SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ ] શ્રી ભગવતી સત્ર-૪ પરંપર ખેદાનુપપત્રક છે? ઉત્તર- હે ગૌતમ ! નરયિકો અનંતર ખેદોપપત્રક પણ છે, પરંપર-ખેદોપપન્નક પણ છે અને અનંતર પરંપરખેદાનુપપત્રક પણ છે. આ અભિલાપ દ્વારા પૂર્વોક્ત રૂપે ચાર દંડક કહેવા જોઈએ. / હે ભગવન! આપ કહો છો તેમજ છે. આપ કહો છો તેમજ છે. // વિવેચન :અનંતર ખેદોપપત્રક :- ઉત્પત્તિના પ્રથમ સમયમાં જ જે ખેદયુક્ત-દુઃખી હોય તેવા જીવો અનંતર ખેદોપપન્નક કહેવાય છે. પરંપર ખેદોપપન્નકઃ-જેની ખેદ યુક્ત ઉત્પત્તિના બે ત્રણ આદિ સમય વ્યતીત થઈ ગયા હોય તેવા જીવો પરંપર ખેદોપપત્રક કહેવાય છે. અનંતર-પરંપર ખેદાનપપત્રક - અનંતર અથવા પરંપર ખેદયુક્ત ઉત્પત્તિ નથી તેવા વિગ્રહગતિવર્તી જીવો અનંતર-પરંપર ખેદાનુપપન્નક કહેવાય છે. ત્રણેમાં પૂર્વોક્ત ચાર દંડક - આ રીતે છે– (૧) ખેદોપપત્રક (૨) ખેદોપપત્રક સંબંધી આયુષ્યબંધ (૩) ખેદ નિર્ગત અને (૪) ખેદ નિર્ગત સંબંધી આયુષ્ય બંધ. આ ચારે દંડક પૂર્વોક્ત વક્તવ્યતા અનુસાર કહેવા જોઈએ. અનંતર ખેદોપપન્નક અને અનંતર પરંપર ખેદાનુપપન્નક નૈરયિકો આયુષ્યબંધ કરતા નથી. પરંપર ખેદોપપન્નક નૈરયિક, મનુષ્ય કે તિર્યંચ ગતિનું આયુષ્ય બાંધી શકે છે. તે જ રીતે અનંતર ખેદ નિર્ગત કે અનંતર-પરંપર ખેદ અનિર્ગત નૈરયિકો આયુષ્યનો બંધ કરી શકતા નથી. પરંપર ખેદ નિર્ગત નૈરયિક(નરક ગતિમાંથી નીકળેલા જીવો) ચારે ગતિનું આયુષ્ય બાંધી શકે છે. આ રીતે ૨૪ દંડકના જીવોમાં કથન કરવું જોઈએ. - છે શતક ૧૪/૧ સંપૂર્ણ ,
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy