SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૮: ઉદ્દેશક-૧ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રયોગ પરિણત પુલોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! પ્રયોગ પરિણત યુગલોના પાંચ પ્રકાર છે. યથા– (૧) એકેન્દ્રિય પ્રયોગ પરિણત (૨) બેઇન્દ્રિય પ્રયોગ પરિણત (૩) તે ઇન્દ્રિય પ્રયોગ પરિણત (૪) ચૌરેન્દ્રિય પ્રયોગ પરિણત (૫) પંચેન્દ્રિય પ્રયોગ પરિણત યુગલ. | ४ एगिदियपओगपरिणया णं भंते ! पोग्गला कइविहा पण्णत्ता? गोयमा ! पंचविहा पण्णत्ता, तं जहा- पुढविक्काइयएगिदियपओगपरिणया जाव वणस्सइकाइयएगिदिय-पओगपरिणया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એકેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! એકેન્દ્રિય પ્રયોગ પરિણત યુગલોના પાંચ પ્રકાર છે, યથા– પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ યાવત્ વનસ્પતિકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત પુલ. ५ पुढविक्काइय एगिंदियपओगपरिणया णं भंते ! पोग्गला कइविहा पण्णत्ता? गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- सुहुमपुढविक्काइय-एगिंदियपओगपरिणया, बादरपुढविक्काइयएगिदियपओगपरिणया य । आउक्काइय एगिदियपओगपरिणया एवं चेव, एवं दुयओ भेओ जाव वणस्सइकाइया य । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! તેના બે પ્રકાર છે. યથા– સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ અને બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ. તે જ રીતે અપ્લાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત પુગલ કહેવા જોઈએ. તે જ રીતે વનસ્પતિકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત યુગલ પર્યત પ્રત્યેકના બે-બે ભેદ છે. |६ बेइंदियपओगपरिणयाणं, पुच्छा? गोयमा ! अणेगविहा पण्णत्ता । एवं तेइंदियपओगपरिणया, चउरिदिय पओगपरिणया वि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બેઇન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! તેના અનેક પ્રકાર છે. તે જ રીતે તેઇન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલો અને ચૌરેન્દ્રિય પ્રયોગ પરિણત યુગલોના વિષયમાં જાણવું જોઈએ.
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy