દાળ વાટવાના લાંબા પથ્થર જેવી હતી. નખ ચીપિયા જેવા, તીક્ષ્ણ અને મોટા હતા, બંને સ્તન હજામના અસ્ત્રા વગેરે નાંખવાની ચામડાની થેલીની જેમ છાતી પર લટકી રહ્યાં હતાં. પેટ લોઢાની કોઠીની જેમ ગોળાકાર હતું, નાભિ-કપડામાં રંગ કરવા માટે વણકર દ્વારા પ્રયોગમાં લેવાતાં માંડના વાસણ જેવી ઊંડી હતી, લિંગ-સીકાની જેમ લટકી રહ્યાં હતો. બંને અંડકોષ ફેલાવેલાં(ભરેલાં) બે થેલાં જેવા હતા. તેની બંને જંઘાઓ બે કોઠીની સમાન હતી. તેના ઘૂંટણ અર્જુન નામના વૃક્ષની ગાંઠ જેવા વાંકા અને બીભત્સ હતા. પિંડી-કઠોર અને વાળથી ભરેલી હતી. તેના બંને પગ દાળ વગેરે પીસવાની શિલા સમાન હતા. પગની આંગળીઓ લોઢા જેવી હતી. આંગળીઓના નખ ચીપિયા જેવા હતા. ५ लडहमडहजाणुए, विगय-भग्ग-भुग्ग-भुमए, अवदालिय-वयणविवर-णिल्लालियग्गजीहे, सरड कय मालियाए, उंदुरमाला-परिणद्धसुकय-चिंधे, णउल कय-कण्णपूरे, सप्प-कयवेगच्छे, अप्फोडते, अभिगज्जते, भीममुक्कट्टहासे, णाणाविहपंचवण्णेहिं लोमेहिं उवचिए एगं महं णीलुप्पल-गवल-गुलिय- अयसिकुसुमप्पगासं खुरधारं असिं गहाय, जेणेव पोसहसाला, जेणेव कामदेवे समणोवासए, तेणेव उवागच्छइ, उवागच्छित्ता आसुरत्ते, रुटे, कुविए, चंडिक्किए, मिसिमिसीयमाणे कामदेवं समणोवासयं एवं वयासी- हं भो कामदेवा समणोवासया ! अपत्थियपत्थिया, दुरंतपतलक्खणा, हीण-पुण्ण- चाउद्दसिया, हिरि-सिरि-धिइ-कित्ति-परिवज्जिया, धम्म-कामया, पुण्णकामया, सग्गकामया, मोक्खकामया, धम्मकंखिया, पुण्णकंखिया, सग्ग-कखिया, मोक्खकखिया, धम्मपिवासिया, पुण्णपिवासिया, सग्गपिवासिया, मोक्खपिवासिया, णो खलु कप्पइ तव देवाणुप्पिया! जं सीलाई, वयाई, वेरमणाई, पच्चक्खाणाई, पोसहोववासाइं चालित्तए वा खोभित्तए वा, खंडित्तए वा, भंजित्तए वा, उज्झित्तए वा, परिच्चइत्तए वा; तं जइ णं तुमं अज्ज सीलाई, वयाई, वेरमणाई, पच्चक्खाणाई पोसहोववसाई ण छडेसि, ण भंजेसि, तो तं अहं अज्ज इमेणं णीलुप्पल-गवल-गुलिय-अयसि-कुसुमप्पगासेण, खुरधारेण असिणा खंडाखंडिं करेमि, जहा णं तुम देवाणुप्पिया ! अट्टदुहट्टवसट्टे अकाले चेव जीवियाओ ववरोविज्जसि । શબ્દાર્થ - ગણપ = ઘૂંટણ તડ = લટકી રહ્યા ડર = કંપાયમાન, કાંપી રહ્યાં વયન = મોટું, વદન
SR No.008764
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages262
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy