SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૫ર શ્રી ભગવતી સૂત્ર-૪ सपरिवाराहिं, दोहि य अणिएहिं णट्टाणिएण य गंधव्वाणिएण यसद्धिं महयाहयणट्ट जाव दिव्वाई भोगभोगाइ भुजमाणे विहरइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે, ભગવનું ! દેવેન્દ્ર દેવરાજ શક્રને, ભોગવવા યોગ્ય મનોજ્ઞ સ્પર્ધાદિ ભોગો ભોગવવાની ઇચ્છા થાય ત્યારે તે કેવી રીતે ભોગ ભોગવે છે? ઉત્તર- હે ગૌતમ! તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક્ર, એક મહાન ચક્રની સમાન ગોળાકાર સ્થાનની વિદુર્વણા કરે છે. તેની લંબાઈ પહોળાઈ એક લાખ યોજન, પરિધિ ૩,૧૬રર૭ યોજન, ૩ ગાઉ, ૧૨૮ ધનુષ્ય અને કંઈક અધિક સાડાતેર અંગુલની હોય છે. તે ચક્રાકાર સ્થાનની બરાબર ઉપર બહુસમ રમણીય ભૂમિભાગ હોય છે યાવત્ તે મણિઓના સ્પર્શયુક્ત હોય છે. વિસ્તૃત વર્ણન રાજપ્રશ્રીય સૂત્રાનુસાર જાણવું. તે ચક્રાકાર સ્થાનની બરોબર મધ્યભાગમાં એક મહાન પ્રાસાદાવતુંસક એટલે સર્વ ભવનોમાં શ્રેષ્ઠ ભવનની વિદુર્વણા કરે છે. તેની ઊંચાઈ ૫00 યોજનાની અને તેનો વિખંભ(વિસ્તાર) ૨૫0 યોજન હોય છે. તે પ્રાસાદ અત્યંત ઊંચો યાવત મનોહર હોય છે. તે પ્રાસાદાવર્તસકની ભીંત ચમકતી પધ લતાઓના ચિત્રથી ચિત્રિત યાવત મનોહર હોય છે. તે પ્રાસાદાવતસકની અંદરનો ભાગ સમ અને રમણીય હોય છે યાવતું ત્યાં મણિઓનો સ્પર્શ હોય છે. ત્યાં આઠ યોજન ઊંચી એક મણિપીઠિકા હોય છે, જે વૈમાનિકોની મણિપીઠિકાની સમાન હોય છે. તેની ઉપર એક મહાન દેવશય્યાની વિદુર્વણા કરે છે. તે દેવશય્યાનું વર્ણન પણ રાજપ્રશ્રીય સૂત્રાનુસાર જાણવું યાવત્ તે મનોહર હોય છે. ત્યાં દેવેન્દ્ર દેવરાજ શક્ર પોત-પોતાના પરિવાર સહિત આઠ અગ્રમહિષીઓની સાથે, ગન્ધર્વોનીક અને નાટયાનીક આ બે પ્રકારના અનીકોની સાથે, વાજિંત્રો વગાડવાથી થતાં મહાન ઘોષ સાથે, નાટયગીત વગેરે દ્વારા ભોગવવા યોગ્ય દિવ્ય ભોગોને ભોગવે છે. | ४ जाहेईसाणेदेविंदेदेवराया दिव्वाइंभोगभोगाई जउकामेभवइसेकहमियाणिपकड्? गोयमा ! जहा सक्के तहा ईसाणे वि णिरवसेसं । एवं सणंकुमारे वि, णवरं पासायवडेंसओ छ जोयणसयाइंउड्डंउच्चत्तेणं, तिण्णि जोयणसयाइविक्खंभेणं । मणिपेढिया तहेव अट्ठजोयणिया। तीसे ण मणिपेढियाए उवरि एत्थ ण महेग सीहासण विउव्वइ सपरिवार भाणियव्वं । तत्थणंसणंकुमारे देविंदे देवराया बावत्तरीए सामाणिय साहस्सीहिं जावचउहिं बावत्तरीहिं आयरक्खदेवसाहस्सीहि यबहूहिसणंकुमारकप्पवासीहिं वेमाणिएहिं देवेहि य देवीहि य सधि संपरिवुडे महयाहय जावविहरइ । एवं जहा सणंकुमारे तहा जावपाणओ अच्चुओ, णवरं जो जस्स परिवारो सोतस्स भाणियव्वो। पासायउच्चत्तंजसएसुसएसुकप्पेसु विमाणाणंउच्चत्तं, अद्धद्धं वित्थारो जावअच्चुयस्स णवजोयणसयाइंउटुंउच्चत्तेण अद्धपंचमाइजोयणसयाई विक्खभेण । तत्थ णंगोयमा ! अच्चुए देविंदे देवराया दसहिं सामाणियसाहस्सीहिं जावविहरइ, सेसंतंचेव ॥ सेवं અંતે સેવ ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ ઈશાનને, દિવ્ય ભોગ ભોગવવાની ઇચ્છા થાય, ત્યારે તે કેવી રીતે ભોગ ભોગવે છે? ઉત્તર- હે ગૌતમ! જે રીતે શક્રેન્દ્રના વિષયમાં કહ્યું, તે જ રીતે ઈશાનેન્દ્રને માટે પણ કહેવું જોઈએ.
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy