SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] શ્રી ભગવતી સૂત્ર-૧ સામે ઉપસ્થિત થયો છું. હે ભગવન્! મારા અપરાધની ક્ષમા યાચના કરું છું. આપ ક્ષમા પ્રદાન કરો. આપ ક્ષમા પ્રદાન કરવા સમર્થ છો. હું આ પ્રકારનો અપરાધ ફરી કરીશ નહીં. આ રીતે કહીને, મને વંદન નમસ્કાર કરીને, શક્રેન્દ્ર ઉત્તર-પૂર્વ દિગ્વિભાગમાં–ઈશાન કોણમાં ગયા. ત્યાં જઈને શક્રેન્દ્ર પોતાના ડાબા પગને ત્રણ વાર ભૂમિ સાથે પછાડ્યો અને અસુરેન્દ્ર અસુરરાજ ચમરને આ પ્રમાણે કહ્યુ," હે અસુરેન્દ્ર અસુરરાજ ચમર ! આજે તું શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના પ્રભાવથી બચી ગયો છો. હવે તને મારા તરફથી જરા પણ ભય નથી મારા તરફથી નિર્ભય છો.] આ પ્રકારે કહીને શક્રેન્દ્ર જે દિશામાંથી આવ્યા હતા, તે દિશામાં પાછા ગયા". વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં પ્રભુના શરણની મહત્તા પ્રદર્શિત કરી છે. વજના પ્રક્ષેપ પછી શકેન્દ્રને વિચાર આવ્યો કે ચમરેન્દ્ર અરિહંતાદિનો આશ્રય ગ્રહણ કરીને જ અહીં આવ્યો હોય, અવધિજ્ઞાનના પ્રયોગથી વાસ્તવિક્તાને જાણી. તીર્થકરોની અશાતનાના ભયના કારણે, વજ નીચે પહોંચે તે પહેલાં જ પકડી લેવા માટે ઉત્કૃષ્ટ દિવ્ય ગતિથી તે દોડ્યા. પ્રભુથી ચાર અંગુલ જ દુર રહેલા વજને પકડી લીધું. પ્રભુ સમક્ષ પોતાના અપરાધનો સ્વીકાર કરી ક્ષમાયાચના કરી અને ભગવદ્ આશ્રયમાં રહેલા અમરેન્દ્રને પણ અભયદાન આપ્યું. ફેંકેલી વસ્તુને પકડવાની દેવ શક્તિ :| २३ भंते ! त्ति भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- देवे णं भंते ! महिड्डीए जाव महाणुभागे पुव्वामेव पोग्गलं खिवित्ता पभू तमेव अणुपरियट्टिता णं गेण्हित्तए ? हंता, पभू । से केणट्टेणं जाव गिण्हित्तए ? गोयमा ! पोग्गले णं खित्ते समाणे पुव्वामेव सिग्घगई भवित्ता तओ पच्छा मंदगई भवइ, देवे णं महिड्डीए पुट्वि पि य, पच्छा वि सीहे सीहगई चेव, तुरिए तुरियगई चेव, से तेणटेणं जाव पभू गेण्हित्तए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્!' આ પ્રમાણે સંબોધન કરીને ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કર્યા અને આ પ્રમાણે કહ્યું, "હે ભગવન્! મહાઋદ્ધિવાન તેમજ મહાપ્રભાવસંપન્ન દેવ શું કોઈ યુગલને પહેલા ફેંકીને પછી તેની પાછળ જઈને તેને પકડવામાં સમર્થ છે? ઉત્તર- હા, ગૌતમ ! પકડવામાં સમર્થ છે.
SR No.008758
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages584
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy