SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ શતક–૧૪: ઉદ્દેશક-s ૧૫૩ તે જ રીતે સનકુમારના વિષયમાં પણ કહેવું જોઈએ પરંતુ વિશેષતા એ છે કે પ્રાસાદાવર્તસકની ઊંચાઈ 00 યોજન અને વિસ્તાર ૩00 યોજન હોય છે. તે જ રીતે મણિપીઠિકા આઠ યોજનની છે, તેની ઉપર પોતાના પરિવારને યોગ્ય આસન સહિત એક મહાન સિંહાસનની વિદુર્વણા કરે છે. ત્યાં દેવેન્દ્ર દેવરાજ સનકુમાર ૭૨,000 સામાનિક દેવોની સાથે વાવતુ ૨,૮૮,૦૦૦આત્મરક્ષક દેવોની સાથે અને સનસ્કુમાર કલ્પવાસી અનેક દેવ-દેવીઓની સાથે પ્રવૃત્ત થઈને મહાન ગીત અને વાજિંત્રના શબ્દોની સાથે ભાવતું ભોગ ભોગવે છે. સનકુમારની સમાન પ્રાણત તથા અશ્રુત દેવલોક સુધી કથન કરવું જોઈએ. વિશેષતા એ છે કે જેનો જેટલો પરિવાર હોય, તેટલો કહેવો જોઈએ. પોત-પોતાના વિમાનોની ઊંચાઈની સમાન પ્રાસાદોની ઊંચાઈ અને તેનાથી અર્ધી તેનો વિસ્તાર કહેવો જોઈએ. યાવતુ અમ્રુત દેવલોકનો પ્રાસાદાવસક ૯00 યોજન ઊંચો અને ૪૫૦ યોજન વિસ્તૃત છે. હે ગૌતમ ! તેમાં દેવેન્દ્ર દેવરાજ અય્યત, ૧૦,000 સામાનિક દેવોની સાથે ભાવતું ભોગ ભોગવે છે. શેષ સર્વવર્ણન ઉપરવત્ સમજવું. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે... વિવેચન : પ્રસ્તુત ચાર સૂત્રોમાં શક્રેન્દ્રથી અચ્યતેન્દ્ર પર્વતના ઇન્દ્રોની ભોગપદ્ધતિનું વર્ણન છે. શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્ર મણિપીઠિકા પર દેવશય્યાની વિદુર્વણા કરે છે. સૌધર્મ અને ઈશાન દેવલોકના ઇન્દ્રો કાય પ્રવીચારી હોય છે, સનસ્કુમારેન્દ્ર માત્ર સિંહાસનની જ વિફર્વણા કરે છે. દેવશય્યાની વિકુર્વણા કરતા નથી, કારણ કે ત્રીજા-ચોથા દેવલોકના ઇન્દ્ર સ્પર્શમાત્રથી જ વિષયોપભોગ કરે છે. તેથી તેને શય્યાની આવશ્યક્તા નથી. ત્યાર પછી પાંચમા, છઠ્ઠા દેવલોકના ઇન્દ્રો રૂપથી; સાતમા, આઠમા દેવલોકના ઇન્દ્રો શબ્દથી અને નવથી બાર દેવલોકના ઇન્દ્રો મનથી વિષયોપભોગ કરે છે. વૈમાનિકના ૧૦ ઈન્દ્રોના પ્રાસાદની ઊંચાઈ આદિ: સામાનિક દેવો | પ્રાસાદની ઊંચાઈ | પ્રાસાદનો વિસ્તાર શક્રેન્દ્ર ૮૪,000 ૫00 યોજન ૨૫૦ યોજન ઈશાનેન્દ્ર ૮0,000 ૫00 યોજના ૨૫૦ યોજન સનસ્કુમારેન્દ્ર ૭૨,000 ૬00 યોજન ૩00 યોજન માહેન્દ્ર ૭૦,000 s00 યોજન ૩00 યોજન બ્રહ્મલોકેન્દ્ર 0,000 ૭00 યોજન ૩૫૦ યોજન લાન્તકેન્દ્ર ૫0,000 ૭00 યોજન ૩૫૦ યોજન મહાશુક્રેન્દ્ર ૪0,000 ૮00 યોજન ૪00 યોજન સહસારેન્દ્ર ૩0,000 ૮00 યોજન ૪00 યોજન આનત-પ્રાણતકલ્પના પ્રાણતેન્દ્ર ૨૦,000 ૯૦૦ યોજન ૪૫૦ યોજન આરણ-અર્ચ્યુતકલ્પના અચ્યતેન્દ્ર | ૧૦,000 | ૯00 યોજન ૪૫૦ યોજના વૈમાનિકેન્દ્રમાં શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્રને આઠ અગ્રમહિષી છે. સામાનિકદેવોથી ચાર ગુણા આત્મરક્ષક દેવો હોય છે. શેષ ઋદ્ધિનું વર્ણન શ્રી ભગવતી સૂત્ર ભાગ-૧, શતક- ૩/૧, પૃષ્ટ- ૩૬૯ અનુસાર જાણવું. () | શતક ૧૪/૬ સંપૂર્ણ છે તે
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy