SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ] શ્રી ભગવતી સૂત્ર-૩ एवं जहाणुपुव्वीए जस्स जइ सरीराणि इंदियाणि य तस्स तइ भाणियव्वाणि जाव जे पज्जत्ता-सव्वट्ठसिद्ध-अणुत्तरोववाइय-कप्पाईय-वेमाणियदेव पंचिंदियवेउव्विय-तेया-कम्मा-सोइंदिय जाव फासिंदिय-पओगपरिणया ते वण्णओ कालवण्णपरिणया वि जाव आययसंठाणपरिणया वि । एवं एए णव दंडगा। ભાવાર્થ:- જે પુદ્ગલ અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિયદારિક, તૈજસ, કાર્મણ શરીર સ્પર્શેન્દ્રિય પ્રયોગ પરિણત છે, તે વર્ણથી કાળા વર્ણરૂપે પણ પરિણત છે યાવત સંસ્થાનથી આયત સંસ્થાનરૂપે પણ પરિણત છે. જે પુગલ પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક-તૈજસ-કાર્પણ શરીર સ્પર્શેન્દ્રિય પ્રયોગ પરિણત છે, તે પણ પૂર્વવત્ જાણવા જોઈએ. આ અનુક્રમથી સર્વ સૂત્રો કહેવા જોઈએ. વિશેષતા એ છે કે જેને જેટલા શરીર અને જેટલી ઇન્દ્રિયો હોય, તેને તેટલા શરીર અને તેટલી ઇન્દ્રિયોનું કથન કરવું જોઈએ યાવત્ જે પુદ્ગલ પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક પંચેન્દ્રિય વૈક્રિય-તૈજસ-કાશ્મણ શરીર તથા શ્રોતેન્દ્રિયથી લઈને સ્પર્શેન્દ્રિય સુધી પ્રયોગ પરિણત છે, તે વર્ણથી કાળા વર્ણરૂપે પણ પરિણત છે યાવતું સંસ્થાનથી આયત સંસ્થાન રૂપે પણ પરિણત છે આ રીતે નવ દંડક પૂર્ણ થાય છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં શરીરની ઇન્દ્રિયોમાં વર્ણાદિની અપેક્ષાએ જીવના પ્રયોગ પરિણત પુદ્ગલોનું કથન છે. પાંચમાં દ્વારમાં કથિત શરીર ઇન્દ્રિય પરિણત પુદ્ગલોના ૨,૧૭૫ ભેદ છે. તે પ્રત્યેક યુગલ વર્ણાદિ પચ્ચીસ ભેદે પરિણત થઈ શકે છે. તેથી ૨૧૭૫૪૨૫ = ૫૪,૩૭૫ ભેદ થાય, પરંતુ તેમાં બીજા દ્વારમાં કથિત જીવના ૧૧ ભેદના ૧૬૧ કાશ્મણ શરીરની ૭૧૩ ઇન્દ્રિય (એકેન્દ્રિય કાર્મણ શરીરની ૨૦+ બેઇન્દ્રિયની ૪ + તે ઇન્દ્રિયની ૬ + ચોરેન્દ્રિયની ૮+ પંચેન્દ્રિયના ૧૩૫ ભેદ ૪ ૫ = ૭૫ ઇન્દ્રિય, આ રીતે કુલ ૨૦+૪+૬+૮+ ૭૫ = ૭૧૩ ઇન્દ્રિય) ચઉસ્પર્શી જ છે. તેથી તેના ચાર સ્પર્શના ૭૧૩૪૪ = ૨,૮૫ર ન્યૂન કરતાં ૫૪,૩૭૫-૨,૮૫૨ = ૫૧,પર૩ શરીરની ઇન્દ્રિયના વર્ણાદિ પ્રયોગ પરિણત પગલ થાય છે. આ રીતે નવ દંડક દ્વારોના પ્રયોગ પરિણત પુદ્ગલ કુલ ૮૮,૬રપ થાય છે. યથા- નવ દંડકના ક્રમશઃ ૮૧+૧૬૧+૪૯૧+૭૧૩+૨,૧૭૫+૪,૦૨૫+૧૧,૩૧+૧૭,૮૨૫૫૫૧,પર૩ = ૮૮,૬૨૫ ભેદ થાય છે. નિષ્કર્ષ– સૂત્રકારે વિવિધ પ્રકારે પ્રયોગ પરિણત યુગલોના ભેદ પ્રભેદનું કથન કરીને પુલ જગતની અનંતતા સિદ્ધ કરી છે. સંસાર પરિભ્રમણ કરતા જીવો પોતાની વૈભાવિક શક્તિથી વિવિધ પ્રકારે પુદ્ગલો ગ્રહણ કરીને પરિણત કરે છે. કર્માનુસાર તેનો સંયોગ થતો રહે છે અને તેમાં પરિવર્તન પણ થયા કરે છે. મિશ્ર પરિણત પુદ્ગલોના ભેદ-પ્રભેદ - ३९ मीसापरिणया णं भंते ! पोग्गला कइविहा पण्णत्ता?
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy