SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ | શતક–૩: ઉદ્દેશક-૨ ૪૧૭ | हा ! हा ! अहो ! हओ म्हि त्ति कटु ताए उक्किट्ठाए जाव जेणेव देवाणुप्पिए तेणेव उवागच्छामि । देवाणुप्पियाणं चउरगुलमसंपत्तं वज्ज पडिसाहरामि, वज्जपडिसाहरणट्ठयाए णं इहमागए, इह समोसढे, इह संपत्ते, इहेव अज्ज उवसंपज्जित्ता णं विहरामि । तं खामेमि णं देवाणुप्पिया ! खमंतु णं देवाणुप्पिया! खंतुमरहंति णं देवाणुप्पिया ! णाइ भुज्जो एवं करणयाए त्ति कटु ममं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता, उत्तरपुरथिमं दिसीभागं अवक्कमइ, वामेणं पाएणं तिक्खुत्तो भूमि दालेइ, दालित्ता चमरं असुरिंदं असुररायं एवं वयासी- मुक्को सि णं भो चमरा असुरिंदा असुरराया ! समणस्स भगवओ महावीरस्स पभावेणं । ण हि ते इयाणिं ममाओ भयं अत्थि त्ति कटु जामेव दिसिं पाउब्भूए तामेव दिसि पडिगए। ભાવાર્થ :- સમયે દેવેન્દ્ર દેવરાજ શક્રને આ પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો કે અસુરેન્દ્ર અસુરરાજ ચમરનું આટલું સામર્થ્ય, આટલી શક્તિ અને આટલો વિષય નથી કે તે અરિહંત ભગવાન અથવા કોઈ ભાવિતાત્મા અણગારનો આશ્રય લીધા વિના સ્વયં પોતાની શક્તિથી સૌધર્મ કલ્પ સુધી ઊંચે આવી શકે. તેથી જો ચમરેન્દ્ર કોઈ અરિહંત ભગવાન અથવા ભાવિતાત્મા અણગારનો આશ્રય લઈને અહીં આવ્યા હોય, તો મારા દ્વારા પ્રક્ષિપ્ત વજથી તે મહાપુરુષોની અશાતના થશે અને તે મારા માટે મહાદુઃખરૂપ થશે. આ પ્રકારનો વિચાર કરીને શક્રેન્દ્ર અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો અને તેના દ્વારા તેણે મને જોયો. મને જોતાં જ તેના મુખમાંથી શબ્દો સરી પડ્યા કે " હા! હા! હું મરાયો. " આ પ્રમાણે કહીને પોતાના વજને પકડવા માટે શક્રેન્દ્ર ઉત્કૃષ્ટ, તીવ્ર ગતિથી વજની પાછળ ગયા. તે શક્રેન્દ્ર, અસંખ્ય દ્વીપ સમુદ્રોની મધ્યમાંથી પસાર થઈ, તે ઉત્તમ અશોક વૃક્ષની નીચે જ્યાં હું હતો, તે તરફ આવ્યા અને મારાથી ફકત ચાર અંગુલ દૂર રહેલા તે વજને તેણે પકડી લીધુ." હે ગૌતમ ! જે સમયે શક્રેન્દ્ર વજને પકડ્યું, તે સમયે પોતાની મુકીને એટલી જોરથી બંધ કરી કે મુટ્ટીના વાયુથી મારા કેશાગ્ર હલવા લાગ્યા. ત્યાર પછી દેવેન્દ્ર દેવરાજ શકે, વજ લઈને મારી ત્રણ વાર પ્રદક્ષિણા કરી અને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું કે– "હે ભગવન્! આપનો આશ્રય લઈને અસુરેન્દ્ર અસુરરાજ ચમર મને અને મારી શોભાને નષ્ટ કરવા આવ્યો હતો, તેથી તેને મારવા માટે કુપિત થઈને મેં વજ ફેંક્યું. ત્યાર પછી મને વિચાર આવ્યો કે અસુરેન્દ્ર અસુરરાજ ચમર સ્વયં પોતાની શક્તિથી આટલો ઊંચે આવી શકે નહીં. તે અરિહંતાદિ કોઈનું શરણ લઈને આવ્યો હશે." ત્યાર પછી શક્રેન્ડે કહ્યું કે, 'હે ભગવન્! પછી અવધિજ્ઞાન દ્વારા મેં આપને જોયા, આપને જોતાં જ મારા મુખમાંથી શબ્દો સરી પડ્યા કે "હા ! હા ! હું મરાયો." આ પ્રકારનો વિચાર કરીને ઉત્કૃષ્ટ દિવ્ય દેવગતિ દ્વારા જ્યાં આપ દેવાનુપ્રિય બિરાજો છો, ત્યાં હું આવ્યો અને આપનાથી ચાર અંગુલ દૂર રહેલા વજને મેં પકડી લીધું. વજને લેવા માટે હું અહીં આવ્યો છું, સમવસૃત થયો છું, સમ્રાપ્ત થયો છું, આપની
SR No.008758
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages584
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy