SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ | ૧૯૦ ] શ્રી ભગવતી સૂત્ર-૪ | घरसमुदाणस्स भिक्खायरियाए अडमाणे वसहीए सव्वओसमंता मग्गण-गवेसणं करेइ । वसहीए सव्वओ समंता मग्गण-गवेसणं करेमाणे अण्णत्थ वसहिं अलभमाणे तस्सेव गोबहुलस्स माहणस्स गोसालाए एगदेसंसि वासावासंउवागए । तएणंसा भद्दाभारिया णवण्हमासाणंबहुपडिपुण्णाणं अट्ठमाणराईदयाणवीइक्कंताणंसुकुमाल जावपडिरूवगं दारगंपयाया। ભાવાર્થ:- તે કાલે, તે સમયે શરવણ' નામનું સન્નિવેશ હતું. તે ઋદ્ધિ સંપન્ન, ઉપદ્રવ રહિત થાવત્ દેવલોક સમાન પ્રકાશવાન અને ચિત્તને પ્રસન્ન કરનાર યાત્મનોહર હતું. તે શરવણ સન્નિવેશમાં ગોબહુલ નામના એક બ્રાહ્મણ રહેતા હતા. તે ઋદ્ધિ સંપન્ન થાવ અપરાભૂત હતા. તે ઋગ્વદ આદિ બ્રાહ્મણ-શાસ્ત્રોના વિષયમાં નિપુણ હતા. તે ગોબહુલ બ્રાહ્મણને એક ગોશાળા હતી. એક દિવસ તે મખલિ નામક ભિક્ષાચર, પોતાની ગર્ભવતી ભદ્રા ભાર્યાની સાથે લોકોને ચિત્રપટ બતાવી પોતાની આજીવિકા મેળવવા ફરતાં-ફરતાં શરવણ નામના સન્નિવેશમાં ગોબહુલ બ્રાહ્મણની ગોશાળામાં આવ્યો અને ગોબહુલ બ્રાહ્મણની ગોશાળાના એક ભાગમાં પોતાનો સરસામાન રાખીને ઉતારો કર્યો. સરસામાન ત્યાં રાખીને તે શરવણ ગામમાં ઉચ્ચ, નિમ્ન અને મધ્યમ કુળોના ઘર-સમુદાયમાં ભિક્ષાચર્યાને માટે ફરવા લાગ્યો. તેમજ પોતાના નિવાસ માટે કોઈ પણ સ્થાનની શોધ કરવા લાગ્યો. ચારે તરફ ગવેષણા કરવા છતાં રહેવા યોગ્ય કોઈ સ્થાન મળ્યું નહીં, તેથી તેણે ગોબહુલ બ્રાહ્મણની ગોશાળાના એક ભાગમાં જ વર્ષાઋતુ વ્યતીત કરવા માટે નિવાસ પ્રાપ્ત કર્યો. ત્યાર પછી તે ભદ્રાએ પરિપૂર્ણ નવ માસ અને સાડા સાત રાત-દિન વ્યતીત થયા પછી એક સુકુમાર હાથ-પગવાળા યાવત સુંદર પુત્રને જન્મ આપ્યો. |७ तएणं तस्स दारगस्स अम्मापियरो जाव एक्कारसमे दिवसे वीइक्कते बारसाहे दिवसे अयमेयारूवं गोण गुणणिप्फण्ण णामधेज्ज करेति- जम्हा ण अम्ह इमेदारए गोबहुलस्समाहणस्स गोसालाए जाएतंहोउणं अम्हंइमस्स दारगस्सणामधेज्जंगोसाले गोसाले त्ति । तएणं तस्स दारगस्स अम्मापियरोणामधेजंकति 'गोसाले ति । तएणं से गोसाले दारए उम्मुक्कबालभावे विण्णायपरिणयमेत्ते जोव्वणगमणुप्पत्ते सयमेव पाडिएक्कं चित्तफलगं करेइ, करेत्ता चित्तफलगहत्थगए मखत्तणेणं अप्पाणं भावेमाणे વિદા ભાવાર્થ - ત્યાર પછી તે બાળકના માતા પિતાએ અગિયાર દિવસ વ્યતીત થયા પછી બારમે દિવસે, તેનું આ પ્રમાણે ગુણનિષ્પન્ન નામકરણ કર્યું. “અમારો આ બાળક ગોબહુલ બ્રાહ્મણની ગોશાળામાં જન્મ્યો હોવાથી અમે તે બાળકનું નામ “ગોપાલક' રાખીએ છીએ.” આ રીતે તે બાળકના માતા પિતાએ બાળકનું ગુણ નિષ્પન્ન નામ “ગોશાલક’ આપ્યું. તે ગોશાલક બાલ્યાવસ્થાથી મુક્ત થઈને,પરમવિજ્ઞ અને પરિપક્વ બદ્ધિવાળો થઈને યૌવનાવસ્થાને પ્રાપ્ત થયો. ત્યારે તે સ્વયં સ્વતંત્ર રૂપે હાથમાં ચિત્રપટ લઈને મંખવૃત્તિથી આજીવિકા ચલાવતો વિચરવા લાગ્યો. વિવેચન : પ્રસ્તુત ત્રણ સૂત્રોમાં ગોશાલકનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે.
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy