SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ શતક–૧૫ : ગોશાલક અધ્યયન ૨૩૭ मंखलिपुत्ते जिणे, जिणप्पलावी जाव एस णं गोसाले चेव मंखलीपुत्ते, समणघायए जाव छउमत्थे चेव कालगए । समणे भगवं महावीरे जिणे, जिणप्पलावी जाव विहरइ; महया अणिड्ढी- असक्कारसमुदएणं ममं सरीरगस्स णीहरणं करेज्जाह; एवं वदित्ता कालगए । શબ્દાર્થ – સુવેળ = મુંજની રસ્સીથી તદ્નુમેહ વર્તુમેત્તા - થૂંકવું આ વિડુિં-ઘસડતાં. ભાવાર્થ :- આ રીતે વિચાર કરીને ગોશાલકે આજીવિક સ્થવિરોને પોતાની પાસે બોલાવ્યા અને અનેક પ્રકારના શપથ આપીને આ પ્રમાણે કહ્યું– હું વાસ્તવમાં જિન નથી, તેમ છતાં જિન પ્રલાપી યાવત્ પોતાને તીર્થંકરરૂપે વિખ્યાત કરતો વિચરું છું. હું તે જ મંખલિપુત્ર ગોશાલક છું, હું શ્રમણોનો ઘાતક છું, શ્રમણોનો પ્રત્યનીક છું, હું છદ્મસ્થ અવસ્થામાં જ કાલધર્મને પ્રાપ્ત કરીશ. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જ વાસ્તવમાં જિન, જિન પ્રલાપી અને તીર્થંકરરૂપે વિચરે છે. હે દેવાનુપ્રિયો ! તેથી જ્યારે હું કાલધર્મને પ્રાપ્ત કરું ત્યારે મારા ડાબા પગને મુંજની રસ્સીથી બાંધજો અને ત્રણ વાર મારા મુખ પર થૂંકો. પછી શ્રાવસ્તી નગરીમાં શ્રૃંગાટક આદિ માર્ગોમાં તેમજ રાજમાર્ગોમાં મને ઘસડતાં મોટા અવાજે ઉદ્ઘોષણા કરતાં કહેજો કે— “હે દેવાનુપ્રિયો ! મંખલિપુત્ર ગોશાલક જિન નથી, પરંતુ જિન પ્રલાપી અને પોતાને તીર્થંકરરૂપે વિખ્યાત કરતો વિચર્યો છે. તે શ્રમણોનો ઘાતક મંખલિપુત્ર ગોશાલક છદ્મસ્થ અવસ્થામાં જ કાલધર્મને પ્રાપ્ત થયો છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી વાસ્તવમાં તીર્થંકર છે યાવત્ તીર્થંકરરૂપે વિચરે છે. આ રીતે ઋદ્ધિ વિના અને અસત્કારપૂર્વક મારા મૃત શરીરને બહાર કાઢજો.’’ આ પ્રમાણે કહીને ગોશાલક કાલધર્મને પ્રાપ્ત થયો. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં મિથ્યાત્વી અને સમ્યક્ત્વીના વિચારોનો તફાવત પ્રગટ થાય છે. ગોશાલકને જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય હતો ત્યાં સુધીમાં તેણે કેટકેટલા દુર્વ્યવહારો કર્યા. પોતાના અનંત ઉપકારી તીર્થંકર ભગવાન સાથે પણ મન, વચન અને કાયાથી વિપરીત આચરણ કર્યું. પરંતુ જ્યારે મિથ્યાત્વનો ઉદય સમાપ્ત થયો અને સમ્યગ્દર્શનનો પ્રકાશ પ્રાપ્ત થયો ત્યારે સત્ય સમજાઈ ગયું. સમ્યગ્દર્શનના પ્રભાવે તેણે અંતઃકરણપૂર્વક પોતાના અનુયાયીઓ સમક્ષ જ પ્રતિષ્ઠાની પરવાહ કર્યા વિના પાપનું પ્રાયશ્ચિત્ત કરીને, જીવનની અંતિમ ક્ષણોમાં મતિ અનુસાર ગતિને પ્રાપ્ત કરતાં બારમા દેવલોકમાં દેવ થયો. ગોશાલકના આદેશનું દાંભિક રીતે પાલન : ७२ तणं आजीविया थेरा गोसालं मंखलिपुत्तं कालगयं जाणित्ता हालाहलाए कुंभकारीए कुंभकारावणस्स दुवाराई पिर्हेति, पिहित्ता हालाहलाए कुंभकारीए कुंभकारावणस्स बहुमज्झदेसभाए सावत्थि णयरिं आलिहंति, आलिहित्ता गोसालस्स मंखलिपुत्तस्स सरीरगं वामे पाए सुंबेणं बंधइ, बंधित्ता तिक्खुत्तो मुहे उठ्ठहंति, उठ्ठहित्ता सावत्थीए णयरीए सिंग्घाडग जावपहेसु आकड्ढविकड्डि करेमाणा, णीयणीयं सद्देण उग्घोसेमाणा उग्घोसेमाणा एवं वयासी - णो खलु देवाणुप्पिया ! गोसाले मंखलिपुत्ते जिणे जिणप्पलावी जाव विहरिए, एस णं गोसाले चेव मंखलिपुत्ते समणघायए जाव छउमत्थे चेव कालगए । समणे भगवं महावीरे जिणे, जिणप्पलावी जावविहरइ, सवहपडिमोक्खणगं करेंति, करित्ता दोच्चं पि पूयासक्कारथिरीकरणट्टयाए गोसालस्स मंखलिपुत्तस्स वामाओ पायाओ
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy