SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી સૂત્ર–૪ I भवउ आयरियपडिणीयए, उवज्झायपडिणीए अयसकारए अवण्णकारए अकित्तिकारए माणंसे वि एवं चेव अणाईयं, अणवदग्गं जावसंसारकंतारं अणुपरियट्टिहि जहा णं अहं । तरणं ते समणा णिग्गंथा दढप्पइण्णस्स केवलिस्स अंतियं एयमट्ठे सोच्चा णिसम्म भीया तत्था तसिया संसारभउव्विग्गा दढप्पइण्णं केवलिं वंदिहिंति, णमंसिहिंति वंदित्ता णमंसित्ता तस्स ठाण आलोइएहिंति णिदिहिंति जावपडिवज्जिहिंति। ૨૫૮ तएण से दढप्पइण्णे केवली बहूई वासाइं केवलपरियागं पाउणिहिइ, पाउणित्ता अप्पणो आउसेसं जाणेत्ता भत्तं पच्चक्खाहिइ, एवं जहा उववाइए जाव सव्वदुक्खाणमंत મહિરિ ।। તેવું મંતે ! સેવ મતે ! ॥ ભાવાર્થ:- ત્યાર પછી તે દઢપ્રતિજ્ઞ કેવળી પોતાના અતીતકાલને જોશે, જોઈને શ્રમણ-નિગ્રંથોને બોલાવીને આ પ્રમાણે કહેશે— હે આર્યો ! આજથી દીર્ઘ કાલ-અસંખ્યાત કાલ પહેલાં હું મખલિપુત્ર ગોશાલક હતો. મેં શ્રમણોની ઘાત કરી હતી; તેમનો પ્રબળ શત્રુ બન્યો હતો. તે ભવમાં હું છદ્મસ્થાવસ્થામાં કાલધર્મને પ્રાપ્ત થયો હતો. હે આર્યો ! તેના પરિણામે મેં અનાદિ, અનંત અને દીર્ઘમાર્ગવાળા; ચાર ગતિરૂપ સંસાર અટવીમાં પરિભ્રમણ કર્યું. હે આર્યો ! તેથી તમે કોઈ પણ આચાર્યાદિના પ્રત્યનીક—દ્વેષી થશો નહીં, ઉપાધ્યાય પ્રત્યેનીક થશો નહીં. આચાર્ય અને ઉપાધ્યાયનો અપયશ કરનાર, અવર્ણવાદ કરનાર અને અપકીર્તિ કરનાર થશો નહીં અને મારી જેમ અનાદિ અનંત યાવત્ સંસાર અટવીમાં ભ્રમણ કરશો નહીં. દઢપ્રતિજ્ઞ કેવળીની વાત સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને તે શ્રમણ નિગ્રંથો ભયભીત થશે, ત્રસ્ત થશે અને સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને દઢ-પ્રતિજ્ઞ કેવળીને વંદન-નમસ્કાર કરીને પાપસ્થાનની આલોચના અને નિંદા કરશે, યાવત્ પ્રાયશ્ચિત રૂપ તપસ્યાનો સ્વીકાર કરશે. દૃઢપ્રતિજ્ઞ કેવળી અનેક વર્ષો પર્યંત કેવલ પર્યાયનું પાલન કરશે અને શેષ અલ્પ આયુષ્યને જાણીને ભક્ત પ્રત્યાખ્યાન કરશે. આ રીતે ઔપપાતિક સૂત્રાનુસાર યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે. ॥ હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. ।। વિવેચનઃ પૂર્વના સૂત્રમાં ઔપપાતિક સૂત્રોક્ત દઢપ્રતિજ્ઞના અતિદેશપૂર્વક ગોશાલકનું વર્ણન છે. તેમાં નવર કહીને નામની ભિન્નતા કહી નથી અને પ્રસ્તુત સૂત્રોમાં ગોશાલકનું જ દઢપ્રતિજ્ઞ નામ દર્શાવેલ છે. તેથી સ્પષ્ટ થાય છે કે એક નામની અનેક વ્યક્તિ હોય છે તેથી ગોશાલકના જીવનું અને અંબડના જીવનું અંતિમ ભવમાં દઢપ્રતિજ્ઞ નામ હોઈ શકે છે. સારાંશ એ છે કે ગોશાલક દીર્ઘ સંસાર ભ્રમણ કરી અંતે સાત ભવમાં ચારિત્રની આરાધના કરશે, આઠમા મનુષ્ય ભવમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરશે અને સર્વ કર્મનો ક્ષય કરી મોક્ષગતિને પ્રાપ્ત કરશે. || શતક ૧૫ સંપૂર્ણ ૫
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy