SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૫: ગોશાલક અધ્યયન [ ૨૩૧] તિન્દુરુક વગેરે ફળો અલ્પ વિકસિત અને કાચા હોય, તેને મુખમાં રાખીને થોડું ચૂસે અથવા વિશેષ રૂપે ચૂસે પરંતુ તેનું પાણી પીવે નહીં. તેને ત્વપાનક પાણી કહેવાય છે. ६३ से किंतं सिंबलिपाणए ? सिंबलिपाणए-जंणंकलसंगलियंवा, मुग्गसंगलियं वा माससंगलियं वा सिंबलिसंगलियं वा तरुणियं आमियं आसगसि आवीलेइ वा पविलेइवा,ण य पाणिय पियइ, सेत सिंबलिपाणए। ભાવાર્થ:- પ્રશ્ન- સિંબલી પાનકનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- કલાય સિમ્બલી-વટાણાની શિંગ, મગની શિંગ, અડદની શિંગ, સિમ્બલી(વૃક્ષ વિશેષ)ની શિંગ આદિ અપક્વ અને કાચી હોય તેને મુખમાં થોડી ચાવે અથવા વિશેષ ચાવે પરંતુ તેનું પાણી પીવે નહીં. તેને સિમ્બલી પાનક કહેવાય છે. ६४ से किं तं सुद्धपाणए ? सुद्धपाणए जे णं छ मासे सुद्धखाइमं खाइ, दो मासे पुढविसंथारोवगए, दो मासे कट्ठसंथारोवगए, दो मासे दब्भसंथारोवगए, तस्स णं बहुपडिपुण्णाणंछण्हंमासाणं अंतिमराईए इमेदो देवा महिड्डिया जावमहासोक्खा अंतियं पाउब्भवति, तं जहा- पुण्णभद्दे य माणिभद्दे य । तएणं ते देवा सीयलएहिं उल्लएहिं हत्थेहिं गायाइं परामुसंति,जेणंते देवेसाइज्जइ,सेणं आसीविसत्ताए कम्मंपकरेइजे णते देवे णो साइज्जइ. तस्स णं सयंसि सरीरगसि अगणिकाए संभवड.सेणं सएणं तेएणं सरीरगं झामेइ,झामित्ता तओ पच्छा सिज्झइ जाव अतकरेइ । सेतंसुद्धपाणए । ભાવાર્થઃ- પ્રશ્ર–શુદ્ધ પાનકનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- જે છ મહિના સુધી શુદ્ધ આહાર કરે છે, છ મહિનામાં બે મહિના સુધી પૃથ્વી રૂપ સંસ્તારક પર શયન કરે છે, બે મહિના લાકડાના સંસ્તારક પર શયન કરે છે, બે મહિના સુધી દર્ભના સંસ્મારક પર શયન કરે છે. આ રીતે છ મહિનાની અંતિમ રાત્રે તેની પાસે બે મહદ્ધિક યાવતું મહાસુખી દેવો પ્રગટ થાય છે. યથા– પૂર્ણભદ્ર અને માણિભદ્ર. આ દેવ શીતળ અને ભીના હાથે તેના શરીરના અવયવોનો સ્પર્શ કરે છે. તે દેવોની જો તે સાધુ અનુમોદના કરે છે, તો તે આશીવિષ કર્મ કરે છે અને જે તે દેવોની અનુમોદના કરતા નથી, તેના સ્વયંના શરીરમાં અગ્નિકાય ઉત્પન્ન થાય છે. તે અગ્નિકાય પોતાના તેજથી તેના શરીરને બાળે છે. ત્યાર પછી તે સિદ્ધ થાય છે યાવતુ સમસ્ત દુઃખોનો અંત કરે છે. તે શુદ્ધ પાનક કહેવાય છે. વિવેચન - પોતાના દોષને ઢાંકવા માટે ગોશાલકે પાનક-અપાનકની પ્રરૂપણા કરી છે. પોતાને જે તેજોવેશ્યા જન્ય દાહજવર થયો તેને તે યોગ્ય પાનકરૂપે ઘટાવી રહ્યો હતો. આજીવિકોપાસક અચંપુલ - ६५ तत्थणंसावत्थीए णयरीए अयंपुले णामं आजीविओवासए परिवसइ- अड्डे जाव अपरिभूए, जहा हालाहला जाव आजीवियसमएणं अप्पाणं भावेमाणे विहरइ । तएणं तस्स अयंपुलस्स आजीविओवासगस्स अण्णया कयाइ पुव्वरत्तावरत्तकालसमयसि
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy