SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી સૂત્ર-૩ (૨૦) શારદા - જ્ઞાનાદિ ત્રણે ય આરાધના અને તેની પારસ્પરિક નિયમા-ભજનાનું નિરૂપણ હોવાથી દસમા ઉદ્દેશકનું નામ “આરાધના” છે. પુગલના ત્રણ પ્રકાર :२ रायगिहे जाव एवं वयासी- कइविहा णं भंते ! पोग्गला पण्णत्ता ? गोयमा ! तिविहा पोग्गला पण्णत्ता, तं जहा- पओगपरिणया, मीससापरिणया, वीससापरिणया य । ભાવાર્થ - રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમસ્વામીએ શ્રમણ ભગવાન મહાવીરને આ પ્રમાણે પૂછ્યું પ્રશ્ન- હે ભગવન્! પુદ્ગલના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! પુલના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રયોગ પરિણત (૨) મિશ્ર પરિણત (૩) વિસસા પરિણત. વિવેચન :(૧) પ્રયોગ પરિણત:- જીવના વ્યાપારથી પરિણત યુગલો પ્રયોગ પરિણત કહેવાય. યથા- શરીરાદિ. (૨) મિશ્ર પરિણત - પ્રયોગ અને વિસસા (સ્વભાવ), આ બંને દ્વારા પરિણત યુગલો મિશ્ર પરિણત કહેવાય. યથા- મૃત કલેવરાદિ. (૩) વિસસા પરિણત :- જીવના પ્રયત્ન વિના સ્વભાવથી પરિણત યુગલો વિસસા પરિણત કહેવાય. યથા– તડકો, છાંયો, વાદળા વગેરે. ત્રણ પ્રકારના પુદ્ગલોના સંક્ષિપ્ત પરિચય માટે પ્રચલિત પદ્ય આ પ્રમાણે છે જીવ ગ્રહ્યા તે પ્રયોગસા, મિસ્સા જીવ રહિત, વિસસા હાથ આવે નહીં, જિણવર વાણી તહત્ત. રિખ:- પરિણત. તે તે રૂપમાં પરિણમિત થયેલા પુદ્ગલ. પ્રયોગ પરિણત પુગલોના ભેદ-પ્રભેદ[નવ દ્વાર] (૧) જીવના ભેદ-પ્રભેદની અપેક્ષાએ:| ३ | पओगपरिणया णं भंते ! पोग्गला कइविहा पण्णत्ता ? गोयमा ! पंचविहा पण्णत्ता, तं जहा- एगिंदिय-पओगपरिणया जाव पंचिंदिय-पओगपरिणया ।
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy