SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ શતક–૧૧: ઉદ્દેશક-૧૧, [ ૧૯] पभावइ देवी णवण्हं मासाणं बहुपडिपुण्णाणं जाव सुरूवं दारगं पयाया तं एयण्णं देवाणुप्पियाणं पियट्ठयाए पियं णिवेदेमो, पियं भे भवउ । __ तएणं से बले राया अंगपडियारियाणं अंतियं एयमढे सोच्चा णिसम्म हट्ठतुट्ठ जाव धाराहयणीव सुरभिकुसुम-चंचुमालइय-तणुए उसविय-रोमकूवे तासिं अंगपडियारियाणं मउडवज्जं जहामालियं ओमोयं दलयइ, दलयित्ता सेयं रययामयं विमलसलिलपुण्णं भिंगारं च गिण्हइ, गिण्हित्ता मत्थए धोवइ, धोवित्ता विउलं जीवियारिहं पीइदाणं दलयइ, दलयित्ता सक्कारेइ सम्माणेइ, सक्कारेत्ता सम्माणेत्ता पडिविसज्जइ । શબ્દાર્થ - પડિયારિયા = અંગ પરિચારિકા, સેવિકા, દાસી પર્યં પ્રસવ થયો ધારાશે = મેઘધારાથી આહત નવ કદંબ વૃક્ષ વુમાન = હર્ષથી રોમાંચિત થવું ૩ વન = મુગટને છોડીને નહામતિયં = પહેરલા અલંકાર કોમોયે = ઉતારીને = ભંગાર– કળશ. ભાવાર્થ - ત્યારપછી પ્રભાવતી દેવીએ પુત્રને જન્મ આપ્યો છે, તેમ જાણીને પ્રભાવતી દેવીની સેવા કરનારી દાસીઓએ બલરાજા સમીપે આવીને, બંને હાથ જોડીને, રાજાને જયવિજય શબ્દોથી વધાવીને, નિવેદન કર્યું- હે દેવાનુપ્રિય ! પ્રભાવતી દેવીએ યથાસમયે પુત્રને જન્મ આપ્યો છે. તે આનંદદાયક વધામણીનું નિવેદન કરવા અમે આપની પાસે આવ્યા છીએ. આ પુત્ર જન્મરૂપ પ્રિય સમાચાર આપના માટે શુભકારી થાઓ. દાસીઓનો પ્રિય સંવાદ સાંભળીને બલરાજા હર્ષિત થયા, સંતુષ્ટ થયા, થાવ, મેઘની વેગવતી ધારાથી કંદબવૃક્ષનું સુગંધિત પુષ્પ વિકસિત થાય છે તેમ હર્ષના અતિરેકથી બલરાજાની રોમરાજિ વિકસિત થઈ. તેમનું સંપૂર્ણ શરીર રોમાંચિત થયું. રાજાએ પોતાના મુગટને છોડીને ધારણ કરેલા સર્વ અલંકારો ઉતારીને દાસીઓને પારિતોષિક સ્વરૂપે આપી દીધા. આપીને, શ્વેત, રજતમય અને નિર્મલ પાણીથી ભરેલા કળશ લઈને, દાસીઓના મસ્તક ધોયા અને જીવિકાને યોગ્ય ઘણું પ્રીતિદાન આપ્યું, પ્રીતિદાન આપીને સત્કાર કર્યો અને સન્માન કર્યું, સત્કારિત અને સન્માનિત કરીને વિદાય આપી. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં બલરાજાને પુત્ર જન્મની વધાઈ મળતાં થયેલા આનંદનું વર્ણન કર્યું છે. વધામણી આપનાર દાસીઓને પ્રીતિદાન આદિનો પણ ઉલ્લેખ છે. મન્થા ધોવર – અંગ પરિચારિકાઓના મસ્તક ધોવાની ક્રિયા, તેમને દાસત્વભાવથી મુક્ત કરવાનું પ્રતીક છે. જે દાસીઓનું મસ્તક ધોવાય છે, તે દાસીઓ દાસીપણાથી મુક્ત થાય છે. પુત્રજન્મમહોત્સવ અને નામકરણ :३१ तएणं से बले राया कोडुबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवंवयासी-खिप्पामेव
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy