SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ OR D શતક-ર : ઉદ્દેશક-૯ સમયક્ષેત્ર સમયક્ષેત્રનું સંક્ષિપ્ત વર્ણન : १ किमिदं भंते ! समयखेत्ते त्ति पुवच्चइ ? શ્રી ભગવતી સૂત્ર–૧ ROR zÓÎ गोयमा ! अड्डाइज्जा दीवा दो य समुद्दा एस णं एवइए समयखेत्तेत्ति पवुच्चइ, तत्थ णं अयं जंबुद्दीवे दीवे सव्वदीवसमुद्दाणं सव्वब्भंतरं, एवं जीवाभिगमवत्तव्वया णेयव्वा जाव अब्भिंतरं पुक्खरद्धं जोइसविहूणं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! કયા ક્ષેત્રને સમયક્ષેત્ર કહે છે ? ઉત્તર– હે ગૌતમ ! અઢી દ્વીપ અને બે સમુદ્ર, એટલા ક્ષેત્રને 'સમયક્ષેત્ર' કહે છે. તેમાં જંબૂટ્ટીપ નામનો દ્વીપ, સમસ્ત દ્વીપો અને સમુદ્રની મધ્યમાં છે. આ રીતે જીવાભિગમ સૂત્રમાં કથિત સંપૂર્ણ વર્ણન આપ્યંતર પુષ્કરાર્ધદ્વીપ પર્યંત કહેવું જોઈએ પરંતુ જ્યોતિષ્ઠોનું વર્ણન છોડી દેવું જોઈએ. વિવેચન : આ સૂત્રમાં સમયક્ષેત્રનું સ્વરૂપ, પરિમાણ આદિનું વર્ણન જીવાભિગમસૂત્રના નિર્દેશપૂર્વક કર્યું છે. સમયક્ષેત્રનું સ્વરૂપ :– સમય- અર્થાત્ કાલથી ઉપલક્ષિત ક્ષેત્રને સમયક્ષેત્ર કહે છે. સૂર્યની ગતિના આધારે જાણી શકાય તેવા દિવસ, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર આદિરૂપ કાલ મનુષ્યક્ષેત્રમાં જ છે. ત્યાર પછીના ક્ષેત્રોમાં નથી. કારણ કે તે ક્ષેત્રોમાં સૂર્ય, ચંદ્ર ગતિમાન નથી, સ્થિર છે. જ્યાં સૂર્યની ગતિ છે, ત્યાં સુધી જ કાલનો વ્યવહાર થાય છે, તેથી જ કાલથી ઉપલક્ષિત ક્ષેત્રને સમયક્ષેત્ર કહે છે. જીવાભિગમ સૂત્રમાં મનુષ્યક્ષેત્રના સ્વરૂપને પ્રદર્શિત કરતી એક ગાથા આપી છે. अरिहंत-समय-बायर विज्जू थणिया बलाहगा अगणी । आगर णिहि णई उवराग णिगमे वुड्डिवयणं च ॥ અર્થ :— જે ક્ષેત્રમાં અરિહંત, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા
SR No.008758
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages584
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy