SearchBrowseAboutContactDonate
Page Preview
Page 697
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૧ઃ ઉદ્દેશક-૧૧ રાજ્યાભિષેક કર્યો અને બંને હાથ જોડીને મહાબલકુમારને જય-વિજય શબ્દોથી વધાવ્યા, તથા આ પ્રમાણે કહ્યું– હે પુત્ર ! અમે તને શું આપીએ તે કહો ? તારા માટે શું કરીએ ? ઇત્યાદિ વર્ણન જમાલીની સમાન જાણવું. મહાબલ કુમાર ધર્મઘોષ અણગાર પાસે પ્રવજ્યા અંગીકાર કરીને સામાયિક આદિ ચૌદ પૂર્વનું જ્ઞાન ભણ્યા અને ઉપવાસ છઠ્ઠ, અટ્ટમ, આદિ વિવિધ તપ દ્વારા આત્માને ભાવિત કરતાં સંપૂર્ણ બાર વર્ષ પર્યંત શ્રમણ પર્યાયનું પાલન કર્યું અને માસિક સંલેખનાથી સાઠ ભક્ત અનશનનું છેદન કરીને, આલોચના-પ્રતિક્રમણ કરીને અને સમાધિપૂર્વક કાલના સમયે કાલધર્મ પ્રાપ્ત કરીને, ઊર્ધ્વલોકમાં ચંદ્ર અને સૂર્યથી ઉપર(અતિ દૂર), અંબડની સમાન પાંચમા બ્રહ્મદેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ૯ ત્યાં કેટલાક દેવોની સ્થિતિ દશ સાગરોપમની કહી છે. તદનુસાર મહાબલ દેવની પણ દશ સાગરોપમની સ્થિતિ કહી છે. હે સુદર્શન ! આ રીતે મહાબલરૂપે મનુષ્ય ભવનો ત્યાગ કરીને બ્રહ્મદેવલોકમાં દશ સાગરોપમ પર્યંત દિવ્ય ભોગોને ભોગવતા, દેવલોકનું આયુષ્ય, ભવ અને સ્થિતિનો ક્ષય કરીને, ત્યાંથી ચ્યવીને આ વાણિજ્યગ્રામ નગરના શ્રેષ્ઠી કુલમાં તમે પુત્ર રૂપે ઉત્પન્ન થયા છો. જાતિસ્મરણજ્ઞાન, દીક્ષા અને મોક્ષ ઃ -- ४१ तएणं तुमे सुदंसणा ! उम्मुक्कबालभावेणं विण्णायपरिणयमेत्तेणं जोव्वणगम- णुप्पत्तेणं तहारूवाणं थेराणं अंतियं केवलिपण्णत्ते धम्मे णिसंते, से वि य धम्मे तुब्भे इच्छिए, पडिच्छिए, अभिरूइए; तं सुट्टु णं तुमं सुदंसणा ! इयाणिं पकरेसि। से तेणट्टेणं सुदंसणा ! एवं वुच्चइ- अत्थि णं एएसिं पलिओवम- सागरोवमाणं खएइ वा अवचएइ वा । ભાવાર્થ:- ત્યારપછી હે સુદર્શન ! તમે બાલભાવથી મુક્ત થઈને, જ્ઞાનથી પરિપક્વ થયા, યૌવન વય પ્રાપ્ત કરીને તથાપ્રકારના સ્થવિરોની પાસે કેવલિપ્રરૂપિત ધર્મ સાંભળ્યો. તે ધર્મ તમોને ઇચ્છિત-પ્રતિચ્છિત અને રુચિકર થયો. હે સુદર્શન ! હવે તમે જે ધર્મારાધના કરી રહ્યા છો તે શ્રેષ્ઠ કરી રહ્યા છો. હે સુદર્શન ! તેથી આ પ્રમાણે કહ્યું છે કે પલ્યોપમ અને સાગરોપમનો ક્ષય અને અપચય થાય છે. ४२ तणं तस्स सुदंसणस्स सेट्ठिस्स समणस्स भगवओ महावीरस्स अंतियं एयमट्ठे सोच्चा णिसम्म सुभेणं अज्झवसाणेणं, सुभेणं परिणामेणं, लेस्साहिं विसुज्झमाणीहिं, तयावरणिज्जाणं कम्माणं खओवसमेणं, ईहा-पोह-मग्गणगवेसणं करेमाणस्स सण्णीपुव्वजाईसरणे समुप्पण्णे, एयमट्ठे सम्मं अभिसमेइ । ભાવાર્થ :- ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીર પાસેથી સુદર્શનશેઠને પોતાના જીવન વૃત્તાંત સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને શુભ અધ્યવસાય, શુભ પરિણામ અને વિશુદ્ધ લેશ્યાથી તદાવરણીય
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy