SearchBrowseAboutContactDonate
Page Preview
Page 689
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૧: ઉદ્દેશક-૧૧ દ૨૧] વસ્તુઓના માન-ઉન્માનનો વધારો કર્યો; કરજદારોને ઋણ મુક્ત કર્યા તથા દંડ કુદંડનો નિષેધ કર્યો; પ્રજાના ઘરમાં સુભટોનો પ્રવેશ નિષેધ કર્યો. રાજ્યદંડથી પ્રાપ્ય દંડ દ્રવ્ય લેવાનો નિષેધ કર્યો; તે સિવાય ઉત્તમ ગણિકાઓ અને નટીઓથી યુક્ત, અનેક તાલાનુચરો દ્વારા નિરંતર વગાડાતી મૃદંગોથી યુક્ત તથા પ્રમોદ અને ક્રીડાપૂર્વક સર્વલોકોની સાથે દશ દિવસ સુધી પુત્ર મહોત્સવ ઉજવ્યો. આ દશ દિવસમાં બલરાજા સેંકડો, હજારો, લાખો રૂપિયાનો ખર્ચ કરતાં, દાન દેતાં તથા અન્ય દ્વારા દાન અપાવતાં અને આ રીતે સેંકડો, હજારો, લાખો રૂપિયાની ભેટ રૂપ લાભ પ્રાપ્ત કરતાં, અન્યને કરાવતાં વિચરતા રહ્યા. |३३ तएणं तस्स दारगस्स अम्मापियरो पढमे दिवसे ठिइवडियं करेइ, तईए दिवसे चंदसूरदंसणियं करेइ, छठे दिवसे जागरियं करेइ, एक्कारसमे दिवसे विइक्कंते णिव्वत्ते असुइयजायकम्मकरणे संपत्ते बारसाहदिवसे विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडाविति, उवक्खडावेत्ता जहा सिवो जाव खत्तिए य आमंतेति आमंतेत्ता तओ पच्छा ण्हाया तं चेव जाव सक्कारेंति सम्माणेति, सक्कारेत्ता सम्माणेत्ता तस्सेव मित्तणाइ जावराईण य खत्तियाण य पुरओ अज्जयपज्जय पिउपज्जयागयं बहुपुरिसपरंपरप्परूढं कुलाणुरूवं कुलसरिसं कुलसंताणतंतुवद्धणकरं अयमेयारूवं गोण्णं गुणणिप्फण्णं णामधेज्जं करेंति-"जम्हा णं अम्हं इमे दारए बलस्स रण्णो पुत्ते पभावईए देवीए अत्तए, तं होउ णं अम्हं एयस्स दारगस्स णामधेज्जं महब्बले," तएणं तस्स दारगस्स अम्मापियरो णामधेज करेंति महब्बले त्ति। ભાવાર્થ :- ત્યારપછી બાળકના માતાપિતાએ પહેલે દિવસે કુલ-મર્યાદા અનુસાર ક્રિયા કરી. ત્રીજે દિવસે બાળકને ચંદ્ર-સૂર્ય દર્શન કરાવ્યું. છટ્ટ દિવસે જાગરણરૂપ ઉત્સવ કર્યો. અગિયાર દિન વ્યતીત થયા પછી અશુચિકર્મની નિવૃત્તિ કરી. બારમે દિવસે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરીને (શતક-૧૧, ઉદ્દેશક-૯માં કથિત શિવરાજાની સમાન) સર્વ ક્ષત્રિય જ્ઞાતિજનોને નિમંત્રિત કરીને ભોજન કરાવ્યું. તેમનો સત્કાર કર્યો, સન્માન કર્યું. ત્યાર પછી તે મિત્ર, જ્ઞાતિજનો પાવત ક્ષત્રિયો સમક્ષ પોતાના બાપદાદા આદિથી ચાલી આવતી કુલ પરંપરા અનુસાર કુલને યોગ્ય, કુલોચિત, કુલરૂપ સંતાનની વૃદ્ધિ કરનાર, ગુણયુક્ત અને ગુણનિષ્પન્ન નામ આપતા કહ્યું કે અમારો આ બાળક, બલરાજાનો પુત્ર અને પ્રભાવતી દેવીનો આત્મજ છે. આ કારણે અમારા આ બાળકનું નામ “મહાબલ’ હો. તેથી બાળકના માતાપિતાએ તેનું નામ મહાબલ રાખ્યું. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં મહાબલ રાજકુંવરના જન્મ મહોત્સવનું વર્ણન છે. પુત્ર જન્મની વધાઈમાં રાજકીય
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy