SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ | શતક–૨: ઉદ્દેશક-૮ ૩૨૫ | પાવરવેદિકા - શ્રેષ્ઠ પાવર વેદિકાની ઊંચાઈ અર્ધા યોજન, વિખંભ પાંચસો ધનુષ્ય છે. તે સર્વરત્નમયી છે. તેનો પરિક્ષેપ તિગિચ્છકુટની ઉપરના ભાગના પરિક્ષેપની સમાન છે. પાવરવેદિકા એટલે પાળી. વનખંડ - વનખંડનો ચક્રવાલ વિખંભ બે યોજનમાં કંઈક ન્યૂન છે. તેનો પરિક્ષેપ પદ્મવરવેદિકાના પરિક્ષેપની સમાન છે. તે કૃષ્ણવર્ણયુક્ત અને કૃષ્ણવર્ણની કાંતિવાળો છે. ઉત્પાત પર્વતનો ઉપરનો ભાગ :- અત્યંત સમ–સપાટ અને રમણીય છે. તેનો ભૂમિભાગ મુરજ મુખ, મૃદંગ મુખ અથવા સરોવરના તલભાગની સમાન છે અથવા આદર્શમંડલ, કરતલ અથવા ચંદ્રમંડલની સમાન છે. પ્રાસાદાવતંસક - તે પ્રાસાદોમાં સર્વ શ્રેષ્ઠ પ્રાસાદ વાદળોની જેમ ઊંચો અને પોતાની જ ચમકના કારણે હસતો પ્રતીત થાય છે. તે કાંતિથી શ્વેત અને પ્રભાસિત છે. મણિ, સુવર્ણ અને રત્નોની કારીગરીથી સુશોભિત છે. તેનો ઉપરીભાગ પણ સુંદર છે. તેના પર હાથી, ઘોડા, બળદ આદિનાં ચિત્રો છે. અમરેન્દ્રનું સિંહાસન :- પ્રાસાદની મધ્યમાં સિંહાસન છે. તે સિંહાસનની પશ્ચિમોત્તરમાં [વાયવ્ય કોણમાં], ઉત્તર દિશામાં તથા ઉત્તર પૂર્વ [ઈશાનકોણ માં ચમરેન્દ્રના ૬૪,000 સામાનિકદેવોનાં ૬૪,000 ભદ્રાસન છે. પૂર્વમાં પાંચ પટ્ટરાણીઓનાં પાંચ ભદ્રાસન સપરિવાર છે. દક્ષિણ પૂર્વમાંઅગ્નિકોણમાં] આત્યંતર પરિષદના ૨૪,૦૦૦ દેવોનાં ૨૪,000, દક્ષિણમાં મધ્યમ પરિષદના ૨૮,000 દેવોના ૨૮,000 અને દક્ષિણ પશ્ચિમનૈિઋત્યકોણ) માં બાહ્ય પરિષદના ૩ર,૦૦૦ દેવોનાં ૩૨,000 ભદ્રાસન છે. પશ્ચિમમાં સાત સેનાધિપતિઓનાં સાત અને ચારે દિશાઓમાં આત્મરક્ષક દેવોનાં ૬૪-૬૪ હજાર ભદ્રાસન છે. (૧) ઉપપાત સભા - જ્યાં દેવ શય્યામાં ચમરેન્દ્રનો જન્મ થાય છે. પછી તે ઉત્પન્ન થયેલા ઈન્દ્રને આ સંકલ્પ ઉત્પન્ન થાય છે કે મારે પહેલા કે પછી શું કાર્ય કરવાનું છે? મારો જીતાચાર શું છે? (૨) અભિષેક સભા :- સામાનિક દેવો દ્વારા નવા ઉત્પન્ન થયેલા દેવોનો મહાન ઋદ્ધિથી અભિષેક સભામાં અભિષેક કરાય છે. (૩) અલંકાર સભા - તેમાં દેવોને વસ્ત્રાભૂષણોથી અલંકૃત કરાય છે. (૪) વ્યવસાય સભા:- તેમાં પુસ્તકનું વાંચન કરાય છે. તેના દ્વારા પોતાનો જીતવ્યવહાર તે દેવ સમજી જાય છે. અસરકાર દેવોનો માર્ગ :- આ સૂત્રમાં અસુરકુમાર દેવોના આવાગમન માર્ગનો નિર્દેશ મળે છે. નીચાલોકથી તિરછાલોકમાં તેઓ નિશ્ચિત માર્ગથી અવર-જવર કરે છે. તે માર્ગ અણવર સમુદ્રમાં છે. તે સમદ્રકાંઠાથી છસો પંચાવન કરોડ, પાંત્રીસ લાખ પચાસહજાર + ૪૨,000 + ૧,૦૨૨ = ૫૫,૩૫, ૯૩, ૦રર (છસો પંચાવન કરોડ, પાંત્રીસ લાખ, ત્રાણુહજાર, બાવીસ) યોજન દૂર છે. છે શતક ર/૮ સંપૂર્ણ છે.
SR No.008758
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages584
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy