SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ | २७२ । શ્રી ભગવતી સૂત્ર-૪ कुडुबजागरियं जागरमाणस्स अयमेयारूवे अज्झथिए जावसमुप्पज्जित्था-किं संठिया हल्ला पण्णता? तएणं तस्स अयंपुलस्स आजीविओवासगस्स दोच्चं पि अयमेयारूवे अज्झत्थिए जावसमुप्पज्जित्था-एवंखलुममधम्मायरिए, धम्मोवएसएगोसालेमंखलिपुत्ते उप्पण्णणाणंदसणधरे जावसवण्णू सव्वदरिसी इहेव सावत्थीए णयरीए हालाहलाए कुंभकारीएकुंभकारावर्णसि आजीवियसंघसंपरिखुडे आजीवियसमएणं अप्पाणं भावमाणे विहरइ,तंसेयं खलु मे कल्लं जावजलते गोसाल मंखलिपुत्तं वंदित्ता जावपज्जुवासेत्ता इमं एयारूवं वागरणं वागरित्तए त्ति कटु एवं संपेहेइ, एवं संपेहित्ता कल्लं जावजलंते ण्हाए जावअप्पमहग्घाभरणालंकियसरीरे, साओ गिहाओपडिणिक्खमइ, पडिणिक्खमित्ता पायविहारचारेणं सावत्थिणयरिंमझमज्झणं जेणेव हालाहलाए कुंभकारीएकुंभकारावणे तेणेव उवागच्छइ, उवागच्छित्तागोसालंमंखलिपुतंहालाहलाएकुंभकारीएकुभकारावर्णसि अंबकूणगहत्थगयं जाव अंजलिकम्मं करेमाणं सीयलएणं मट्टियापाणएणं आयंचणिउदएणं गायाइं परिसिंचमाणं पासइ, पासित्ता लज्जिए, विलिए, विड्डे सणियं सणियं पच्चोसक्कइ। ભાવાર્થ:- તે શ્રાવસ્તી નગરીમાં અત્યંપુલ નામનો આજીવિકોપાસક રહેતો હતો. તે ઋદ્ધિસંપન્ન યાવતું અપરાભૂત હતો. તે હાલાહલા કુંભારણની જેમ આજીવિક સિદ્ધાંતથી પોતાના આત્માને ભાવિત કરતો વિચરતો હતો. અત્યંપુલ આજીવિકોપાસકને એકવાર રાત્રિના પાછલા પ્રહરમાં કુટુંબ જાગરણ કરતા આ પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો કે “હલ્લા' નામના કીટ વિશેષનો આકાર કેવો હશે ? પછી અચંપલ આજીવિકોપાસકને બીજો પણ આ પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો કે મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક મંખલિપુત્ર ગોશાલક ઉત્પન્ન જ્ઞાન-દર્શનના ધારક, સર્વજ્ઞ, સર્વદર્શી છે. તેઓ આ જ શ્રાવસ્તી નગરીમાં હાલાહલા કુંભારણની દુકાનમાં આજીવિક સિદ્ધાંતથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરે છે. તેથી કાલે પ્રાતઃકાલે સૂર્યોદય થતાં મખલિપુત્ર ગોશાલકને વંદન-નમસ્કારપૂર્વક પર્યાપાસના કરીને, આ પ્રશ્ન પૂછવો તે મારા માટે શ્રેયસ્કર છે. આ પ્રમાણે વિચાર કર્યો, વિચાર કરીને બીજે દિવસે પ્રાતઃકાળે સ્નાન કર્યું, પછી અલ્પ ભારે અને મહામૂલ્યવાન આભૂષણોથી પોતાના શરીરને અલંકૃત કરીને પોતાના ઘેરથી બહાર નીકળીને પગપાળા ચાલીને, શ્રાવસ્તી નગરીની મધ્યમાંથી પસાર થઈને હાલાહલા કુંભારણની દુકાને આવ્યા, આવીને તેણે હાથમાં આમ્રફલ ગ્રહણ કરેલા કાવત્ કુંભારણને વારંવાર હાથ જોડીને પ્રાર્થના કરતા અને માટી મિશ્રિત શીતળ જળથી પોતાના અવયવોને સિંચન કરતા ગોશાલકને જોયા અને જોતાં જ તે લજ્જિત, ઉદાસ અને અધિક લજ્જિત થયો અને તે ધીરે ધીરે પાછો ફરી ગયો. ६६ तएणंते आजीविया थेरा अयंपुलंआजीवियोवासगंलज्जियं जावपच्चोसक्कमाणं पासइ, पासित्ता एवं वयासी- एहि ताव अयंपुला ! एत्तओ। तएणं से अयंपुले आजीवियोवासए आजीवियथेरेहिं एवं वुत्ते समाणे जेणेव आजीविया थेरा तेणेव उवागच्छइ,तेणेव उवागच्छित्ता आजीविए थेरेवंदइणमंसइ,वंदित्ता णमंसित्ताणच्चासण्णे जावपज्जुवासइ।
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy