SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૫: ગોશાલક અધ્યયન. ૨૫૭ કર્યા વિના, કાલના સમયે કાલધર્મને પ્રાપ્ત કરીને સનસ્કુમાર દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવીને મનુષ્ય થશે. જે રીતે સનકુમાર દેવલોકના વિષયમાં કહ્યું, તે જ રીતે બ્રહાલોક, મહાશુ, આનત અને આરણ દેવલોકના વિષયમાં કહેવું જોઈએ. ત્યાંથી ચ્યવીને મનુષ્ય થશે ત્યાં ચારિત્રની વિરાધના કર્યા વિના કાલધર્મને પ્રાપ્ત કરીને સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઋદ્ધિ સંપન્ન થાવત્ અપરાભૂત કુલમાં પુત્ર રૂપે ઉત્પન્ન થશે. જે રીતે ઔપપાતિક સૂત્રમાં દઢપ્રતિજ્ઞની વક્તવ્યતા કહી, તે જ રીતે યાવત્ તેને ઉત્તમ કેવળજ્ઞાન-કેવળદર્શન ઉત્પન્ન થશે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં સૂત્રકારે ગોશાલકના દીર્ઘકાલીન ભવભ્રમણને પ્રગટ કર્યું છે. સંયમના ભવઃ-ગોશાલકનો જીવ ચારે ગતિમાં દીર્ઘકાલ પર્યત ભવભ્રમણ કરશે, ભવ ભ્રમણના અંતે ૧૮(અઢાર) ભવોમાં સંયમ સ્વીકાર કરશે. જેમાં દેશભરમાં વિરાધક થશે અને આઠ ભવમાં આરાધક થશે. વિરાધક ભવ–૧૦:- ગોશાલક દશ ભવમાં ચારિત્રનો સ્વીકાર કરશે પણ આખા ભવમાં તેને ચારિત્રની સ્પર્શના થશે નહીં તેથી તે વિરાધકપણે કાલધર્મને પ્રાપ્ત કરી તેના પરિણામે ક્રમશઃ અગ્નિકુમારને છોડીને નવ જાતિના ભવનપતિ દેવોમાં અને દશમી વાર જ્યોતિષી દેવોમાં દેવપણે ઉત્પન્ન થશે. ત્યારપછી ક્રમશઃ મનુષ્ય જન્મ પામી ચારિત્રની આરાધના કરશે. આરાધક ભવ-૮:- ગોશાલક ક્રમશઃ આઠભવમાં ચારિત્રનો સ્વીકાર કરશે અને તેની પૂર્ણ રીતે આરાધના કરીને તેના પરિણામે ક્રમશઃ ૧, ૩, ૫, ૭, ૯, ૧૧મા દેવલોકમાં અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થશે. આ રીતે સાત ભવમાં વૈમાનિક જાતિના દેવપણે ઉત્પન્ન થશે અને આઠમા ભવમાં અંતિમ મનુષ્ય જન્મમાં ચારિત્રની આરાધના કરી સર્વ કર્મનો ક્ષય કરશે. વિરાત્રિ સામUM :- સંયમની વિરાધના કરીને. જીવ સંયમની સ્પર્શના કરે અને પછી તેની વિરાધના કરે તો તેને સંયમ વિરાધક કહેવાય. પરંતુ પ્રસ્તુત વર્ણનમાં દશ ભાવોમાં ગોશાલકનો જીવ બાહ્ય વેશ માત્રથી સંયમ સ્વીકાર કરશે. તેમ છતાં દ્રવ્ય સંયમની અપેક્ષાએ પણ તેને વરાહય સમજીએ કહ્યું છે. પછીના આઠ ભાવોમાં તે દ્રવ્યથી અને ભાવથી એમ બંને રીતે સંયમ પ્રાપ્ત કરશે અને આરાધના કરશે. શતક-૨૫, ઉદ્દેશક-૬, ૭ અનુસાર જીવ સંપૂર્ણ સંસાર કાલમાં સામાયિક આદિ કોઇ પણ ચારિત્ર અને બકુશાદિ કોઇપણ નિગ્રંથ અવસ્થા ઉત્કૃષ્ટ આઠ ભવમાં જ પ્રાપ્ત કરી શકે છે. તેથી એ સ્પષ્ટ થાય છે કે ગોશાલકનો જીવ દશ ભવમાં કોઇપણ ચારિત્ર કે નિગ્રંથ દશાને પ્રાપ્ત કરશે નહીં, માત્ર બાહ્ય વેશથી સંયમ ગ્રહણ કરશે. શતક-૧૨, ઉદ્દેશક-૭ અનુસાર તો પ્રાયઃ દરેક જીવે અનંતી વાર વેશમાત્રથી સંયમ ગ્રહણ કર્યા છે. ગુરુ શિષ્યના સંબંધ પણ અનંતી વાર કર્યા છે. તેથી તેમાં કોઈ વિરોધ નથી. દઢપ્રતિજ્ઞનું મોક્ષ ગમન :१०१ तएणंसेदढप्पइण्णे केवली अप्पणो तीयद्धं आभोएहिइ,आभोइत्ता समणे णिग्गंथे सावेहिइ,सावेत्ता एवंवदिहिइ-एवंखलु अहंअज्जो !इओचिराईयाए अद्धाएगोसाले णाममंखलिपुतेहोत्था,समणघायए जावछउमत्थेचेवकालगए,तम्मूलगंचणंअहंअज्जो! अणाईयं अणवदग्गंदीहमद्धंचाउतसंसारकंतारंअणुपरियट्टिए,तंमाणंअज्जो !तुम्भंकेइ
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy